Laser Internet Taara Lightbridge: પ્રકાશના કિરણોથી ચાલશે ઇન્ટરનેટ! સ્ટારલિંકથી ૧૦૦ ગણી સ્પીડ અને ઓછી કિંમત, જાણો શું છે તારાની ‘લાઈટબ્રિજ’ ટેકનોલોજી

Arati Parmar
3 Min Read

Laser Internet Taara Lightbridge: મોબાઈલ ઇન્ટરનેટ ઉપરાંત ઇન્ટરનેટના બે મુખ્ય માધ્યમોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. પહેલું છે- ફાઈબર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ અને બીજું- સેટેલાઇટ ઇન્ટરનેટ. પરંતુ હવે એક અન્ય કંપનીએ હલચલ મચાવી દીધી છે. તેનું નામ ‘તારા’ (Taara) છે. થોડા સમય પહેલા સુધી તારા, ગૂગલની આલ્ફાબેટનો હિસ્સો હતી અને હવે અલગ થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, તારા, લેઝર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફાસ્ટ અને સસ્તું ઇન્ટરનેટ આપવાનું વચન આપી રહી છે. કંપનીએ પ્રકાશના કિરણોથી ચાલતી ઇન્ટરનેટ સિસ્ટમ બનાવી છે, જેને તે ‘લાઈટબ્રિજ’ (Lightbridge) કહે છે. આ એલન મસ્કની સ્ટારલિંક અને જીયો-એરટેલ જેવા ફાઈબર બ્રોડબેન્ડ કરતા પણ સસ્તું અને ફાસ્ટ હોઈ શકે છે.

પ્રકાશ કિરણોથી કેવી રીતે ચાલે છે ઇન્ટરનેટ

રિપોર્ટ અનુસાર, તારાએ જે નેટવર્ક બનાવ્યું છે, તેમાં પ્રકાશના કિરણોની મદદથી ડેટા ટ્રાન્સમિટ કરવામાં આવે છે. આ દરમિયાન જે નેટવર્ક તૈયાર થાય છે, તેને લાઈટબ્રિજ કહેવાય છે. દાવો છે કે લાઈટબ્રિજની મદદથી ૨૦ કિલોમીટર સુધી ડેટા પહોંચાડી શકાય છે. તેની સ્પીડ ૨૦GB પ્રતિ સેકન્ડ છે.

- Advertisement -

ટ્રાફિક લાઈટ જેટલી મોટી ડિવાઈસ

તારા પોતાના નેટવર્કને જોડવા માટે ટ્રાફિક લાઈટ જેટલી મોટી ડિવાઈસનો ઉપયોગ કરે છે. તેને છત કે થાંભલા પર લગાવી શકાય છે. ઇન્સ્ટોલેશન વખતે એ ધ્યાન રાખવાનું હોય છે કે ડિવાઈસની સામે કોઈ અવરોધ (ઓબ્જેક્ટ) ના આવે, કારણ કે તેના પર લાઈટ પડવી જરૂરી છે. જોકે આ આઈડિયા પહેલાથી જ અસ્તિત્વમાં છે પણ અત્યાર સુધી બહુ સફળ રહ્યો નહોતો. તારાએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ડિવાઈસને હાઈટેક બનાવી છે અને તેને સ્માર્ટ રીતે કામ કરવા માટે વિકસિત કરી છે.

આ ઇન્ટરનેટનો ફાયદો ક્યાં?

તારા જે નેટવર્ક તૈયાર કરી રહી છે, તેનો ઉપયોગ નદીવાળા વિસ્તારો, ખીણો અને અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડવા માટે કરી શકાય છે, જ્યાં અત્યાર સુધી કોઈ કનેક્ટિવિટી પહોંચી નથી. તારા જ્યારે આલ્ફાબેટ સાથે હતી, ત્યારે જ તેણે પોતાની સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. તેણે આફ્રિકાના કોંગોની રાજધાનીમાં આ ટેકનિકનો ઉપયોગ કર્યો. પછી કેન્યાના નૈરોબીમાં પોતાની ડિવાઈસ લગાવી. અમેરિકાના કેલિફોર્નિયાના એક હિસ્સામાં પણ કનેક્શન આપ્યા.

- Advertisement -

તારાના પ્રયોગો થયા સફળ

રિપોર્ટ અનુસાર, તારાનું કહેવું છે કે તેના પ્રયોગો સફળ રહ્યા છે. તેની સિસ્ટમ ઝડપથી સ્ટેબલ ઇન્ટરનેટ આપવા માટે સક્ષમ છે. આ તે વિસ્તારો માટે ફાયદાકારક છે, જ્યાં કેબલ ઇન્ટરનેટ નાખવામાં વધુ ખર્ચ આવે છે. કંપનીના સીઈઓ મહેશ કૃષ્ણાસ્વામીના જણાવ્યા અનુસાર, તેમની કંપની સ્ટારલિંકના એક નોર્મલ એન્ટેના કરતા ૧૦૦ ગણી ફાસ્ટ અને ઓછી કિંમતે ઇન્ટરનેટ આપી શકે છે.

આંગળીમાં આવી જાય તેવી ડિવાઈસ બનાવવાની તૈયારી

તારા આ વર્ષે તેની લાઈટબ્રિજ સિસ્ટમનું એક નાનું વર્ઝન લાવવાની તૈયારી કરી રહી છે. એક એવી ડિવાઈસ જે આંગળીમાં આવી જશે. આનાથી મોટી ડિવાઈસ ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ ઘટશે અને ઇન્સ્ટોલેશન પણ સરળ બની જશે. ડિવાઈસની મદદથી ઇન્ફ્રારેડ અને વિઝિબલ લાઈટ વચ્ચેના તરંગોનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સમિટ કરવામાં આવશે. આ ડિવાઈસ પણ ૨૦ કિલોમીટરની રેન્જમાં કામ કરશે.

- Advertisement -
Share This Article