OpenAI ProjectMercury: OpenAIનો નવો પ્રોજેક્ટ મર્ક્યુરી: AIને ફાઇનાન્સ ટ્રેનિંગથી જુનિયર બેન્કર્સની નોકરી પર ખતરો

Arati Parmar
3 Min Read

OpenAI ProjectMercury: OpenAI દ્વારા હાલમાં જે પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે એના કારણે જુનિયર બેન્કર્સની નોકરી પર ખતરો આવી શકે છે. OpenAI દ્વારા હાલમાં 100થી વધુ ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેઓ OpenAIના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલને ફાઇનાન્શિયલ મોડલ તૈયાર કરવા માટે ટ્રેઇન કરશે. આથી જુનિયર બેન્કર્સ દ્વારા કરવામાં આવતાં કામ માટે હવે તેમને કોઈની જરૂર નહીં પડે.

આ ટીમમાં જીપી મોર્ગન ચેસ એન્ડ કંપની, મોર્ગન સ્ટેન્લી અને ગોલ્ડમેન સેચ્સ ગ્રૂપના ભૂતપૂર્વ બેન્કર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે એને મર્ક્યુરી નામ આપવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર આ ટીમમાં કામ કરનાર બેન્કર્સને એક કલાકના 150 અમેરિકન ડોલર રૂપિયા ચકાસવામાં આવે છે. આ માટે તેઓ AIને વિવિધ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે ટ્રેઇનિંગ આપે છે જેમાં રીસ્ટ્રક્ચરિંગ અને IPOsનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -
Share This Article