Customer Care Phishing Fraud: દહીંનું 1 પેકેટ 80 હજારમાં પડ્યું, જેને કસ્ટમર કેર સમજીને ફોન લગાવ્યો તે ઠગ નીકળ્યો

Arati Parmar
3 Min Read

Customer Care Phishing Fraud: સાયબર ગુનેગારોએ લોકોને છેતરવા માટે એક નવી રીત શોધી કાઢી છે. માર્કેટમાં નવું ‘ફિશિંગ સ્કેમ’ (Phishing Scam) શરૂ થયું છે. આ સ્કેમને કારણે એક વ્યક્તિને દહીંનું એક પેકેટ 80 હજાર રૂપિયામાં પડ્યું. દહીંની કિંમત વધુ નહોતી, પરંતુ વ્યક્તિની એક ભૂલે તેના બેંક એકાઉન્ટમાંથી 80 હજાર રૂપિયા ઉપડાવી લીધા. ખરેખર, વ્યક્તિએ ઓનલાઇન પોતાના માટે જમવાનું ઓર્ડર કર્યું હતું અને જમવાની સાથે દહીં પણ મંગાવ્યું હતું. દહીંનું પેકેટ ફાટેલું હતું. જ્યારે તેણે ડિલિવરી બોયને આ વિશે કહ્યું, ત્યારે તેણે કહ્યું કે “તમે ફરિયાદ કરી દો, મને જેવું પેક કરીને આપવામાં આવ્યું હતું હું તેવું જ લઈને આવ્યો છું.” જ્યારે ગ્રાહકે ફરિયાદ કરવા માટે કસ્ટમર કેરનો નંબર લગાવ્યો, ત્યારે તે સ્કેમર્સનો નીકળ્યો અને તેની સાથે ફ્રોડ થઈ ગયું.

રિફંડ માટે ડાઉનલોડ કરી એપ

Rakesh Patidar નામના એક X (ટ્વિટર) યૂઝરે આ ફિશિંગ સ્કેમની જાણકારી આપી છે. તેમની પોસ્ટ મુજબ, ફાટેલી થેલીની ફરિયાદ કરવા માટે ગ્રાહકે ગૂગલ પર ફૂડ ડિલિવરી કંપનીનો કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો. અવારનવાર લોકો આવું જ કરતા હોય છે અને સર્ચ રિઝલ્ટમાં ટોપ પર આવેલા નંબર પર કોલ કરી દીધો. ફોન ઉપાડનાર વ્યક્તિએ પોતાને ‘કસ્ટમર કેર’ ગણાવ્યો અને કહ્યું કે તમારા દહીંના પૈસા રિફંડ મળી જશે, પરંતુ તેના માટે એક નાની એપ ડાઉનલોડ કરવી પડશે.

- Advertisement -

APK ફાઈલ દ્વારા થયું સ્કેમ

ફોન પર કસ્ટમર કેર તરીકે વાત કરનાર વ્યક્તિએ ગ્રાહક પાસે એક APK ફાઈલ ડાઉનલોડ કરાવી દીધી. પછી કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા કહ્યું. પ્રોસેસ ફોલો કરવાની થોડી જ મિનિટોમાં વ્યક્તિનો ફોન ઠગોએ કંટ્રોલ કરી લીધો. પછી થોડી વાર બાદ તેના બેંક એકાઉન્ટમાંથી 80,000 રૂપિયા નીકળી ગયા.

નકલી કસ્ટમર કેર નંબરથી બચો

ઘણીવાર ગૂગલ સર્ચ અથવા ગૂગલ મેપ્સ પર હેકર્સ નકલી કસ્ટમર કેર નંબર નાખી દે છે. આ એક ફિશિંગ સ્કેમ હોય છે. લોકો ભરોસો કરીને તે નંબર પર કોલ કરે છે અને પછી APK ડાઉનલોડ, સ્ક્રીન શેર અથવા OTP ના બહાને ઠગીનો શિકાર બની જાય છે.

- Advertisement -

આવી રીતે રહો સાવધ

  • આ પ્રકારના સ્કેમથી બચવા માટે કસ્ટમર કેર નંબર હંમેશા કંપનીની સત્તાવાર વેબસાઇટ (Official Website) અથવા તેના એપના હેલ્પ સેન્ટરમાં જઈને જ મેળવો.

  • ગૂગલ સર્ચમાં દેખાતા નંબર પર કોલ કર્યા પછી તેમના દ્વારા કહેવામાં આવેલી બધી વાતો માનશો નહીં.

  • કોઈના કહેવા પર APK ફાઈલ અથવા રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરશો નહીં.

  • કોઈની પણ સાથે OTP, PIN કે બેંકની વિગતો શેર કરશો નહીં.

Share This Article