Gmail data leak: 183 મિલિયન Gmail એકાઉન્ટ્સ અને પાસવર્ડ્સ લીક થયા, infostealer malware હુમલા બાદ ચેતવણી: જાણો તમારું એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં

Arati Parmar
2 Min Read

Gmail data leak: તાજેતરમાં એક સાયબર સુરક્ષા પ્લેટફોર્મે એક મોટો ડેટા લીકનો ખુલાસો કર્યો હતો, જેમાં આશરે 183 મિલિયન ઇમેઇલ એકાઉન્ટ્સ અને તેમના પાસવર્ડ્સ ઓનલાઇન લીક થયા હતા. આ માહિતી સાયબર સુરક્ષા પ્લેટફોર્મ Have I Been Pwned દ્વારા શેર કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આ ડેટા એપ્રિલ 2025માં ગૂગલના સર્વર્સમાંથી સીધી હેકિંગ મારફતે નહીં, પરંતુ એક infostealer malware અટેકથી ચોરાઈ ગયો હતો.

માલવેર મારફતે ચોરી કરાયેલ ડેટા

- Advertisement -

માહિતી અનુસાર, 21 ઓક્ટોબર, 2025ના રોજ HIBP એ Synthient Stealer Log Threat Data નામનો ડેટાસેટ ઉમેર્યો, જેમાં આશરે 183 મિલિયન અનન્ય ઇમેઇલ સરનામાં અને તેમના પાસવર્ડ્સ છે. આ ડેટા Synthient LLC દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં Gmail યુઝર્સ સામેલ છે.

HIBPના સ્થાપકે જણાવ્યું હતું કે આ ડેટા અલગ અલગ ડિવાઈસમાં infostealer malware મારફતે ચોરાઈ ગયો હતો. આ પ્રકારનો માલવેર ફક્ત લોગિન ક્રેન્ડેશિયલ્સ જ નહીં પરંતુ બ્રાઉઝર કૂકીઝ અને ઓન્થેટિકેશન ટોકન પણ ચોરી શકે છે, જેનાથી હેકર્સ પાસવર્ડ વિના પણ તમારા એકાઉન્ટને ઍક્સેસ કરી શકે છે.

- Advertisement -

તમારું એકાઉન્ટ હેક થયું છે કે નહીં તે કેવી રીતે શોધવું

તમારા ઇમેઇલ લીક થયા છે કે નહીં તે તમે સરળતાથી ચકાસી શકો છો. તમારે ફક્ત https://haveibeenpwned.com/ ની મુલાકાત લેવાની છે અને તમારું Gmail ID દાખલ કરવાની છે. જો તમારી વિગતો લીક થઈ ગઈ હોય તો વેબસાઇટ તમને સૂચિત કરશે.

- Advertisement -

તમારા Gmail એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત કરવું?

પ્રથમ એક નવો, મજબૂત પાસવર્ડ બનાવો જેમાં મોટા અક્ષરો (A-Z), નાના અક્ષરો (a-z), સંખ્યાઓ અને સ્પેશ્યલ કેરેક્ટર પણ સામેલ હોય છે.

ત્યારબાદ ગૂગલની Security Checkup સર્વિસ મારફતે અજાણ્યા ડિવાઈસ, એપ્લિકેશનો અને એક્ટિવિટીને પણ ચેક કરો

ફક્ત OTP જ નહીં, પણ હાર્ડવેર સિક્યોરિટી અથવા પાસ કીનો પણ યુઝ કરો.

Share This Article