YouTube earnings: આજના ડિજિટલ યુગમાં YouTube માત્ર એન્ટરટેઈનમેન્ટનું પ્લેટફોર્મ નથી, પરંતુ કમાણીનું મોટું સાધન બની ચૂક્યું છે. અવારનવાર આપણે સાંભળીએ છીએ કે કોઈ વીડિયોએ 100 મિલિયન અથવા 1 બિલિયન વ્યૂઝ પાર કરી લીધા. એવામાં દરેકના મનમાં સવાલ આવે છે કે આખરે YouTube પર 1 બિલિયન વ્યૂઝ થવા પર કેટલા પૈસા મળે છે? જવાબ એટલો સીધો નથી પરંતુ આંકડા જાણીને તમે ચોક્કસ ચોંકી જશો.
1 બિલિયન વ્યૂઝનો મતલબ શું થાય છે?
1 બિલિયન એટલે 100 કરોડ વ્યૂઝ. આ કોઈ નાની સિદ્ધિ નથી અને દુનિયામાં બહુ ઓછા વીડિયો જ આ આંકડા સુધી પહોંચી શકે છે. પરંતુ માત્ર વ્યૂઝની સંખ્યા જ કમાણી નક્કી નથી કરતી પરંતુ બીજા અનેક ફેક્ટર (પરિબળો) આમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
YouTube પૈસા કેવી રીતે આપે છે?
YouTube ક્રિએટર્સને મુખ્યત્વે જાહેરાતો (Ads) દ્વારા ચુકવણી કરે છે. જ્યારે કોઈ યુઝર વીડિયો જુએ છે અને તેના પર દેખાતી એડ્સને જુએ છે અથવા સ્કીપ કરે છે તો તે આધારે કમાણી થાય છે. આને સામાન્ય ભાષામાં CPM (Cost Per 1000 Views) અને RPM (Revenue Per 1000 Views) કહેવામાં આવે છે.
1 બિલિયન વ્યૂઝ પર અંદાજિત કમાણી
સરેરાશ ભારતમાં YouTube નું RPM ૨૦ થી ૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦૦ વ્યૂઝ સુધી હોઈ શકે છે. જો બહુ સાદી ગણતરી કરીએ તો:
૫૦ રૂપિયા RPM માનીએ → ૧ બિલિયન વ્યૂઝ પર લગભગ ૫ કરોડ રૂપિયા
૧૦૦ રૂપિયા RPM માનીએ → કમાણી થઈ શકે છે ૧૦ કરોડ રૂપિયા
૨૦૦ રૂપિયા RPM સુધી પહોંચી જાય → આંકડો જઈ શકે છે ૨૦ કરોડ રૂપિયા સુધી એટલે કે ૧ બિલિયન વ્યૂઝ પર કમાણી કેટલાક કરોડથી લઈને અનેક કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે.
દરેક ચેનલની કમાણી અલગ કેમ હોય છે?
તમામ YouTubers ને એક સરખી રકમ નથી મળતી. આનું કારણ છે કન્ટેન્ટનો પ્રકાર. ટેકનોલોજી, ફાઇનાન્સ અને બિઝનેસ જેવા ‘નિશ’ (Niches) માં જાહેરાતો મોંઘી હોય છે તેથી ત્યાં RPM વધારે મળે છે. બીજી તરફ મ્યુઝિક, કોમેડી કે વાયરલ શોર્ટ્સમાં વ્યૂઝ વધારે હોય છે પણ RPM ઓછું રહે છે. આ સિવાય ઓડિયન્સ કયા દેશની છે, વીડિયો કેટલી વાર જોવામાં આવ્યો અને એડ કેટલી લાગી આ બધું પણ કમાણીને પ્રભાવિત કરે છે.
Ads સિવાય પણ થાય છે કમાણી
માત્ર એડ રેવેન્યુ જ નહીં, પણ બ્રાન્ડ ડીલ્સ, સ્પોન્સરશિપ, સુપર ચેટ, મેમ્બરશિપ અને મર્ચેન્ડાઇઝથી પણ YouTubers મોટી કમાણી કરે છે. ઘણીવાર 1 બિલિયન વ્યૂઝ વાળા વીડિયો કરતા વધારે પૈસા બ્રાન્ડ ડીલ્સમાંથી આવે છે.

