Samsung Revenue Record: સેમસંગની કમાણીમાં મોટો ઉછાળો, AI અને મેમરી ચિપ્સના કારણે કંપનીએ તોડ્યા રેવન્યુના તમામ રેકોર્ડ

Arati Parmar
2 Min Read
Samsung Revenue Record

Samsung Revenue Record: દક્ષિણ કોરિયાની ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રેવન્યુનો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ રેવન્યુ KRW 133.9 લાખ કરોડ (લગભગ 8,00,000 કરોડ રૂપિયા) રહી છે. આ અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં લગભગ 43 ટકાનો વધારો છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ પણ અત્યાર સુધીનો સૌથી હાઈ રહ્યો છે. જોકે, તેના ફાઉન્ડ્રી બિઝનેસમાં ઘટાડો થયો છે. સેમસંગે જણાવ્યું છે કે આગામી વર્ષ સુધી મેમરી કમ્પોનન્ટ્સની અછત જળવાઈ રહી શકે છે.

પ્રથમ ક્વાર્ટરમાં સેમસંગની કન્સોલિડેટેડ રેવન્યુ KRW 133.9 લાખ કરોડ અને ઓપરેટિંગ પ્રોફિટ KRW 57.2 લાખ કરોડ (લગભગ 3,00,000 કરોડ રૂપિયા) રહ્યો છે. કંપનીના ગ્રોથમાં ડિવાઈસ સોલ્યુશન્સ (DS) ડિવિઝન, ખાસ કરીને મેમરી કમ્પોનન્ટ્સના બિઝનેસનું મોટું યોગદાન છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલી ડિમાન્ડ વધવાથી અને મેમરી કમ્પોનન્ટ્સના માર્કેટમાં ટેકનિકલ રીતે અગ્રેસર હોવાનો કંપનીને ફાયદો મળી રહ્યો છે. સેમસંગના MX અને નેટવર્ક્સ બિઝનેસે કન્સોલિડેટેડ રેવન્યુમાં અનુક્રમે KRW 38.1 લાખ કરોડ (લગભગ 2,04,000 કરોડ રૂપિયા) અને ઓપરેટિંગ પ્રોફિટમાં KRW 2.8 લાખ કરોડ (લગભગ 18,000 કરોડ રૂપિયા) નું યોગદાન આપ્યું છે.

પ્રીમિયમ સ્માર્ટફોન્સની ડિમાન્ડ વધવાથી સેલ્સમાં ઉછાળો

પ્રીમિયમ સ્માર્ટફોન્સની ડિમાન્ડ વધવાથી કંપનીના ડિવાઈસ એક્સપિરિયન્સ (DX) ડિવિઝનના ક્વાર્ટર-દર-ક્વાર્ટર સેલ્સમાં લગભગ 19 ટકાનો વધારો થયો છે. સેમસંગે જણાવ્યું છે કે તેના ફાઉન્ડ્રી બિઝનેસ અને ડિસ્પ્લે ડિવિઝનમાં ઘટાડો રહ્યો છે. આની પાછળ સીઝનલ નબળાઈ, મેમરી પાર્ટ્સના મોંઘા ભાવ અને કોસ્ટનું પ્રેશર મુખ્ય કારણો છે.

- Advertisement -

કંપનીનું અનુમાન છે કે આ વર્ષના બીજા ભાગમાં મેમરી પાર્ટ્સની ડિમાન્ડ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસીસના કારણે મજબૂત બની રહેશે. સેમસંગના વિઝ્યુઅલ ડિસ્પ્લે અને ડિજિટલ એપ્લાયન્સીસ બિઝનેસની રેવન્યુમાં KRW 14.3 લાખ કરોડ અને ઓપરેટિંગ પ્રોફિટમાં KRW 0.2 લાખ કરોડ (લગભગ 1,200 કરોડ રૂપિયા) નો હિસ્સો છે. કંપનીએ જણાવ્યું છે કે મેમરી ચિપ્સ સાથે જોડાયેલી કસ્ટમર ડિમાન્ડ સામે તેની સપ્લાય ઓછી છે. સેમસંગનું અનુમાન છે કે ડિમાન્ડ અને સપ્લાયમાં આ તફાવત વધી શકે છે. આગામી કેટલાક મહિનામાં કંપનીની ફ્લેગશિપ ડિવાઈસીસ અને ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ લોન્ચ કરવાની યોજના છે. ફોલ્ડેબલ સ્માર્ટફોન્સના માર્કેટમાં વધારો થઈ રહ્યો છે. આ સેગમેન્ટમાં સેમસંગનો સૌથી વધુ હિસ્સો છે.

આ પણ વાંચો: AI Algorithm Revolution: આવી રહ્યું છે અલ્ગોરિધમનું વાવાઝોડું ,જબરદસ્ત ક્રાતિકારી યુગમાં આપણો પ્રવેશ – Newz Cafe

- Advertisement -
Share This Article