Ola Electric Insiders Program: ઓલા ઈલેક્ટ્રિકે હાલના ગ્રાહકો માટે લોન્ચ કર્યું ‘Ola Insiders’, 50,000 રૂપિયા સુધીના બેનિફિટ્સ

Arati Parmar
2 Min Read

Ola Electric Insiders Program: ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર મેકર ઓલા ઈલેક્ટ્રિકે તેના હાલના ગ્રાહકો માટે એક બેનિફિટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. કંપનીના 10 લાખથી વધુ ગ્રાહકો માટે ‘Ola Insiders’ એક એક્સક્લુઝિવ કોમ્યુનિટી પ્રોગ્રામ છે. આમાં વ્હીકલ અપગ્રેડ, એડ-ઓન અને રેફરલ જેવા બેનિફિટ્સ સામેલ છે.

ઓલા ઈલેક્ટ્રિકે જણાવ્યું છે કે આ પ્રોગ્રામમાં કંપનીના ગ્રાહકો તેમના હાલના ઈલેક્ટ્રિક સ્કૂટર્સને અપગ્રેડ કરી શકશે. આમાં કંપનીના હાલના ગ્રાહકોને નવા Gen 3 S1 ઈલેક્ટ્રિક સ્કૂટર્સ અને Roadster ઈલેક્ટ્રિક મોટરસાઈકલ પર 50,000 રૂપિયા સુધીના બેનિફિટ્સ મળશે. આમાં 4680 ભારત સેલ વેરિઅન્ટ્સ વાળા ઈલેક્ટ્રિક સ્કૂટર પણ સામેલ હશે. આ સાથે જ ઓલા ઈલેક્ટ્રિકના હાલના ગ્રાહકોને સમાન નામવાળા રજિસ્ટ્રેશન પર કંપનીનું અન્ય એક ઈલેક્ટ્રિક વ્હીકલ જોડવા પર 20,000 રૂપિયા સુધીના બેનિફિટ આપવામાં આવશે. આમાં ગ્રાહકોને વ્હીકલની ડિલિવરી થવા પર ઓલા ક્રેડિટ્સમાં 5,000 રૂપિયા સુધીનો રેફરલ બેનિફિટ મળશે. આ સાથે જ જે બાયરને રેફર કરવામાં આવ્યા છે તેને 1,000 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે.

- Advertisement -

કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું, “અમારી 10 લાખથી વધુ રાઈડર્સ વાળી કોમ્યુનિટી છે. Ola Insiders સાથે, અમે સરળતાથી વ્હીકલ અપગ્રેડમાં મદદ કરતો એક ઓનરશિપ પ્રોગ્રામ રજૂ કરી રહ્યા છીએ. આનાથી અમારી કોમ્યુનિટી માટે ઈલેક્ટ્રિક મોબિલિટીમાં વધુ લોકોને લાવવામાં સરળતા રહેશે.” કંપનીએ ચાર વર્ષ પહેલા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું હતું. ગયા વર્ષે કંપનીએ 10 લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું મેન્યુફેક્ચરિંગ પૂરું કર્યું હતું. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સના વેચાણમાં વધારો થયો છે.

તાજેતરમાં જ ઓલા ઈલેક્ટ્રિકે Hyperservice પ્રોગ્રામ સાથે ગ્રાહકોની સર્વિસને લગતી ફરિયાદો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. કંપનીએ S1 Pro+ સાથે 4680 Bharat Cell વાળા વ્હીકલ્સની ડિલિવરી પણ શરૂ કરી હતી. આ બેટરી પેકનું મેન્યુફેક્ચરિંગ દેશમાં કરવામાં આવ્યું છે. આ સાથે પોતાનો બેટરી પેક અને સેલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ રાખનારી ભારતની આ પહેલી કંપની બની છે. S1 Pro+ માં 5.2 kWh ની બેટરી છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં 13 kW ની મોટર છે. S1 Pro+ ની રેન્જ લગભગ 320 કિલોમીટરની છે. આમાં ચાર રાઈડિંગ મોડ – Hyper, Sports, Normal અને Eco આપવામાં આવ્યા છે. કંપનીએ ઈલેક્ટ્રિક મોટરસાઈકલ Roadster X ને પણ રજૂ કરી છે.

- Advertisement -
Share This Article