WhatsApp AI image generation feature: WhatsAppમાં નવું AI ફીચર, હવે ટેક્સ્ટ લખતાં જ બનાવી શકાશે કસ્ટમ તસવીર

Arati Parmar
By Arati Parmar 1 Min Read

WhatsApp AI image generation feature: મેટા- માલિકીનું WhatsApp તેના પ્લેટફોર્મમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ ઉમેરીને યુઝર્સના અનુભવને સુધારવા માટે કામ કરી રહ્યું છે. કંપનીએ હવે પ્લેટફોર્મમાં એક નવી AI ફીચર એડ કર્યું છે, જે યુઝર્સને ટેક્સ્ટ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં સીધા જ કસ્ટમ AI તસવીર બનાવીને શેર કરી શકે છે. આ સુવિધા હાલમાં મર્યાદિત બીટા યુઝર માટે ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં બધા યુઝર માટે રોલઆઉટ કરવામાં આવશે.

AI થી કેવી રીતે તસવીર બનાવવી 

- Advertisement -

AI થી તસવીર  બનાવવા માટે WhatsApp ખોલો, સ્ટેટસ અપડેટ્સ માટે નવી ટેબ પસંદ કરો અને AI તસ્વીર વિકલ્પ પર જાઓ.

એ પછી, ટેક્સ્ટ પ્રોમ્પ્ટમાં તસવીરનું વર્ણન લખો, જેમ કે ‘સમુદ્ર પર સૂર્યાસ્ત,’ ‘રાત્રે સાયબરપંક શહેર,’ અથવા તમારી પસંદગીનું બીજું કંઈક વર્ણન લખો.

- Advertisement -

મેટા AI તમારા પ્રોમ્પ્ટના આધારે વિવિધ તસવીરો જનરેટ કરશે. તમે હવે તમારી મનપસંદ તસવીર પસંદ કરી શકો છો અથવા નવા પરિણામો જોવા માટે પ્રોમ્પ્ટ બદલી શકો છો.

કસ્ટમાઇઝ કરો અને શેર કરો

પસંદ કરેલા ફોટાને તમારી પસંદ મુજબ કૅપ્શન, સ્ટીકરો, ટેક્સ્ટ, ડ્રોઇંગ, ક્રોપિંગ અથવા રોટેશન દ્વારા કસ્ટમાઇઝ કરી શકાય છે. યુઝર્સ પછી તેને સીધા જ WhatsApp સ્ટેટસ તરીકે શેર કરી શકે છે.

Share This Article