Google Account Recovery Feature: ગૂગલ દ્વારા હવે તેમનું નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી હવે ગૂગલ એકાઉન્ટને રિકવર કરવું ખૂબ જ સરળ થઈ ગયું છે. આ ફીચરને રિકવરી કોન્ટેક્ટ નામ આપવામાં આવ્યું છે. એપલ એકાઉન્ટમાં જે રીતે રિકવરી કોન્ટેક્ટ છે એ જ રીતે ગૂગલ દ્વારા પણ એને લોન્ચ કરવામાં આવ્યું છે. આ કોન્ટેક્ટની મદદથી યુઝર્સ કોઈ પણ ડેટાને ખોયા વગર એકાઉન્ટ રિકવર કરી શકે છે. હેકિંગ અથવા તો ડિવાઇસ ચોરી થઈ ગઈ હોય ત્યારે એકાઉન્ટનું એક્સેસ જતી રહે ત્યારે આ ફીચર ખૂબ જ કામ આવી શકે છે. આ માટે યુઝર દ્વારા ફ્રેન્ડ્સ અથવા તો ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિને પસંદ કરી શકે છે. આ વ્યક્તિ જેતે યુઝરની ઓળખ આપશે અને ત્યાર બાદ રિકવરી પ્રોસેસને શરૂ કરશે.
રિકવરી કોન્ટેક્ટ કેવી રીતે કામ કરશે?
યુઝરને જ્યારે પોતાના એકાઉન્ટમાંથી લોકઆઉટ કરવામાં આવે ત્યારે યુઝર બેકઅપ મેથડ તરીકે રિકવરી કોન્ટેક્ટનો ઉપયોગ કરી શકે છે. આથી પસંદ કરેલા કોન્ટેક્ટ પર વેરિફિકેશન નંબર જશે. આ વેરિફિકેશન નંબર 15 મિનિટ સુધી માન્ય રહેશે. આ નંબરનો ઉપયોગ કરીને યુઝર તેના એકાઉન્ટને રિકવર કરી શકે છે. આ માટે યુઝર વધુમાં વધુ 10 રિકવરી કોન્ટેક્ટને એડ કરી શકશે. જોકે આ માટે તેમણે પણ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરવી પડશે.
મોબાઇલ નંબર દ્વારા સાઇન-ઇન કરતાં થશે રિકવરી
રિકવરી કોન્ટેક્ટની સાથે ગૂગલ દ્વારા સાઇન-ઇન માટેની નવી પદ્ધતિને લોન્ચ કરવામાં આવી રહી છે. રિકવરી મેથડ તરીકે હવે યુઝર્સ પોતાના મોબાઇલ નંબર દ્વારા સાઇન-ઇન કરવાનું રહેશે. આ દ્વારા ગૂગલનું ટૂલ ઓટોમેટિક આ નંબર સાથે જેટલા પણ એકાઉન્ટ જોડાયેલા હશે એને શોધી કાઢશે. ત્યાર બાદ લોક-સ્ક્રીન પાસકોડ અથવા તો પેટર્ન દ્વારા એકાઉન્ટને ઓપન કરી શકાશે. આ ફીચરને દુનિયાભરમાં રજૂ કરવામાં આવ્યું છે. ગૂગલ દ્વારા હવે સ્પેમ લિંક ડિટેક્શન ટૂલનો સમાવેશ ગૂગલ મેસેજમાં પણ કરવામાં આવ્યો છે. આથી આ ટૂલ યુઝર્સને સાઇબર ક્રાઇમ હેઠળ રક્ષણ આપશે.
ગૂગલ મેસેજમાં સમાવેશ કરવામાં આવ્યો કી વેરિફાયરનો
ગૂગલ દ્વારા હવે ગૂગલ મેસેજમાં કી વેરિફાયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દ્વારા સામેની વ્યક્તિની ઓળખ થયા બાદ એના મેસેજ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ છે એ વિશે જાણી શકાશે. વોટ્સએપમાં આ કીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે નવી ચેટ શરૂ કરવામાં આવે ત્યારે આ કી જોવા મળે છે. એન્ડ્રોઇડ 10 અને ત્યાર બાદના યુઝર્સ કોન્ટેક્ટ વેરિફિકેશન માટે QR કોડ પણ સ્કેન કરી શકે છે. યુઝર્સને ફ્રોડ અને સ્કેમ સામે માહિતી આપવા અને તેમને જાગરૂક કરવા માટે ગૂગલ દ્વારા ‘બી સ્કેમ રેડી’ ગેમ લોન્ચ કરવામાં આવી છે. એના દ્વારા યુઝર્સને તમામ માહિતી મળશે.