Lava Play Max: દેશી કંપની લાવા એ પોતાનો નવો સ્માર્ટફોન Lava Play Max (લાવા પ્લે મેક્સ) લોન્ચ કરી દીધો છે. આ પ્લે સીરીઝમાં કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે અને ફુલ HD પ્લસ ડિસ્પ્લે અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ની ખૂબીઓ સાથે આવે છે. દાવો છે કે એન્ટરટેઇનમેન્ટ અને ગેમિંગ માટે ફોન ઉત્તમ છે, કેમ કે તેમાં વેપર ચેમ્બર કૂલિંગ ટેક્નોલોજી ઉપયોગ થઈ છે જે ફોનને વધારે હીટ (ગરમ) થવાથી બચાવશે. જોકે, બેટરીના સ્તર પર કંપનીએ કોઈ કમાલ નથી દેખાડ્યો અને 5000 mAh થી વધારે ક્ષમતા (કેપેસિટી) તે નથી આપી શકી. નવો લાવા સ્માર્ટફોન રિટેલ સ્ટોર્સમાંથી લઈ શકાશે.
Lava Play Max ની ભારતમાં કિંમત
Lava Play Max (લાવા પ્લે મેક્સ) ની કિંમત:
6GB રેમ મોડલ માટે 12,999 રૂપિયા છે.
તેનો 8 GB રેમ મોડલ 14,999 રૂપિયાનો છે.
Lava Play Max ના ફિચર્સ, સ્પેસિફિકેશન્સ
Lava Play Max માં 6.72 ઇંચનો FHD+ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આ 120Hz નો રિફ્રેશ રેટ ઓફર કરે છે. નવા લાવા સ્માર્ટફોનમાં મીડિયાટેકનો ડાયમેન્સિટી 7300 ચિપસેટ ઉપયોગ થયો છે જે 4nm પ્રોસેસ પર બનેલો છે. આમાં 6 અને 8 GB LPDDR4X રેમ આપવામાં આવી છે. 128 GB સ્ટોરેજ મળે છે અને UFS 3.1 આપવામાં આવ્યું છે.
Lava Play Max ના સ્ટોરેજને SD કાર્ડ લગાવીને 1 TB (ટીબી) સુધી વધારી (એક્સપાન્ડ) શકાય છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો AI કેમેરા આપવામાં આવ્યો છે જે ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન ને સપોર્ટ કરે છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
Lava Play Max બેટરી
લાવા ને લઈને યુઝર્સ અવારનવાર એ ફરિયાદ કરે છે કે કંપની 5 હજાર mAh થી વધારે મોટી બેટરી નથી આપી રહી. Lava Play Max સાથે પણ આ ફરિયાદ કાયમ રહે છે. ફોનમાં મળનારી 5 હજાર mAh ની બેટરી ફક્ત 33 વોટની ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે. આ પ્રાઇસ રેન્જમાં રિયલમી અને શાઓમી જેવી કંપનીઓ 6 હજાર mAh અને તેનાથી પણ વધારે ક્ષમતાવાળા સ્માર્ટફોન્સ આપી રહી છે. Lava Play Max એન્ડ્રોઇડ 15 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેને બે કલર્સ (રંગો) – ડેક્કર બ્લેક અને હિમાલય વાઇટ માં લાવવામાં આવ્યો છે.
લાવાનું કહેવું છે કે આ ફોન સાથે યુઝર્સ ખૂબ આરામથી કોલ ઓફ ડ્યૂટી મોબાઇલ ગેમ, ફ્રી ફાયર, બીજીએમઆઈ વગેરે પ્લે (રમી) શકે છે. આ ફોન IP54 રેટિંગ સાથે આવે છે અને ધૂળ તથા પાણીથી થનારા નુકસાનથી બચેલો રહે છે.

