Drishti Satellite: બેંગલોરની સ્પેસ-ટેક કંપની GalaxEye ભારતની પહેલી પ્રાઇવેટ કમર્શિયલ સેટેલાઇટ ‘દૃષ્ટિ’ને આવતાં વર્ષે લોન્ચ કરી રહી છે. 2026ના માર્ચ સુધીમાં એને લોન્ચ કરવામાં આવશે. ભારતના પ્રાઇવેટ સેક્ટરમાં આ ખૂબ જ મોટી સિદ્ધિ છે. આ એક 160 કિલોગ્રામની સેટેલાઇટ છે જેને SpaceX મિશન હેઠળ લોન્ચ કરવામાં આવશે. ઇન્ડિયાની સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ જ મોટી વાત છે જ્યાં કમર્શિયલ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી રહી છે.
દૃષ્ટિમાં છે લેટેસ્ટ ટેક્નોલોજી
દૃષ્ટિ સેટેલાઇટ્સમાં GalaxEyeની SyncFused OptoSAR ઇમેજિંગ ટેક્નો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ઓપ્ટિકલ અને સિન્થેટિક એપર્ચર રડારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બન્ને ટેક્નોલોજી સિંગલ પ્લેટફોર્મ પર કામ કરશે. પહેલી વાર આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ દુનિયામાં કોઈ કરી રહ્યું છે. આ સેટેલાઇટ્સની મદદથી એડવાન્સ જિયોસ્પેશિયલ એનાલિસિસ ડેટા મળશે. બોર્ડર સર્વેલન્સ, ડિસાસ્ટર મેનેજમેન્ટ, ડિફેન્સ યુટિલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોનિટર કરવા જેવી ઘણી બાબતો માટે એનો ઉપયોગ કરી શકાય છે.
સેટેલાઇટના ફીચર્સ શું છે?
દૃષ્ટિની સાઇઝ એક ક્યુબિક મીટર છે અને એમાં 3.5mનું એન્ટેના છે. એનું રિઝોલ્યુશન 1.5 મીટરનું છે. દુનિયાને ફરવા માટે એકને સાતથી દસ દિવસનો સમય લાગે છે. મલ્ટી સેન્સર ફ્યુઝન ટેક્નોલોજીને કારણે ઘણી બધી કામગીરી એના દ્વારા કરી શકાશે.
ટેસ્ટિંગ બાદ સરકાર કરી શકે છે કોલાબોરેશન
કંપની દ્વારા અત્યાર સુધી ડ્રોન્સનો ઉપયોગ કરીને અંદાજે 500 જેટલાં એરિયલ ફ્લાઇટ્સ દ્વારા એને ટેસ્ટ કરવામાં આવી છે. કેસ્ના એરક્રાફ્ટના હાઇ-એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ ડ્રોન દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યું હતું. કંપનીએ ઇસરોના POEM મિશન હેઠળ PSLV પ્લેટફોર્મ દ્વારા પેલોડને પણ લોન્ચ કર્યું હતું. આ કંપની હાલમાં સરકાર સાથે વાત કરી રહી છે, ડિફેન્સ અને એગ્રિકલ્ચર બન્નેના મિનિસ્ટર સાથે ચર્ચા ચાલી રહી છે અને તેઓ સાથે મળીને કામ કરે એવા એંધાણ પણ છે.