ટેક્નોલોજીની અજાયબી છે મુંદરા અદાણી પોર્ટ

Reena Brahmbhatt
3 Min Read

કચ્છનાં મુંદરા ખાતેનું અદાણી મેગા પોર્ટ એક માળખાકીય અને નવીનત્તમ ટેક્નોલોજીની દૃષ્ટિએ અજાયબી છે, તેની મલ્ટિમોડલ કનેક્ટિવિટી સાથે ભારતના લેન્ડ લોક રાજ્યો માટે મુખ્ય આર્થિક પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે, તે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશનું સૌથી મોટું પ્રાઇવેટ પોર્ટ છે. જે ઝડપી કાર્ગો ઈવેક્યુએશન અને ન્યૂનત્તમ ટર્નઅરાઉન્ડ સમયની ખાતરી આપે છે અને ભારતના સૌથી મોટાં વ્યાપારી બંદર તરીકે ઊભું છે. ઊંડાઈવાળો ડ્રાફ્ટ બર્થ અને બહુહેતુક ટર્મિનલ સાથે, મુંદરા પોર્ટ વિશ્વના સૌથી મોટા બલ્ક કેરિયર્સને આસાનીથી હેન્ડલ કરે છે. પોર્ટમાં વિશાળ બંધ અને ખુલ્લા સ્ટોરેજ ફેસિલિટી, ઉત્તમ કાર્ગો લાડિંગ અને અન લાડિંગ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સરળ કાર્ગો હેન્ડાલિંગની સુવિધા છે.

adani mundra port

- Advertisement -

પોર્ટની કાર્યદક્ષતા મોટા કદના અને વધુ વજનવાળા પ્રોજેક્ટ કાર્ગોને સફળતાપૂર્વક હેન્ડલ કરવા સુધી વિસ્તરે છે. અદાણી પોર્ટ એન્ડ સેઝ મુંદરાનો પ્લાન અને ભાવિ રોકાણો પર્યાવરણની જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરીને, ટકાઉ વૃદ્ધિ સાથે સંલગ્ન છે. અદાણી જૂથ કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને કાર્બન તટસ્થતા હાંસલ કરવા માટે સમર્પિત છે. અદાણી પોર્ટ એન્ડ સેઝ એ વિજ્ઞાન આધારિત લક્ષ્યાંક પહેલ માટે પ્રતિબદ્ધ કરનારું પ્રથમ ભારતીય અને વૈશ્વિકસ્તરે ત્રીજું બંદર હતું. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ એ ટકાઉ મેરીટાઇમ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સખત પ્રદૂષણ નિયંત્રણના પગલાં, નવીન ગ્રીન ટેક્નોલોજી અને ક્લીનર ઓપરેશન્સનો સમાવેશ કરીને, ટકાઉપણું માટે બહુપક્ષીય અભિગમ અપનાવ્યો છે.

અદાણી પોર્ટ એન્ડ સેઝ બંદરોનું વિશાળ નેટવર્ક ચલાવે છે, જેમાં મુંદરા ખાતેના ભારતના સૌથી મોટા સેઝ સમાવેશ થાય છે. અદાણી પોર્ટ એન્ડ સેઝ તેની કામગીરીમાં વાહનોમાંથી ઈલેક્ટ્રિક વાહનોમાં સ્થળાંતર કરીને ઈઘ2 ઉત્સર્જન ઘટાડવા અને તેની પર્યાવરણીય ટકાઉપણું વધારવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. આ પહેલમાં 181 ડીઝલ-સંચાલિત વાહનોના કાફલાને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિક વાહનોમાં સંક્રમણ એ એક નક્કર ક્રિયા છે, જે આ લક્ષ્યો પ્રત્યે અદાણી પોર્ટ એન્ડ સેઝના સમર્પણ અને આબોહવા પરિવર્તન સામે લડવાના વૈશ્વિક પ્રયાસમાં તેની ભૂમિકાને રેખાંકિત કરે છે. આમ, સારાંશ એવો છે કે, ડીઝલ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવાની અદાણી પોર્ટ એન્ડ સેઝની પહેલ ઈઘ2 ઉત્સર્જન ઘટાડવા અને ટકાઉપણું વધારવાની દિશામાં એક નોંધપાત્ર પગલું છે. તાત્કાલિક અને ભાવિ કાર્બન બચત સાથે, આ પ્રોજેક્ટ નવીન ઉકેલો અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે અદાણી પોર્ટ એન્ડ સેઝની પ્રતિબદ્ધતાને પ્રતાબિંબિત કરે છે, જે હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપે છે.

- Advertisement -
Share This Article