By : Reena Brahmbhatt
AI Algorithm Revolution: કાશ કયો સ્ટડી કરવો તે માટે મારી પાસે તેવું કોઈ હોય જે મને તેવી પરફેક્ટ સલાહ આપે કે મારી તો કેરીયર જ બની જાય,મારા માટે કઈ જોબ એકદમ મસ્ત રહેશે તેવી ક્યાંયથી સલાહ મળે. મારે મારી ફિટનેસ માટે ખાસ શું ખાવું-પીવું તે એકદમ યોગ્ય સલાહ મળે..તો આજે બધા મિત્રોએ એકદમ મસ્ત એક મુવી જોવું છે, પણ બધાને ગમે અને મઝા આવે તેવું મુવી વળી ક્યુ હોય ? ક્યાં ફરવા જવું તો 100 % સુંદર ડેસ્ટિનેશન જ રહે ..ક્યાં કપડાં મને સૌથી વધુ સુંદર લાગશે?
વગેરે ..વગેરે જેવી ડગલે ને પગલે નાની-મોટી , અતિ મહત્વની કે સાવ સામાન્ય તેમ તમામ પરફેક્ટ સલાહ કે સૂચન આપવા તેવો કોઈ જાદુઈ ચિરાગ હોય તો લાઈફ કેવી મસ્ત સડસડાટ કોઈપણ વિઘ્ન વગર જાય અને બધું જ પરફેક્ટ પણ બને.આમ તો આ માટે કદાચ તમે સૌથી પહેલા તો નાકનું ટીચકું ચડાવી તમે જ કહેશો કે, આમાં તમે શું મોટી વાત કરી આવી બધી સલાહ, સૂચનાઓ કે કાઉન્સિલિંગ માટે કાઉન્સેલર્સ , ડાયેટીશયન અવેલેબલ હોય જ છે ને..સાચું પરંતુ કેટલા લોકોને યોગ્ય અને પરફેક્ટ સલાહ મળી કે જેનાથી તેમની સમસ્યાઓ કે પ્રશ્નો જ સોલ્વ થઇ ગયા ?? તો મોટાભાગે ઘણા ખરાને નિરાશા જ હાથ લાગે.
પરંતુ હવે ખુબ ટૂંક સમયમાં આપણે તેવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ કે,જ્યાં નાની અમથી વાતમાં પણ તમે આ અલ્લાદીનના સજેશન લેશો.આમ તો શરૂઆત થઇ પણ ચુકી છે. પરંતુ આપણે હજી આ જિન એટલે પહેલા અર્થમાં AI મીન્સ આર્ટીફિશીઅલ ઇન્ટેલિજન્સ પણ અહીં આ અધૂરું છે આપણે અહીં અલગ પણ તેના રિલેટેડ મુદ્દાની વાત કરવાના છીએ.જો કે વળી તેના વિષે આપણે હજી ઘણી ગ઼લતફહેમીઓ ધરાવીએ છીએ.જે ક્યાંક સાચું કે ક્યાંક ખોટું પણ છે.
ત્યારે જાણી લો કે, તે બિલકુલ સત્ય છે કે, અલ્ગોરિધમ આવનારા સમયમાં આપણા જીવનના દરેક પહેલુને ધરમૂળથી બદલશે.તેમજ આ બદલાવ ફક્ત ટેક્નોલોજી સુધી જ સીમિત નહીં રહે, પરંતુ આપણું વિચારવાનું, કામ કરવાનું અને જીવન જીવવાનું તેમ દરેક બાબત પર આધિપત્ય જમાવશે.
ખેર અહીં આપણે આજે આવા ખાસ જાદુઈ ચિરાગ જેવા AI ના જ અલ્ગોરિધમ વિષે ખાસ વાત કરવાના છીએ અને તેના કામો કે જે આપણું જીવન ધરમૂળથી તે હદે બદલશે કે તેની સલાહ કે સૂચનો વગર આપણે તણખલા જેટલું પણ કામ જાતે નહીં કરીયે , અલ્ગોરિધમ તો જો કે અત્યારે પણ કામ કરે જ છે પરંતુ આ શરૂઆત છે હજી આપણે તેમાં બહુ ઊંડા નથી ઉતર્યા પણ નજીકમાં જ તેના અધધ ફાયદાઓ આપણે લઈશું.ત્યારે આજે આ અંગે અહીં આપણે ડિટેલમાં વાત કરીયે તો, સૌથી પહેલા તો આ અલ્ગોરિધમ છે શું ? તે સમજીએ તો,
એલ્ગોરિધમ એટલે શું? ઉદાહરણ તરીકે ,
એકદમ સિમ્પલ: ચા બનાવવાની રેસીપી.
પહેલા પાણી ગરમ કરો પછી ચા પત્તી નાખો , પછી ખાંડ, પછી દૂધ. આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એટલે એલ્ગોરિધમ.
વેલ હવે સાંભળો આવનારા સમયમાં એલ્ગોરિધમ આપણા જીવનમાં ક્યાં ક્યાં ઘૂસી જશે ?
1.તમારી આખી જિંદગી એલ્ગોરિધમ ચલાવશે સવારે ઊઠ્યાથી રાત્રે સુવા સુધી તમામ ક્રિયામાં ક્યાંકને ક્યાંક અલ્ગોરિધમ હશે.
નિર્ણય લેવાની શક્તિ :
આપણા લગભગ કોઈપણ મુદ્દાના 75 % સુધીના (જેમ કે, Job hiring ,Loan approval ,news curation ) મુદ્દાઓ જેવી અગણિત બાબતો માનવીના હસ્તક્ષેપ વિના કરી શકશે. દા.ત તમે લોન લેવા જાવ છો, ત્યારે તમારો સિબિલ સ્કોરથી લઇ તમારી આર્થિક સ્થિતિ કે લોન ભરવાની ત્રેવડ જેવી બાબતો અલ્ગોરિધમ ચકાશી નક્કી કરશે કે, તમને બેન્કે લોન આપવી કે નહીં, અલ્ગોરિધમ ના પાડશે તો પત્યું બેન્ક મેનેજર તમને કોઈપણ વાત સાંભળ્યા વિના ઘસીને ના જ પડશે.
કામકાજમાં મોટો બદલાવ : અલ્ગોરિધમ દિનચર્યાને (Repetitive taskas ) ને ઓટોમેટિક કરી આપશે.જેના થકી જોબ પેટર્ન પણ બદલાશે.
સ્વાસ્થ્ય સેવામાં ક્રાંતિ : નેનોબોટ્સ અને AI આધારિત અલ્ગોરિધમ શરીરમાં અંદર નસોમાં ઘૂસીને બીમારીઓની ઓળખ એડવાન્સમાં જ કરી નાખશે જેથી ઈલાજ બહેતર પરિણામ આપશે.
શિક્ષા અને શીખવુંમાં પણ આમૂલ બદલાવ : અલ્ગોરિધમ વ્યક્તિગત શિક્ષણ પથ (personalize learning paths )જેથી દરેક સ્ટુડન્ટ તેની પોતાની માનસિકતા અને સ્પીડ મુજબ અભ્યાસ કરી શકશે.
સ્માર્ટ વાતાવરણ : અલ્ગોરિધમ IOT (Internet of things ) સાથે મળીને ઘર અને શહેરોને વધુ સ્માર્ટ બનાવશે જે આપણા રૂટિનને સંશાધનો સાથે મળીને અનુકૂળ બનાવશે.
તે સિવાય,
– ઘડિયાળ:- તમારી ઊંઘ કેટલા કલાકની કે કેટલી થઇ તે ક્યારે જગાડવા એ એલ્ગોરિધમ નક્કી કરે
– ઇન્સ્ટા/યુટ્યુબ: તમને શું ગમે એ જોઈને જ રીલ બતાવે. એટલે તો તમે કલાકો સુધી તે જોયા કરો છો
– સ્વિગી/ઝોમેટો: વરસાદ પડે એટલે ગરમ ગરમ ભજીયાની જાહેરાત મોકલે
– ગૂગલ મેપ: કયા રસ્તે ટ્રાફિક ઓછો છે એ સેકન્ડમાં કહે
– ફોનનો કેમેરા: તમે કાળો હોય તો પણ ફોટો ગોરો કરી આપે
મતલબ: હવેના સમયમાં તમે કોઈપણ બાબત નક્કી નહીં કરો એલ્ગોરિધમ નક્કી કરશે કે તમારે શું કરવાનું છે ? શું ખાવાનું ? શું પીવાનું ? ક્યાં જવનું ? શું જોવાનું ? અલ્ગોરિધમ ન કેવળ વર્ચ્યુઅલ ટૂલ હશે બલ્કે તમે જાણે તેની એસેટ છો તેમ તમે જ વર્તશો.
2. નોકરી-ધંધામાં ધમાલ મચાવશે
આજે: 10% કામ એલ્ગોરિધમ કરે છે ,
2030 સુધીમાં: 70-80% કામ એલ્ગોરિધમ કરશે .
ક્યાં ક્યાં?
– ડોક્ટર એક્સ-રે જોઈને કેન્સર છે કે નહીં કેટલાય ટેસ્ટ્સ બાદ કહે છે તે AI 2 સેકન્ડમાં કહેશે. ડોક્ટર કરતાં એડવાન્સ અને બહેતર પરિણામ હશે.
– વકીલ: 1000 પાનાનો કેસ 1 મિનિટમાં વાંચીને પોઈન્ટ કાઢી આપશે.
– ખેડૂત: ડ્રોનથી ખેતર જોઈને કહેશે કે કયા ભાગમાં પાણી ઓછું છે, કઈ દવા નાખવી તે જણાવશે .
– શિક્ષક: તમને ગણિત ન આવડતું હોય તો તે તમારા હિસાબે સમજાવશે, આખા ક્લાસને એક જેવું નહીં ભણાવે, પણ વ્યક્તિલક્ષી ભણાવી શકશે..
– બેંક: લોન આપવી કે નહીં એ 5 સેકન્ડમાં નક્કી. તમારો CIBIL નહીં, તારી ઇન્સ્ટા પોસ્ટ પણ જોશે
3. સરકાર પણ એલ્ગોરિધમથી ચાલશે
– પોલીસને ક્યાં ચોરી થવાની છે એ પહેલેથી ખબર પડી જશે
– કોર્ટ: નાના કેસનો ચુકાદો એલ્ગોરિધમ આપશે – તારીખ પે તારીખ નહીં
– ચૂંટણી: તમે પહેલેથી કોને મત આપવાનો છે એ તમારાથી પહેલા ફેસબુકને ખબર હશે
4. કેટલો વ્યાપ વધશે? આંકડા જુવો
1. 100 માંથી 99 વસ્તુ માં એલ્ગોરિધમ હશે. ફ્રિજ, પંખા, ચંપલમાં પણ.
2. દર સેકન્ડે 50 લાખ નિર્ણય એલ્ગોરિધમ લેશે દુનિયામાં. 2026માં આ સંખ્યા 5 કરોડ થઈ જશે.
3. તમારો 1 દિવસ મતલબ કે = 5000 એલ્ગોરિધમ સાથે વાત. તમને ખબર પણ નહીં હોય .
4. પૈસાનો ધંધો: આજે એલ્ગોરિધમ/AI નો માર્કેટ 5 લાખ કરોડનો છે. 2030માં 25 લાખ કરોડનો થશે.
અને આખરે ,
આજે તમારા ઘરમાં લાઈટનું બટન તમે દબાવો છો ,
કાલે: એલ્ગોરિધમ જોશે કે તમે રૂમમાં આવી રહ્યા છો , અંધારું છે, → લાઈટ ચાલુ કરી દેશે. તમારે આ પણ નહીં કરવું પડે.
ફાયદો: જિંદગી એકદમ આરામવાળી.
નુકસાન: તમે ધીમે ધીમે વિચારવાનું સાવ ઓછું કરી દેશો.વિચારશો કે, મારે ક્યાં વિચારવાની જરૂર જ છે. માનવીની બુદ્ધિ કાટ ખાવા લાગશે.લાઈટ ચાલુ કરવા જેવી બાબતોમાં પણ તમે AI આધારિત બનશો ત્યારે તે તમને નોકર બનાવી દેશે.જેમાં જીવનના તમામ નિર્ણયોમાં તમારી તો બુદ્ધિ જ નહીં હોય.ત્યારે માનવી પોતે જ વધુ પડતા તેના વપરાશથી ક્યાંક પોતે જ મશીન કે યંત્રવત ન બની જાય તેનું અવશ્ય ધય્ન રાખવું પડશે..કોઈપણ ચીજનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો વાંધો નથી.પરંતુ મશીન જ જો વર્ચસ્વવાદી થઇ જાય તો બીજું ભલે બધું સારું કે બેસ્ટ બને પણ માનવી મગજ વગરનો થઇ જાય તો શું ?? તેટલું જરૂર વિચારજો .બાકી AI કે અલ્ગોરિધમને તેવી આંધી આવી રહી છે કે જે તમને ચકાચોંધ કરી નાખશે.તમારા દિમાગની બત્તીગુલ થઇ જશે.પણ વિચારજો જરૂર નહિતર તે મલિક હશે અને તમે નોકર …

