UPI Tap and Pay: NPCIએ UPI માટે બે નવા ફીચર્સ રજૂ કર્યા છે. આ છે- પૉઇન્ટ-ઑફ-સેલ (POS) ટર્મિનલ્સ માટે ‘ટૅપ-એન્ડ-પે’ની સુવિધા અને ‘MyUPI’ નામનું એક AI-પાવર્ડ કસ્ટમર સપોર્ટ પ્લૅટફૉર્મ. આમાંથી પ્રથમ ફીચર એટલે કે ‘ટૅપ-એન્ડ-પે’ હેઠળ POS મશીન પર ટૅપ કરીને 5 હજાર રૂપિયા સુધીની પેમેન્ટ UPI PIN દાખલ કર્યા વિના કરી શકાશે. આ સુવિધા કોઈ એક ખાસ ઍપ સુધી મર્યાદિત નથી. ફોનપે, ગૂગલપે અને પેટીએમ યુઝર્સને પણ તેનો લાભ મળશે. તાજેતરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન તેની જાહેરાત કરવામાં આવી છે.
શું છે UPI ‘ટૅપ એન્ડ પે’?
રિપોર્ટ્સ અનુસાર, આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં NFC (નિયર ફીલ્ડ કમ્યુનિકેશન) ફીચર ઑન કરીને કોઈપણ શૉપમાં લગાવવામાં આવેલા NFC-એનેબલ્ડ POS મશીન પર ટૅપ કરીને પેમેન્ટ કરી શકે છે. તેની સૌથી ખાસ વાત એ છે કે યુઝરના ફોનમાં ઇન્ટરનેટ હોવું જરૂરી નથી. આ પેમેન્ટ POS મશીનના ઇન્ટરનેટથી જ પૂર્ણ થઈ જાય છે. એટલે કે બિલિંગ કાઉન્ટર પર ઇન્ટરનેટના સિગ્નલ ન આવે તો પણ પેમેન્ટ થઈ શકે છે. તેમાં UPI સાથે જોડાયેલા અનેક પ્રકારના અકાઉન્ટ જેમ કે- UPI પર RuPay ક્રેડિટ કાર્ડ પણ સપોર્ટ કરે છે અને 5 હજાર રૂપિયા સુધીની પેમેન્ટ UPI PIN વિના થઈ જશે. તેનાથી વધારેની પેમેન્ટ માટે POS મશીન પર PIN દાખલ કરવો પડશે.
- NPCIએ વધુ એક ફીચરની જાહેરાત કરી છે. આ છે MyUPI, જે AIની મદદથી કામ કરે છે.
શું છે MyUPI?
‘MyUPI’ એવા યુઝર્સ માટે છે, જેઓ અલગ-અલગ બૅન્કોની ઍપ્સથી કરવામાં આવેલી UPI પેમેન્ટ્સને એક જ જગ્યાએ જોવા માંગે છે. માહિતી અનુસાર, તેને NPCIના લૅન્ગ્વેજ મૉડલ ‘FiMI’ પર બનાવવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ અલગ-અલગ બૅન્કો અને ઍપ્સ પર થયેલી તેમની તમામ UPI પેમેન્ટ્સ અને ઑટોપેને એક જ જગ્યાએ જોઈ શકે છે.
મળે છે સેફ્ટી ફીચર્સ
‘MyUPI’માં અનેક સેફ્ટી ફીચર્સ પણ મળે છે. જો યુઝરને કોઈ છેતરપિંડીની શંકા હોય તો તે UPIમાંથી પૈસા કપાવાની પ્રક્રિયાને તરત જ અટકાવી શકે છે.
- યુઝર્સ પેમેન્ટ મેળવવા માટે જોડાયેલા પોતાના મોબાઇલ નંબરને દૂર કરી શકે છે.
- પૈસા મોકલતા પહેલાં પેમેન્ટ મેળવનાર વ્યક્તિ વિશે વધુ માહિતી જોઈ શકાય છે.
- યુઝર્સ કોઈપણ UPI ઍપમાંથી પોતાની જૂની પેમેન્ટ્સ જોઈને તેને ફરીથી રિપીટ કરી શકે છે.

