જો તમે Samsung Galaxy S25 FE 5G ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તક તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હાલમાં 50 મેગાપિક્સલ પ્રાથમિક કેમેરા અને 12 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરાવાળો Samsung નો આ સ્માર્ટફોન Amazon પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આ ફોનમાં 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવતી 4,900mAh બેટરી અને કંપનીનો Samsung Exynos 2400 પ્રોસેસર આપવામાં આવ્યો છે. ચાલો Samsung Galaxy S25 FE 5G પર મળતી ડીલ અને ઓફર વિશે વિગતવાર જાણીએ.
Samsung Galaxy S25 FE 5G કિંમત અને ઓફર્સ
Samsung Galaxy S25 FE 5Gના 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ઈ-કોમર્સ સાઇટ Amazon પર ₹45,299 સૂચિબદ્ધ કરવામાં આવી છે. બેન્ક ઓફરની વાત કરીએ તો Amazon Pay બેલેન્સથી ચુકવણી કરવા પર ₹1,358નું ડિસ્કાઉન્ટ મળી શકે છે, જેના પછી અસરકારક કિંમત ₹43,941 થઈ જાય છે. આ સ્માર્ટફોન તેની લોન્ચ કિંમતીની સરખામણીએ અંદાજે ₹22,300 સસ્તામાં મળી રહ્યો છે. ઉપરાંત એક્સચેન્જ ઓફરમાં તમારો જૂનો અથવા હાલનો સ્માર્ટફોન આપવાથી ₹35,050 સુધીની વધારાની બચત થઈ શકે છે. જોકે, એક્સચેન્જ ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવતા ફોનની હાલની સ્થિતિ અને મોડેલ પર આધારિત રહેશે. આ ફોન સપ્ટેમ્બર 2025માં ₹65,999ની કિંમતે લોન્ચ થયો હતો, એટલે કે હાલમાં તે લગભગ ₹22,000 સસ્તો મળી રહ્યો છે.
Samsung Galaxy S25 FE 5G ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy S25 FEમાં 6.7 ઇંચની Dynamic AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1080×2340 પિક્સલ, 120Hz રિફ્રેશ રેટ અને 1,900 નિટ્સ પીક બ્રાઇટનેસ છે. આ ફોન Samsung Exynos 2400 પ્રોસેસરથી સજ્જ છે. Galaxy S25 FE Android 16 આધારિત One UI 8 પર કાર્ય કરે છે. આ સ્માર્ટફોનમાં 4,900mAh બેટરી આપવામાં આવી છે, જે 45W વાયરડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડાયમેન્શનની વાત કરીએ તો ફોનની લંબાઈ 161.3 મીમી, પહોળાઈ 76.6 મીમી, જાડાઈ 7.4 મીમી અને વજન 190 ગ્રામ છે.
કેમેરા અને અન્ય સુવિધાઓ
કેમેરા સેટઅપની વાત કરીએ તો Galaxy S25 FEના પાછળના ભાગમાં 50 મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા, 8 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 4G, 5G, Wi-Fi, Bluetooth, GPS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. ધૂળ અને પાણીથી સુરક્ષા માટે આ ફોન IP68 રેટિંગ સાથે આવે છે. આ ફોન Generative Edit જેવા AI આધારિત એડિટિંગ ટૂલ્સને સપોર્ટ કરે છે. ઉપરાંત Googleના Circle to Search, Gemini Live અને અન્ય AI ફીચર્સનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.

