Top 5 Smartphones Under 10k: ૧૦ હજારમાં 5G સ્પીડ અને દમદાર બેટરી! નવા વર્ષે ઘરે લાવો આ પૈસા વસૂલ સ્માર્ટફોન્સ, જાણો કયા ફોન માર્કેટમાં મચાવી રહ્યા છે ધૂમ

Arati Parmar
3 Min Read

Top 5 Smartphones Under 10k: જો તમે પણ ૧૦ હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં એક પૈસા વસૂલ અને ધાંસુ સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો ૨૦૨૬ની શરૂઆત તમારા માટે ખુશખબરી લઈને આવી છે. માર્કેટમાં એવા ઘણા સારા સ્માર્ટફોન મળી રહ્યા છે, જેની કિંમત તમારા બજેટમાં છે. હવે બજેટ ફોનનો અર્થ માત્ર કામચલાઉ ફીચર્સ નહીં, પરંતુ 5G સ્પીડ, મોટી સ્ક્રીન અને દમદાર બેટરી છે. આ સમાચારમાં તમને એવા ૫ સ્માર્ટફોન વિશે જણાવીશું, જે ૧૦ હજાર રૂપિયાની અંદર માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે.

પોકો M7 5G

જો તમારે ઓછી કિંમતમાં 5Gની ઝડપ અને શાનદાર લૂક જોઈએ છે, તો પોકો M7 આ સમયે સૌથી હોટ ચોઈસ છે. તેમાં 120Hz નો રિફ્રેશ રેટ મળે છે, જેનાથી ફોન ચલાવવામાં એકદમ માખણ જેવો અનુભવ થાય છે. સાથે જ 6GB RAM અને 128GB સ્ટોરેજ ધરાવતો આ ફોન સ્નેપડ્રેગન પ્રોસેસર સાથે આવે છે, જે ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે ઉત્તમ છે.

- Advertisement -

રેડમી A4 5G

શાઓમીનો આ ફોન એવા લોકો માટે છે, જેમને પ્રીમિયમ ડિઝાઇન ગમે છે. તેનું ગ્લાસ જેવું ફિનિશ તેને મોંઘો લૂક આપે છે. બજેટમાં સ્નેપડ્રેગન 4s Gen 2 ચિપસેટ આપનાર આ પહેલો ફોન છે. તેમાં 5160mAh ની મોટી બેટરી છે જે આરામથી બે દિવસ સુધી ચાલે છે. 50MP નો મેઈન કેમેરો દિવસના અજવાળામાં લાજવાબ ફોટા ખેંચે છે.

મોટો G35 5G

મોટોરોલા હંમેશા તેના સાફ-સુથરા સોફ્ટવેર માટે જાણીતું છે. મોટો G35 આ પરંપરાને આગળ વધારે છે. જો તમને ફોનમાં ફાલતુ એપ્સ અને જાહેરાતો (Ads) થી નફરત હોય, તો આ તમારા માટે બેસ્ટ છે. તેમાં સ્ટીરિયો સ્પીકર્સ સાથે ડોલ્બી Atmos નું સપોર્ટ છે, જે મૂવી જોવાની મજા બમણી કરી દે છે.

- Advertisement -

સેમસંગ ગેલેક્સી M06 5G

સેમસંગના ચાહકો માટે આ સૌથી સસ્તો 5G ઓપ્શન છે. આ ફોન તેની સિક્યુરિટી અને મજબૂતી માટે જાણીતો છે. સેમસંગની Knox Security અને શ્રેષ્ઠ ડિસ્પ્લે ક્વોલિટી તેને બીજાથી અલગ પાડે છે. આનો યૂઝર ઇન્ટરફેસ વાપરવામાં ખૂબ જ સરળ છે, જે તેને ઘરના વડીલો માટે પણ એક પરફેક્ટ ગિફ્ટ બનાવે છે.

લાવા Storm Lite 5G

ભારતીય કંપની લાવાએ બજેટ સેગમેન્ટમાં જોરદાર વાપસી કરી છે. Storm Lite એવા લોકો માટે છે જે મજબૂત બિલ્ડ ક્વોલિટી ઈચ્છે છે. ઓછી કિંમતમાં 5G અને ક્લીન એન્ડ્રોઇડ એક્સપિરિયન્સ મળી જાય છે. આ કિંમતે તેની સર્વિસિંગ અને મજબૂતી ભરોસાપાત્ર છે.

- Advertisement -
Share This Article