Instagram TV app: ઇન્સ્ટાગ્રામ ટેલિવિઝન માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરી રહ્યું છે, ટીવી પ્લેટફોર્મ પર પોતાના વીડિયો કન્ટેન્ટને વિસ્તૃત કરવા પર ફોકસ

Arati Parmar
2 Min Read

Instagram TV app: ઇન્સ્ટાગ્રામ હાલમાં ટીવી માટે એક સ્પેશિયલ એપ્લિકેશન પર કામ કરી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમના વીડિયો કન્ટેન્ટને હવે વધુ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ઇન્સ્ટાગ્રામ ફીચરથી યૂટ્યુબને ખૂબ જ મોટો ફટકો પડી શકે છે. યૂટ્યુબના વીડિયો ઘણાં લોકો ટીવી પર જુએ છે. આથી ઇન્સ્ટાગ્રામ દ્વારા હવે ટીવી માટે પણ એપ્લિકેશન આપવામાં આવી રહી છે. આ વાતને ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરી દ્વારા લોસ એન્જલસમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં કહેવામાં આવી છે.

ટીવી એપ્લિકેશન પર છે ફોકસ

- Advertisement -

આ વિશે ઇન્સ્ટાગ્રામ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જોકે એપના ચીફ દ્વારા એ વાત કહેવામાં આવી છે કે તેમણે વર્ષો પહેલાં ટીવી માટેની એપ્લિકેશન લોન્ચ કરવાની જરૂર હતી. આ વિશે એડમ મોસેરી કહે છે, ‘જો લોકો હવે ટીવીના પ્લેટફોર્મ પર જઈ રહ્યાં હોય તો હવે અમારે પણ ટીવી પર જવાની જરૂર છે.’

- Advertisement -
Share This Article