Google Chrome Users at Risk: Google Chrome અને Firefox યુઝર્સ માટે સરકારની મોટી ચેતવણી, તરત કરો આ કામ નહિ તો થશે મોટું નુકસાન

Arati Parmar
2 Min Read

Google Chrome Users at Risk: ભારત સરકારની સાયબર સિક્યુરિટી એજન્સી CERT-In એ Google Chrome અને Mozilla Firefox વાપરનારાઓ માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. એજન્સીના જણાવ્યા મુજબ, આ બ્રાઉઝરના જૂના વર્ઝનમાં એવી ખામીઓ મળી છે જેના કારણે હેકર્સ સરળતાથી યુઝર્સના ડિવાઈસમાં ઘૂસી શકે છે, સંવેદનશીલ માહિતી ચોરી શકે છે અથવા માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે. તેથી તમામ યુઝર્સને તરત જ પોતાના બ્રાઉઝરને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

Chromeના જૂના વર્ઝનમાં જોખમ
CERT-Inની રિપોર્ટ મુજબ, Google Chromeના Linux માટે 141.0.7390.54 અને Windows તથા macOS માટે 141.0.7390.54/55 થી જૂના વર્ઝનમાં ટેકનિકલ ખામીઓ મળી છે. તેમાં WebGPU અને Video સેકશનમાં heap buffer overflow, Storage અને Tab મોડ્યુલમાં ડેટા લીક, તેમજ Media અને Drmboxમાં ખોટું ઇમ્પ્લીમેન્ટેશન જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ બગ્સનો લાભ લઈ સાયબર હુમલાખોર યુઝરને ખોટી વેબસાઇટ પર લઈ જઈ તેના સિસ્ટમ પર કાબૂ મેળવી શકે છે.

- Advertisement -

Firefoxના જૂના વર્ઝનમાં ખતરનાક ખામીઓ
Mozilla Firefoxના 143.0.3થી જૂના વર્ઝન (અથવા iOS પર 143.1થી જૂના વર્ઝન)માં પણ ગંભીર સિક્યુરિટી સમસ્યાઓ મળી છે. તેમાં cookie storage isolationની ખામીઓ, Graphics Canvas2Dમાં integer overflow અને JavaScript Engineમાં JIT miscompilation જેવી નબળાઈઓ મળી છે. જો યુઝર કોઈ ખોટા લિંક અથવા વેબસાઇટ પર ક્લિક કરે તો હેકર્સ તેના સેવ કરેલા પાસવર્ડ, બેંકિંગ માહિતી અને અન્ય વ્યક્તિગત ડેટા સુધી પહોંચી શકે છે.

CERT-Inની સલાહ
સરકારએ આ બંને કેસને હાઈ-રિસ્ક કેટેગરીમાં મૂક્યા છે. CERT-Inએ સ્પષ્ટ કર્યું છે કે Chrome અને Firefoxના લેટેસ્ટ સિક્યુરિટી પેચ તરત જ ઇન્સ્ટોલ કરવા જોઈએ. Google અને Mozilla પહેલેથી જ અપડેટ રિલીઝ કરી ચૂક્યા છે.

- Advertisement -

સરળ શબ્દોમાં કહીએ તો જો તમે તમારો બ્રાઉઝર હજી અપડેટ કર્યો નથી તો તમારી ઑનલાઈન સિક્યુરિટી જોખમમાં છે. તેથી તરત જ Chrome અને Firefox બંને અપડેટ કરો અને તમારા ડેટાને સાયબર હુમલાથી સુરક્ષિત રાખો.

Share This Article