X Platform Cleanup: ઈલોન મસ્કની એક્સમાં 1.7 મિલિયન બોટ્સ એકાઉન્ટ કાઢ્યા, યુઝર્સ માટે સિક્યોર અને ફ્રેન્ડલી અનુભવ લાવવા નવા અપડેટ્સની તૈયારી

Arati Parmar
3 Min Read

X Platform Cleanup: પહેલા ટ્વીટર તરીકે ઓળખાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈલોન મસ્કે ખરીદ્યા બાદ એનું નામ એક્સ કરવામાં આવ્યું છે. ઈલોન મસ્ક દ્વારા સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એના પરથી 1.7 મિલિયન બોટ્સ એકાઉન્ટ કાઢવામાં આવ્યા છે. એક્સમાં હેડ ઓફ પ્રોડક્ટ તરીકે કામ કરતી નિકિતા બાયર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર યુઝર્સને સારો અનુભવ રહે એ માટે આ સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

સ્પેમ સામે લડવા માટે બોટ્સને કાઢવા જરૂરી

- Advertisement -

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને નિકિતાએ એ વાતની પુષ્ટિ કરી છે કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બોટ્સનું પ્રમાણ વધી ગયું હતું. આ વિશે નિકિતા કહે છે, “રિપ્લાય સ્પેમ સાથે સંકળાયેલા 1.7 મિલિયન બોટ્સ એકાઉન્ટને આ અઠવાડિયે અમે કાઢી નાખ્યા છે. આગામી દિવસોમાં યુઝર્સને અમારી સર્વિસમાં સુધારો જોવા મળશે.”

Share This Article