WhatsApp Meta AI ban third-party chatbots: મેટાનો મોટો નિર્ણય: 2026થી વોટ્સએપ પર માત્ર મેટા AI જ ચાલશે, થર્ડ-પાર્ટી ચેટબોટ્સ થશે બેન

Arati Parmar
By Arati Parmar 2 Min Read

WhatsApp Meta AI ban third-party chatbots: મેટા દ્વારા એક ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વોટ્સએપ યૂઝર્સ હવે થર્ડ-પાર્ટી AI ચેટબોટનો ઉપયોગ નહીં કરી શકે. મેટા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો એ પાછળનું કારણ એ છે કે કંપની એવું ઇચ્છી રહી છે કે તેમના યૂઝર્સ હવે વોટ્સએપ પર ફક્ત મેટા AIનો જ ઉપયોગ કરે. આ માટે હવે થર્ડ-પાર્ટી AI ચેટબોટને બેન કરી દેવામાં આવશે. એના કારણે ચેટજીપીટી અને અન્ય AI ચેટબોટને ખૂબ જ મોટો ઝટકો લાગશે.

ક્યારે લાગુ પડશે આ નિયમ?

- Advertisement -

મેટાનો આ નવો નિર્ણય 2026ની 15 જાન્યુઆરીથી લાગુ પડશે. ત્યાર બાદ યૂઝર્સ વોટ્સએપ પર મેટા AI સિવાય અન્ય કોઈ પણ AI ચેટબોટનો ઉપયોગ નહીં કરી શકે. આ માટે મેટા દ્વારા વોટ્સએપ બિઝનેસ APIને અપડેટ કરવામાં આવી છે. આ નવી પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે કોઈ કંપની ચેટબોટને જ પોતાની મુખ્ય સર્વિસ તરીકે ઓફર કરી રહી હોય તો હવે એ માટે વોટ્સએપ બિઝનેસ સોલ્યુશનનો ઉપયોગ યૂઝર્સ નહીં કરી શકશે.

બિઝનેસ પર પડશે અસર?

મેટા દ્વારા કહેવામાં આવ્યું છે કે ટ્રાવેલ કંપની અને ઇ-કોમર્સ બ્રાન્ડ્સની સાથે અન્ય બિઝનેસ કંપનીઓ જેઓ ઓટોમેટેડ કસ્ટમ સર્વિસ બોટ્સનો ઉપયોગ કરી રહી છે તેમના બિઝનેસને કોઈ અસર નહીં પહોંચે. આ નિર્ણયની સીધી અસર AI સ્ટાર્ટઅપ કંપનીઓ પર પડશે જેઓ ચેટબોટના આધારે આસિસ્ટન્ટ સર્વિસ પૂરી પાડે છે. મેટાનું કહેવું છે કે આ ટ્રેન્ડને કારણે મેટાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ સિસ્ટમ પર અસર પડી રહી છે.

મેસેજ લિમિટને સેટ કરશે મેટા

મેટા દ્વારા હવે સ્પેમને રોકવા માટે વોટ્સએપ પર એક નવો નિયમ બનાવવામાં આવી રહ્યો છે. આ નિયમના આધારે હવે મેસેજ મોકલવા પર લિમિટ લાગી શકે છે. મેસેજનો જવાબ ન મળતો હોય એ પ્રકારના મેસેજને સ્પેમ ગણવામાં આવી શકે છે અને એના કારણે તેમના પર મેસેજ સેન્ડ કરવાની લિમિટ આવી શકે છે. આ મેસેજ બિઝનેસની સાથે યૂઝર્સને પણ લાગુ પડી શકે છે. આગામી થોડા અઠવાડિયામાં આ નિયમનો અમલ લાવવા માટે એન પર ટેસ્ટ કરવામાં આવશે.

Share This Article