Apple boosts India exports: એપલનો મોટો નિર્ણય, ભારતમાંથી આઇફોન એક્સપોર્ટ વધારવાનો નિર્ણય

Arati Parmar
7 Min Read

Apple boosts India exports: એપલ હવે ચીનની જગ્યાએ ભારતથી તેના આઇફોનને અમેરિકા વધુ મંગાવશે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર જે ટેરિફ લાગુ કરવામાં આવ્યા છે તેની સામે ચીને પણ ટેરિફ વધારી દીધા છે. પરિણામે એપલ પર એની અસર થઈ છે અને એ ઓછી થાય એ માટે હવે કંપની ભારતના પ્રોડક્શન કરેલા આઇફોન વધુ મંગાવશે.

25 વર્ષમાં સૌથી વધુ શેર ગબડ્યા

- Advertisement -

એપલના શેર છેલ્લા 25 વર્ષમાં પહેલી વાર આટલા ગબડતાં જોવા મળ્યાં છે. ત્રણ દિવસની અંદરના એપલના શેરની કિંમતમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાંથી એક્સપોર્ટ કરવામાં આવેલા આઇફોનની કિંમત વધી જશે એ વાતની ચિંતા એપલના ઇવેસ્ટર્સને થઈ રહી હતી. ચીનથી એક્સપોર્ટ કરવામાં આવતી વસ્તુ પર 54 ટકા સુધીનો ટેરિફ લગાવવામાં આવ્યો છે. એપલ હાલમાં કોશિશ કરી રહ્યું છે કે ચીન દ્વારા તેમને આ ટેરિફમાંથી મુક્તી આપવામાં આવે. જોકે ચીન આ વખતે કોઈ દરિયાદિલી દેખાડવા નથી માગતું એવી ચર્ચા છે. આ ટેરિફથી હાલ પૂરતું બચવા માટે એપલ હાલમાં ભારતથી વધુ આઇફોનને અમેરિકા મંગાવશે જેથી તેમણે ટેરિફ ન ચૂકવવો પડે. એપલ હાલમાં તેના ચીનમાં આવેલા પ્લાન્ટ પર કોઈ એક્શન લેવા નથી માગતી કારણ કે દુનિયાભરના દેશમાં આઇફોનને સપ્લાઇ કરવા માટે ચીન ખૂબ જ મહત્ત્વનું છે.

- Advertisement -
Share This Article