Smart TV ACR Tracking: સાવધાન! શું તમારું સ્માર્ટ ટીવી તમારી જાસૂસી કરી રહ્યું છે? જાણો શું છે ACR ટેક્નોલોજી અને સેમસંગ, LG કે સોની ટીવીમાં કેવી રીતે બંધ કરશો આ ખતરનાક સેટિંગ

Arati Parmar
4 Min Read

Smart TV ACR Tracking: શું તમે જાણો છો કે જ્યારે તમે એકલા બેસીને ટીવી જોઈ રહ્યા હોવ છો, ત્યારે તે સમયે તમને કોઈ જોઈ રહ્યું હોય છે. તે કોઈ બીજું નહીં પરંતુ તમારું ટીવી હોય છે. હકીકતમાં આજકાલના સ્માર્ટ ટીવી ACR એટલે કે Automatic Content Recognition નામની ટેક્નોલોજી સાથે આવે છે. આ ટેક્નોલોજી તમારા પર નજર રાખવાનું કામ કરે છે અને તમે ટીવી પર જે પણ જુઓ છો તેને ડેટા તરીકે એકઠો કરે છે. ટીવી સ્ક્રીનની તસવીરોને એક મોટા ડેટાબેઝ તરીકે જમા કરીને જાણકારી જાહેરાત કંપનીઓ સુધી પહોંચાડવામાં આવે છે. આનો ઉપયોગ કંપનીઓ તમને ટાર્ગેટેડ જાહેરાતો બતાવવા માટે કરે છે.

આ ACR નામની ટેક્નોલોજી સાથે સમસ્યા એ છે કે તે માત્ર કન્ટેન્ટ સુધી સીમિત રહેતી નથી. તે તમારી પર્સનલ જાણકારી જેવી કે IP એડ્રેસ, ઇમેઇલ અને ક્યારેક-ક્યારેક લોકેશન સાથે જોડાયેલી જાણકારી પણ કંપનીઓ સુધી પહોંચાડે છે. જ્યારે તમે ટીવી જોઈ રહ્યા હોવ છો, ત્યારે આ બધું બેકગ્રાઉન્ડમાં ચાલતું રહે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકોને આનો અંદાજ પણ આવતો નથી.

- Advertisement -

મોટી વાત એ છે કે તમે ઈચ્છો તો આ ફીચરને ટીવીની સેટિંગ્સમાં જઈને બંધ પણ કરી શકો છો. ચાલો ત્યારે વિગતે દરેક કંપનીના હિસાબે સમજીએ કે તેમના ટીવી પર ACR સેટિંગને કેવી રીતે બંધ કરી શકાય છે.

Samsung TV માં ACR સેટિંગ કેવી રીતે બંધ કરવી?

- Advertisement -

સેમસંગના ટીવી પર ACR સેટિંગ બંધ કરવા માટે:

રિમોટ પર Home બટન દબાવો

- Advertisement -

ડાબી બાજુ જઈને Sidebar Menu ખોલો

Privacy Choices પસંદ કરો

Terms & Conditions, Privacy Policy પર જાઓ

Viewing Information Services નો ચેકબોક્સ અનચેક કરો

નીચે OK પર ક્લિક કરીને બદલેલી સેટિંગ્સ સેવ કરી દો

LG TV માં ACR અને એડ ટ્રેકિંગ સાથે જોડાયેલી સેટિંગ્સ કેવી રીતે બંધ કરવી?

રિમોટ પર Home બટન દબાવો

Settings બટન દબાવો

સાઈડ મેનૂમાં Settings પસંદ કરો

General પર જાઓ અને System પસંદ કરો

Additional Settings ખોલો અને Live Plus ને Off કરી દો એ જ રીતે એડ ટ્રેકિંગને સીમિત કરવા માટે:

Additional Settings માં જાઓ

Advertisement પસંદ કરો અને Limit AD Tracking ને On કરી દો

Sony TV માં ACR સેટિંગ્સ કેવી રીતે બંધ કરવી?

રિમોટ પર Home બટન દબાવો

Settings માં જાઓ અને Initial Setup પસંદ કરો

નીચે સ્ક્રોલ કરીને Samba Interactive TV પસંદ કરો

Disable પર ક્લિક કરો એ જ રીતે જાહેરાતો માટે ટ્રેકિંગ બંધ કરવા માટે:

Settings ખોલો અને About પસંદ કરો

Ads પર જાઓ અને Ads Personalization ને Off કરો

Android TV પર Chromecast ડેટા કેવી રીતે બંધ કરવો?

મોબાઈલમાં Google Home App ખોલો

Menu આઇકન પર ટેપ કરો

લિસ્ટમાંથી પોતાનું TV પસંદ કરો

ઉપર જમણી બાજુ ત્રણ ડોટ્સ પર ટેપ કરો

Settings ખોલો

Send Chromecast device usage data and crash reports ને Off કરી દો

Hisense TV માં ACR અને પર્સનલાઈઝ્ડ એડ કેવી રીતે બંધ કરવી?

રિમોટ પર Home બટન દબાવો

Settings પસંદ કરો અને System માં જાઓ

Privacy પસંદ કરો

Smart TV Experience / Viewing Information Services જેવો ઓપ્શન સર્ચ કરો અને Off કરી દો એ જ રીતે પર્સનલાઈઝ્ડ એડ અને સૂચનો બંધ કરવા માટે:

Privacy મેનૂમાં Ad Tracking / Interest-Based Ads સર્ચ કરો અને Off કરી દો

આ ઉપરાંત Content Recommendations / Personalized Content સાથે જોડાયેલા ઓપ્શન પણ Disable કરી દો

TCL TV માં ACR સેટિંગ્સને કેવી રીતે બંધ કરવી?

રિમોટ પર Home બટન દબાવો

Settings માં જાઓ અને નીચે સ્ક્રોલ કરીને Privacy પસંદ કરો

Smart TV Experience પર ક્લિક કરો

Use Info from TV Inputs વિકલ્પને Uncheck અથવા Off કરી દો

Share This Article