X handle marketplace feature: ઇલોન મસ્કના X પર હવે ખરીદી શકાશે મનપસંદ યુઝરનેમ, નવું ફીચર લાવશે હેન્ડલ માર્કેટપ્લેસ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

X handle marketplace feature: ઇલોન મસ્કની માલિકીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હવે નવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. એને X હેન્ડલ માર્કેટપ્લેસ નામ આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી Xના યુઝર્સ હવે તેમની ઇચ્છાનું યુઝરનેમ ખરીદી શકશે. જોકે આ ફીચર દરેક માટે નથી. આ ફીચરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આથી કયા યુઝરને કયું ફીચરનો લાભ મળશે એ કેટેગરીના હિસાબે આપવામાં આવ્યું છે. X દ્વારા હંમેશાં યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે, પરંતુ એ માટે રકમ ચૂકવવી પડે છે જેનો સીધો ફાયદો કંપનીને થાય છે.

આ ફીચર કેવી રીતે કામ કરશે?

- Advertisement -

Xનું પહેલાં નામ ટ્વિટર હતું. આથી વર્ષોથી ઉપયોગમાં લેનાર યુઝર્સ દ્વારા ઘણાં નામ પોતાના કરી લેવામાં આવ્યાં છે. આથી કોઈ યુઝર્સને પોતાનું નામ યુઝરનેમ તરીકે જોઈતું હોય તો એ ન મળી શકે એવું બની શકે છે. આથી X દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી અગાઉ જે પણ વ્યક્તિએ કેટલાક યુઝરનેમ પોતાના નામે કરી લીધા હોય તો એ અન્ય યુઝર મેળવી શકશે. જોકે આ માટે શરત એ છે કે એ યુઝરનું એકાઉન્ટ ઇનએક્ટિવ હોવું જોઈએ. ઇનએક્ટિવ યુઝર્સના નામ અન્ય યુઝર્સ હવે મેળવી શકશે.

ફીચર્સની કેટેગરી

X દ્વારા જે ફીચર્સ રજૂ કરવામાં આવી રહ્યું છે એને બે કેટેગરીમાં વહેંચવામાં આવી રહ્યું છે. આ બે કેટેગરી છે પ્રાયોરિટી અને રેર (ભાગ્યે જ જોવા મળે એવું). આ ફીચરમાં પ્રાયોરિટી કેટેગરીના યુઝરનેમ ફ્રીમાં આપવામાં આવશે, જોકે એ પણ સબ્સ્ક્રિપ્શન ધરાવતાં યુઝર્સ જ આ મેળવી શકશે. ફ્રીમાં મેળવી શકે એ યુઝરનેમમાં નામ, એક કરતાં વધુ શબ્દોવાળું યુઝરનેમ, આલ્ફાન્યુમેરિક યુઝરનેમનો સમાવેશ થાય છે.

બીજી તરફ રેર યુઝરનેમને ખરીદવામાં પડશે. આ યુઝરનેમ 2500 અમેરિકન ડોલરથી લઈને સાત આંકડા સુધીની રકમ સુધી પહોંચી શકે છે. આ કિંમત યુઝરનેમની યુનિકનેસ અને ડિમાન્ડના આધારે નક્કી કરવામાં આવશે.

નવું યુઝરનેમ ખરીદતાં જૂનું યુઝરનેમ અટકાવી દેવામાં આવશે

યુઝર જ્યારે X હેન્ડલ માર્કેટપ્લેસમાંથી નવું યુઝરનેમ ખરીદશે ત્યારે તેનું જૂનું યુઝરનેમ અટકાવી દેવામાં આવશે. એટલે કે એને સાઇડ પર કરી દેવામાં આવશે. ભવિષ્યમાં કંપની આ રીડાયરેક્ટ કરવા માટે પણ પૈસા માંગી શકે છે. જોકે X યુઝર દ્વારા જ્યારે તેનું સબ્સ્ક્રિપ્શન બંધ કરવામાં આવશે અથવા તો એને ડાઉનગ્રેડ કરવામાં આવશે ત્યારે આ નવું યુઝરનેમ જતી રહેશે અને એનું જૂનું એટલે કે પહેલાં જે હતું એ યુઝરનેમ આવી જશે.

માર્કેટપ્લેસ દ્વારા ખરીદેલું નવું યુઝરનેમનું એક્સેસ તેમની પાસેથી જતી રહેશે. જો તેમણે થોડા દિવસ બાદ ફરી સબ્સ્ક્રિપ્શન ખરીદ્યું અને ત્યાં સુધીમાં એ યુઝરનેમ અન્ય વ્યક્તિએ ખરીદી લીધું હશે તો એને ફરી નહીં ખરીદી શકાય. આથી સબ્સ્ક્રિપ્શન હંમેશાં ચાલું રાખવું જરૂરી બની જશે જે કંપની દ્વારા કમાણી કરવાનો એક રસ્તો છે.

Share This Article