myScheme portal: યોજના તમારા દ્વારે! માત્ર ૩ સ્ટેપ્સમાં મોબાઈલ પરથી શોધો તમારા લાયક સરકારી સ્કીમ્સ, જાણો શું છે આ નવું ડિજિટલ પ્લેટફોર્મ

Arati Parmar
2 Min Read

myScheme portal: આજના સમયમાં સામાન્ય નાગરિકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઘણી યોજનાઓ ચાલી રહી છે. જોકે ઘણી યોજનાઓ વિશે લોકોને ઓછી ખબર હોય છે. સાચી જાણકારી ન હોવાને કારણે લોકોને ખબર નથી પડી શકતી કે તેઓ સરકારની કઈ સ્કીમ માટે યોગ્ય છે. ઘણીવાર લોકોને એ નથી ખબર હોતી કે કઈ સ્કીમ માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે, વળી, ઘણીવાર લોકોને યોજના સાથે જોડાયેલી જરૂરી શરતોની જાણકારી હોતી નથી. એવામાં myScheme પોર્ટલ સામાન્ય લોકોના કામ આવી શકે છે. આના દ્વારા તમે જાણી શકો છો કે સરકારની કઈ સ્કીમ તમારા માટે છે. ચાલો, આના વિશે વિગતે જાણીએ.

શું છે myScheme પોર્ટલ?

ભારત સરકારનું એક ડિજિટલ પ્લેટફોર્મ myScheme લોકોને તેમના માટે સાચી સરકારી સ્કીમ શોધવામાં મદદ કરે છે. આની મદદથી નાગરિકો એ સરળતાથી જાણી શકે છે કે તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની કઈ યોજનાઓ માટે પાત્ર છે. આ તમારી પર્સનલ જાણકારી જેવી કે ઉંમર, લિંગ, આવક, વ્યવસાય, સામાજિક વર્ગ, રાજ્ય વગેરેના આધારે સરકારી સ્કીમ બતાવે છે. એટલે કે તમારે અલગ-અલગ વેબસાઇટ પર જઈને જાણકારી શોધવાની જરૂર નથી. આ પોર્ટલ દ્વારા યોગ્યતા, વર્ગ અને ઉંમરના આધારે તમે સરકારની યોજનાઓ જાણી શકો છો.

- Advertisement -

તમામ સરકારી સ્કીમ એક જગ્યાએ

આ સરકારી પ્લેટફોર્મ પર કેન્દ્ર અને તમામ રાજ્યોની બધી જ યોજનાઓ ઉપલબ્ધ છે. સ્કોલરશિપ, કિસાન યોજનાઓ, મહિલા અને બાળ કલ્યાણ સ્કીમ, પેન્શન, સ્વાસ્થ્ય વીમો અથવા રોજગાર સાથે જોડાયેલી યોજનાઓની દરેક જાણકારી આ પોર્ટલ પર મળી જશે.

ફોનથી ખબર પડી જશે બધી જાણકારી

Digital India એ પોતાના સત્તાવાર એક્સ (X) એકાઉન્ટ પરથી આ પોર્ટલનો ઉપયોગ કરવાની રીત બતાવી છે. તમે તમારા ફોનથી સરકારી સ્કીમ વિશે જાણી શકો છો. આ માટે તમારે કેટલીક જરૂરી વિગતો જેવી કે- તમારી આવક, ઉંમર અને લોકેશન વગેરે નાખવી પડશે.

- Advertisement -

ત્રણ સિમ્પલ સ્ટેપમાં થઈ જશે કામ

સ્ટેપ ૧: સૌથી પહેલા તમારા ડિવાઈસ પર myScheme પોર્ટલ ઓપન કરો. ત્યારબાદ ‘Find Schemes for you’ પર ક્લિક કરી દો.

સ્ટેપ ૨: હવે તમારી સામે એક નવું પેજ ઓપન થઈને આવશે. તેમાં જરૂરી વિગતો- ઉંમર, રાજ્ય, આવક વગેરે નાખવી પડશે.

- Advertisement -

સ્ટેપ ૩: ત્યારબાદ તમારા દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે સ્કીમ તમારી સ્ક્રીન પર આવી જશે.

Share This Article