Google Meet virtual makeup: ગૂગલ મીટમાં નવું AI વર્ચ્યુઅલ મેકઅપ ફીચર, મીટિંગમાં સ્ત્રીઓ માટે સરળતા

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Google Meet virtual makeup: ગૂગલ મીટ દ્વારા હાલમાં જ એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર ખાસ કરીને મહિલાઓને ઘણું કામ આવી શકે છે. ઘણી વાર એવું થતું હોય છે કે ઓફિસની મીટિંગ ગમે ત્યારે થતી હોય છે. ઘણી વાર ઇમરજન્સી કોન્ફરન્સ કોલ પણ આવી શકે છે. આ સમયે બિઝનેસ મીટિંગમાં સારા દેખાવું જરૂરી બને છે. આથી મહિલાઓને મેકઅપ માટે સમય લાગી શકે છે. જોકે ગૂગલ દ્વારા હવે આ માટે વર્ચ્યુઅલ મેકઅપ ફીચર લોન્ચ કર્યું છે.

12 લૂકનો કર્યો છે સમાવેશ

- Advertisement -

આ ફીચરનો ઉપયોગ કરીને મેકઅપ માટે કોઈ પ્રોડક્ટની જરૂર નહીં પડે. આ માટે ગૂગલ મીટમાં પહેલેથી 12 લૂક આપ્યા છે. એમાંથી યુઝર પોતાની જરૂરિયાત અને ઇચ્છા મુજબનું લૂક પસંદ કરી શકે છે. એનાથી તે બોલ્ડ અને ગ્લેમરસ દેખાઈ શકે છે અને એ પણ કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર.

કઈ ડિવાઇસ પર કરી શકાશે ઉપયોગ?

ગૂગલ મીટના વેબ અને મોબાઇલ બન્ને વર્ઝન પર આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. જોકે આ ફીચર દરેક માટે ફ્રીમાં નથી. આ ફીચરનો ઉપયોગ થોડા દિવસ માટે યુઝર્સ કરી શકશે. જોકે ત્યાર બાદ એનો ઉપયોગ કરવા માટે વર્કસ્પેસ, ગૂગલ વન અથવા તો એજ્યુકેશન પ્લસમાંથી કોઈ પણ સબ્સ્ક્રિપ્શન લીધેલું હોવું જરૂરી છે.

ફિલ્ટર નહીં મેકઅપ

ગૂગલ મીટમાં પહેલાં ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એમાં યુઝર્સ કાર્ટૂન જેવા દેખાતા અને ઘણી વાર સમસ્યા પણ આવતી હતી. જોકે હવે ગૂગલ દ્વારા એડવાન્સ ફેશિયલ મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના દ્વારા યુઝર્સના ચહેરા પર ફાઉન્ડેશન, લિપસ્ટિક અને બ્લશ દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે જોવા મળશે. તેમ જ ચહેરાની હલનચલન કરવામાં આવે તો પણ એ એવું ને એવું દેખાશે. સામે વાળી વ્યક્તિને ખબર સુદ્ધા નહીં પડે કે યુઝર રિયલમાં મેકઅપ વગર છે. આ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલગ-અલગ લાઇટિંગ કન્ડિશનને જાણશે અને ઓટોમેટિક સ્ટુડિયો સ્ટાઇલ જેવી ઇફેક્ટ આપશે.

સમયનો બચાવ કરતું ફીચર

ગૂગલનો વર્ચ્યુઅલ મેકઅપ કોઈ ઇફેક્ટ માટે નથી. આ ફીચરને ખાસ કરીને પ્રોફેશનલ લોકો માટે બનાવવામાં આવ્યું છે. છેલ્લી ઘડીએ મીટિંગ જોઈન કરવી પડતી હોય અને તેમને મેકઅપ કરવાનો પણ સમય ન મળે એવી વ્યક્તિ માટે આ ફીચર છે. એની મદદથી યુઝર્સ પોતાને આખા દિવસમાં થાકેલા હોવા છતાં પોતાને સ્ક્રીન પર વધુ સારી રીતે દેખાડી શકશે.

જીવનને સરળ બનાવવા માટે AIનો ઉપયોગ

રીમોટ વર્ક કરતાં અને ઓનલાઇન મીટિંગ કરનાર વ્યક્તિ માટે આ ફીચર ખૂબ જ કામનું છે. AIનો ઉપયોગ હવે આ પ્રકારે પણ થઈ રહ્યો છે જેથી હવે લોકોનું જીવન વધુ સરળ બની શકે. તેમને કોઈ પણ પ્રકારની ભાગદોડ નહીં કરવી પડે. તેમ જ છેલ્લી ઘડીએ પણ પોતાને પ્રેઝન્ટેબલ દેખાડી શકાય એ માટે આ ફીચર ખૂબ જ કામનું છે.

Share This Article