Order Gangajal online: તમે અત્યાર સુધી કપડાં, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, સ્માર્ટફોન અહીં સુધી કે ગોલ્ડની શોપિંગ ઓનલાઇન કરી હશે, પરંતુ શું તમે જાણો છો કે ઘરે બેઠા ઓનલાઇન ગંગાજળ પણ મંગાવી શકાય છે. ઇન્ડિયા પોસ્ટ એટલે કે પોસ્ટ ઓફિસ તરફથી આ સુવિધા આપવામાં આવી રહી છે. તમે ઘરે બેઠા ગંગોત્રીનું ગંગાજળ મેળવી શકો છો. કોઈ પણ ભારતીય માટે ગંગાજળ ખૂબ પવિત્ર હોય છે અને તેના ઘણા અર્થ હોય છે. તેને લાવવા માટે લોકો ઘણા કિલોમીટરની મુસાફરી કરે છે. હિન્દુઓમાં ઘરમાં ગંગાજળનું હોવું ખૂબ જરૂરી માનવામાં આવે છે. પૂજા-પાઠમાં તે ઘણું કામ આવે છે. હવે ગંગોત્રીનું ગંગાજળ મેળવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ ફોનથી જ ગંગાજળ તમારા ઘરે મંગાવી શકો છો.
ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ પર જાઓ
પોસ્ટ ઓફિસની આ સુવિધા દ્વારા તમે તમારા મોબાઈલ ફોનથી ગંગોત્રીનું ગંગાજળ ઘરે મંગાવી શકો છો. આની પ્રોસેસ ખૂબ સરળ છે. આ માટે તમારે બસ India Post ની ઈ-પોસ્ટ ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ તમે તમારી જરૂરિયાત મુજબ ગંગાજળ ઓર્ડર કરી શકો છો.
ફોલો કરો આ સ્ટેપ્સ
epostoffice.gov.in પર ક્લિક કરો.
ત્યારબાદ તમે સત્તાવાર વેબસાઇટ પર પહોંચી જશો.
હવે તમારે હોમ પેજ પર સૌથી ઉપર પ્રોડક્ટ સર્ચ કરવાનો ઓપ્શન મળશે. અહીં ‘Gangajal’ લખો.
તમારી સામે ત્રણ ઓપ્શન આવશે. તમે 250ml ના 4 પેક, 2 પેક અને એક પેક સિલેક્ટ કરી શકો છો.
ત્યારબાદ તમારે ‘Add to cart’ પર ક્લિક કરવું પડશે.
માંગવામાં આવી રહેલી વિગતો જેવી કે નામ અને સરનામું વગેરે નાખો. પછી પેમેન્ટ કરીને ઓર્ડર કન્ફર્મ કરી દો.
જાણકારી માટે જણાવી દઈએ કે વેબસાઇટ પર તમારા નંબરથી લોગ-ઈન કરવું પડશે. આ ઈ-કોમર્સથી ઓનલાઇન શોપિંગ કરવા જેવું જ છે.
સૌથી ઓછી કિંમત ૧૨૧ રૂપિયા
યાદ રહે કે 250 ml ના એક પેકની કિંમત ૧૨૧ રૂપિયા છે. બે બોટલ ગંગાજળ લેવા પર કિંમત ૨૦૧ રૂપિયા અને ૪ બોટલ ગંગાજળની કિંમત ૩૨૧ રૂપિયા છે. જો તમને ઓર્ડર કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમને જણાવી દઈએ કે 011-23372637 પર વાત કરીને સપોર્ટ ટીમ પાસેથી પણ મદદ લઈ શકાય છે. આ રીતે તમે સરળતાથી ઘરે જ ગંગોત્રીનું ગંગાજળ મંગાવી શકો છો.

