How to Develop App: આજના ડિજિટલ યુગમાં મોબાઇલ એપ્સનો બજાર ઝડપથી વધી રહ્યો છે. અગાઉ એપ ડેવલપમેન્ટ માટે કોડિંગ સ્કિલ્સ અને ટેકનિકલ નોલેજ જરૂરી માનવામાં આવતું હતું, પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી કોઈપણ વ્યક્તિ કોડિંગ શીખ્યા વિના પોતાનું એપ બનાવી શકે છે. ઘણા લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે અને દર મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.
AI કરશે કોડિંગનું કામ
પહેલાં એક એપ બનાવવા મહીનાઓ લાગી જતા હતા, ડેવલપર હાયર કરવો પડતો અને કોડિંગ, ટેસ્ટિંગ, ડિઝાઇનિંગમાં ઘણો ખર્ચ આવતો. પરંતુ હવે AI ટૂલ્સ આ પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી દીધા છે. તમને ફક્ત તમારા એપનો આઈડિયા જણાવવો પડે છે જેમ કે ફૂડ ડિલિવરી એપ, એજ્યુકેશન એપ અથવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ. ત્યારબાદ AI આપોઆપ કોડ, લેઆઉટ અને ફંક્શન્સ તૈયાર કરી દે છે. થોડા જ મિનિટોમાં તમારું એપ ડાઉનલોડ કે શેર કરવા માટે તૈયાર થઈ જાય છે.
કયા AI ટૂલ્સથી બની શકે એપ
હાલમાં અનેક એવા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે જે “No Code App Builder” તરીકે ઓળખાય છે. જેમ કે Appy Pie, Glide, Adalo, Bubble, Thunkable અને Zoho Creator. આ ટૂલ્સમાં ફક્ત Drag and Drop Interface મળે છે. એટલે કે કોઈપણ પ્રોગ્રામિંગ ભાષા વગર તમે માઉસથી એલિમેન્ટ્સ ઉમેરીને એપ ડિઝાઇન કરી શકો છો. આ ટૂલ્સમાં AI તમારો વિચાર સમજીને યોગ્ય ડિઝાઇન અને ફંક્શનલિટી સૂચવે છે. ઉદાહરણ તરીકે, જો તમે એપમાં પેમેન્ટ વિકલ્પ ઉમેરવા માંગો છો તો AI આપોઆપ પેમેન્ટ ગેટવે સેટ કરી દેશે.
આ રીતે થશે કમાણી
એપ તૈયાર થયા બાદ કમાણીના ઘણા રસ્તા ખુલી જાય છે. તમે એપને Google Play Store અથવા Apple App Store પર લોન્ચ કરી શકો છો. ત્યારબાદ In-App Ads, પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન અથવા પેઇડ ડાઉનલોડ્સ દ્વારા પૈસા કમાઈ શકો છો.
તે સિવાય ઘણા લોકો પોતાના બનાવેલા એપ્સ ક્લાયન્ટ્સને વેચીને પણ સારી કમાણી કરે છે. જેમ કે જો તમે કોઈ રેસ્ટોરન્ટ કે સ્કૂલ માટે કસ્ટમ એપ બનાવ્યું હોય તો તેના બદલામાં તમે 50,000થી 2 લાખ રૂપિયા સુધી ચાર્જ લઈ શકો છો.
નાના બિઝનેસ માટે ફાયદાકારક
AI આધારિત એપ બિલ્ડર્સ નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે આશીર્વાદ સાબિત થયા છે. જેમની પાસે ડેવલપર ટીમ અથવા મોટું બજેટ નથી તેઓ હવે પોતે એપ બનાવીને પોતાના બ્રાન્ડને ડિજિટલ બનાવી શકે છે. આથી તેમનો ખર્ચ ઘટે છે અને બજારમાં પહોંચ પણ વધારે છે.

