સ્માર્ટફોનનો વધુ ઉપયોગ બાળકોના હાર્ટ માટે ખતરનાક, નાની ઉંમરે વધી શકે છે આ બીમારી
બાળકો કલાકો સુધી ફોન અને ટીવીની સામે સમય પસાર કરે તે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે બાળકો વધુ સ્ક્રીન ટાઈમ પસાર કરે છે, તેને હાર્ટ સંબંધી બીમારીઓનો ખતરો વધી જાય છે.
આજકાલ બાળકોને ફોન, ટેબ અને ટીવીની આદત પડી ગઈ છે અને દરેક માતા-પિતા તેનાથી પરેશાન છે. સ્માર્ટફોનના વધતા ઉપયોગની અસર માસૂમ બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. બાળકોને ફોનથી દૂર રાખવા ખુબ મુશ્કેલ કામ છે. ગમે એટલો પ્રયાસ કરો પરંતુ બાળકો ફોન અને ટેબનો ઉપયોગ કરતા રહે છે. ઘણા રિસર્ચમાં સામે આવી ચુક્યુ છે કે વધુ સ્ક્રીન ટાઇમ બાળકોના ન્યૂરોલોજિકલ ડેવલોપમેન્ટ અને સોશિયલ ડેવલોપમેન્ટ પર અસર કરે છે. તેનાથી બાળકને ઘણા ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થવાનો ખતરો રહે છે.
પૂર્વી ફિનલેન્ડ યુનિવર્સિટી અને યુરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ 2023ના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ફિઝિકલી એક્ટિવ ન રહેતા બાળકોમાં નાની ઉંમરમાં હાર્ટ સાથે જોડાયેલી બીમારીનો ખતરો ઝડપથી વધી શકે છે. ઇનફેન્સી દરમિયાન ઓછા એક્ટિવ થવાને કારણે હાર્ટ અને સ્ટ્રોકનો ખતરો વધુ વધી જાય છે. ભલે તમારૂ વજન અને બ્લડ પ્રેશર નોર્મલ હોય. આ રિસર્ચ 1990 અને 1991માં જન્મેલા 14500 શિશુઓના યુવા જીવન, તેના સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને કરવામાં આવ્યું છે.
વધુ સ્ક્રીન ટાઇમ હાર્ટ માટે ઘાતક
રિસર્ચમાં સામે આવ્યું કે બાળકો સ્ક્રીન ટાઇમ વધુ પસાર કરે છે, જેથી તેની ફિઝિકલ એક્ટિવિટી ખુબ ઓછી છે. તે મોટા ભાગે બેસીને સમય પસાર કરે છે. સૌથી ગંભીર વાત છે કે ઇકોકાર્ડિયોગ્રાફીમાં આ નાની ઉંમરના બાળકોના હાર્ટના વજનમાં વૃદ્ધિ જોવા મળી, જેનો સીધો સંબંધ શારીરિક એક્ટિવિટી સાથે છે.
આ બીમારીઓનો વધી જાય છે ખતરો
ઘણા રિસર્ચમાં સામે આવી ચુક્યુ છે કે જે લોકો શારીરિક એક્ટિવ રહેતા નથી, તેને યુવા અવસ્થામાં મોટાપો અને ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. આવા બાળકોમાં ન્યૂરોડીજેનેરેટિવ રોગ અને હાર્ટ સંબંધી બીમારીઓનો ખતરો વધી જાય છે. જે બાળકો વધુ ફોન કે સ્ક્રીન પર સમય પસાર કરે છે, તે સમાજથી પણ કપાય જાય છે. આવા બાળકો જલ્દી કોઈ સાથે મળી જતા નથી અને પોતાની દુનિયામાં ખોવાયેલા રહે છે.
કઈ રીતે ઘટાડશો બાળકોનો સ્ક્રીન ટાઇમ?
– બાળકો સાથે માતા-પિતા થોડો સમય જરૂર પસાર કરે. તેની સાથે રમતો રમે અને વાતચીત કરે.
– બાળકોને ઘરની બહાર પાર્ક કે પછી બીજા મિત્રો સાથે રમવા માટે મોકલો.
– ઘરમાં બાળકોને ક્રિએટિવ ક્રાફ્ટ, ડ્રોઇંગ અને બીજી એક્ટિવિટીમાં સામેલ કરો.
– રજાના દિવસે બાળકોને તેના કામ જેમ કે બેગ, શૂઝ કે બીજી વસ્તુ સાફ કરવાનું શીખવાડો.
– બાળકોને તેની પસંદગીની એક્ટિવિટી જેમ કે ડાન્સ, સિંગિંગ, સ્કેટિંગ કે અન્ય વસ્તુ કરવાની છુટ આપો.
+માં નિષ્ફળ રહ્યો છે. વસીમ અકરમે કહ્યુ- અફઘાનિસ્તાન વિરુદ્ધ ખેલાડીઓની ફીલ્ડિંગ અને હાવભાવ ખુબ ખરાબ હતો. તે 283 રનના ટાર્ગેટનો બચાવ કરી શક્યા નહીં. બોલિંગ ખુબ સાધારણ લાગી રહી હતી અને ફીલ્ડિંગનું સ્તર ખરાબ હતું.
બાબર આઝમે પણ સ્વીકારી ભૂલ
અફઘાનિસ્તાન વિરુદ્ધ આ મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓએ ખુબ ખરાબ ફીલ્ડિંગ કરી હતી. બાબરે મેચ બાદ સંવાદદાતા સંમેલનમાં કહ્યું- તમે જ્યારે પણ ફીલ્ડિંગ કરો છો તો જુસ્સા સાથે કરો છો. મને ટીમ તરફથી કોઈ વલણ જોવા મળ્યું નહીં. તમારે બોલ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ, અન્ય વિચારો પર નહીં. જ્યારે બોલ આવે છે તો એક ફીલ્ડરના રૂપમાં તમારે સક્રિય રહેવું પડશે. તેવામાં મને લાગે છે કે ફીલ્ડિંગના મામલામાં અમે થોડા પાછળ ચાલી રહ્યાં છીએ.
નસીમ શાહની ખોટ પડી
પાકિસ્તાનનું ફાસ્ટ બોલિંગ આક્રમણ દુનિયામાં સર્વશ્રેષ્ઠમાંથી એક માનવામાં આવે છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તે આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહીં. બાબરે સ્વીકાર કર્યો કે ફાસ્ટ બોલર નસીમ શાહની ગેરહાજરીમાં ટીમને ખુબ નુકસાન થયું છે. તેમણે કહ્યું- આપણને નસીમની ખોટ પડી રહી છે. આ સિવાય અમારી બોલિંગ લાઇનઅપ દુનિયામાં બેસ્ટ છે. મને લાગે છે કે તે ચાલી રહ્યાં નથી.