Sony Wireless Headphones: Sonyના નવા વાયરલેસ હેડફોન લોન્ચ, 55 કલાક સુધીની બેટરી અને AI નૉઇઝ રિડક્શન સાથે મળશે અનેક ફીચર્સ

Arati Parmar
4 Min Read

Sony Wireless Headphones: Sonyએ વાયરલેસ હેડફોન લાઇનઅપમાં વિસ્તરણ કરતાં પ્રીમિયમ, મિડ-રેન્જ અને એન્ટ્રી-લેવલ હેડફોન લોન્ચ કર્યા છે. WH-1000XM4Cમાં વધુ સારું સાઉન્ડ ટ્યુનિંગ અને 10-બેન્ડ ઇક્વલાઇઝર આપવામાં આવ્યું છે, જ્યારે WH-CH730Nમાં નૉઇઝ કેન્સલેશન, ફોલ્ડ થઈ શકે તેવી ડિઝાઇન અને વધુ સારી કૉલ ક્વૉલિટી સામેલ છે. એન્ટ્રી-લેવલ WH-CH530ની બેટરી 55 કલાક સુધી ચાલી શકે છે અને કૉલ માટે AI-પાવર્ડ નૉઇઝ રિડક્શન મળે છે. ચાલો Sony WH-1000XM4C, WH-CH730N અને WH-CH530ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સથી લઈને કિંમત વગેરે વિશે વિગતવાર જાણીએ.

Sony WH-1000XM4C, WH-CH730N, WH-CH530 Price

Sony WH-1000XM4Cની કિંમત GBP 219 (લગભગ ₹28,105) છે અને તે બ્લેક, લૅવેન્ડર અને પ્લેટિનમ સિલ્વર ફિનિશમાં આવે છે. જ્યારે Sony WH-CH730Nની કિંમત GBP 99.99 (લગભગ ₹12,900) છે અને તે બ્લેક, બેજ, બ્લૂ, પિંક અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. જ્યારે Sony WH-CH530ની કિંમત GBP 49.99 (લગભગ ₹6,400 રૂપિયા) છે અને તે બ્લેક, કોબાલ્ટ, કોરલ, મિન્ટ, પિંક અને વ્હાઇટ શેડ્સ જેવા 6 કલરમાં આવે છે. Sonyના આ ત્રણેય હેડફોન 10 સપ્ટેમ્બર, 2026થી UKમાં ઉપલબ્ધ થશે. Sonyએ હેલો કિટ્ટી સાથે કોલેબ્રેશનમાં લિમિટેડ-એડિશન હેડફોન બંડલ પણ રજૂ કર્યું છે. આ બંડલમાં WH-1000XM6, WH-CH730N અને WH-CH530 જેવા પસંદગીના મોડલ સામેલ હશે, સાથે એક ખાસ હેલો કિટ્ટી કેરી પાઉચ અને ટોટ બેગ પણ મળશે.

- Advertisement -

Sony WH-1000XM4C Features & Specifications

Sony WH-1000XM4Cમાં ઓવર-ઇયર ડિઝાઇન અને નૉઇઝ કેન્સલેશન સાથે સાઉન્ડ ટ્યુનિંગને વધુ સારું બનાવવામાં આવ્યું છે. તેમાં 10-બેન્ડ ઇક્વલાઇઝર આપવામાં આવ્યું છે. તેમાં DSEE Extreme, પર્સનલ NC ઑપ્ટિમાઇઝર, એમ્બિયન્ટ સાઉન્ડ મોડ અને ક્વિક અટેન્શન જેવા ફીચર્સ સામેલ છે. Sony WH-1000XM4C હેડફોનમાં 40mm ડ્રાઇવર આપવામાં આવ્યા છે. આ SBC, AAC અને LDAC કોડેક સાથે Bluetooth 6.0ને સપોર્ટ કરે છે. આ મલ્ટિપૉઇન્ટ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે અને યુઝર્સ તેની સાથે મળતી 1.2 મીટરની ડિટેચેબલ કેબલ દ્વારા પણ કોઈ ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકે છે. તેનું વજન 253 ગ્રામ છે. Sonyનો દાવો છે કે નૉઇઝ કેન્સલેશન ચાલુ હોય ત્યારે Sony WH-1000XM4Cની બેટરી 27 કલાક સુધી ચાલી શકે છે, જ્યારે નૉઇઝ કેન્સલેશન બંધ હોય ત્યારે 34 કલાક સુધી ચાલી શકે છે. USB દ્વારા સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ ત્રણ કલાકનો સમય લાગે છે.

Sony WH-CH730N Features & Specifications

Sony WH-CH730Nમાં 30mmના ડાયનેમિક ડ્રાઇવર લગાવવામાં આવ્યા છે. તેમાં એક્ટિવ નૉઇઝ કેન્સલેશન આપવામાં આવ્યું છે. તેમાં ડ્યુઅલ નૉઇઝ સેન્સર ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે નવી ફોલ્ડેબલ ઓવર-ઇયર ડિઝાઇન સાથે આવે છે, તેનું વજન લગભગ 207 ગ્રામ છે. કૉલ માટે WH-CH730Nમાં Sonyની પ્રિસાઇઝ વૉઇસ પિકઅપ ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં બીમફોર્મિંગ માઇક્રોફોન, વધુ સારી માઇક્રોફોન પ્લેસમેન્ટ અને AI-પાવર્ડ નૉઇઝ રિડક્શન આપવામાં આવ્યું છે. તેમાં DSEE, એમ્બિયન્ટ સાઉન્ડ મોડ, મલ્ટિપૉઇન્ટ કનેક્ટિવિટી અને કસ્ટમાઇઝેબલ ઑડિયો સેટિંગ પણ સામેલ છે. કનેક્ટિવિટી માટે Bluetooth 6.0, SBC, AAC અને LC3 કોડેકને પણ સપોર્ટ કરે છે. બેટરી બૅકઅપની વાત કરીએ તો WH-CH730N નૉઇઝ કેન્સલેશન ચાલુ હોય ત્યારે 50 કલાક અને બંધ હોય ત્યારે 75 કલાક સુધી ચાલી શકે છે. કંપનીનો દાવો છે કે 3 મિનિટની ક્વિક ચાર્જિંગથી એક કલાક સુધીનું પ્લેબૅક મેળવી શકાય છે.

- Advertisement -

Sony WH-CH530 Features & Specifications

Sony WH-CH530માં ઑન-ઇયર ડિઝાઇન અને 30 મિમી ડ્રાઇવર આપવામાં આવ્યા છે. તેના સૉફ્ટ હેડ કુશનને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે હેડફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં સરળતા રહે. અન્ય ફીચર્સમાં DSEE, કસ્ટમાઇઝેબલ EQ સેટિંગ્સ અને મલ્ટિપૉઇન્ટ કનેક્ટિવિટી સામેલ છે. કૉલ્સ માટે Sonyએ AI-પાવર્ડ નૉઇઝ રિડક્શન સામેલ કર્યું છે. આ ઉપરાંત 5-સ્ટેપવાળું મેક્સિમમ વૉલ્યુમ કંટ્રોલ યુઝર્સને વૉલ્યુમ લિમિટ સેટ કરવાની સુવિધા આપે છે. WH-CH530માં બિલ્ટ-ઇન વૉઇસ અસિસ્ટન્ટ, ફાસ્ટ પેર, સ્વિફ્ટ પેર અને LE Audioનું પણ સપોર્ટ મળે છે. કંપનીનો દાવો છે કે WH-CH530થી 55 કલાક સુધીનું પ્લેબૅક મેળવી શકાય છે. હેડફોનને ચાર્જ થવામાં લગભગ 3 કલાક લાગે છે, જ્યારે 3 મિનિટની ચાર્જિંગથી 1.5 કલાક સુધી સાંભળવાની સુવિધા મળે છે. કનેક્ટિવિટી માટે Bluetooth 6.0નો સપોર્ટ મળે છે.

Share This Article