Meta Ray-Ban Glasses: માર્ક ઝકરબર્ગનો મેટા કનેક્ટ 2025 ફિયાસ્કો, રે-બેન ગ્લાસના લાઇવ ડેમોમાં વારંવાર એરર

Arati Parmar
3 Min Read

Meta Ray-Ban Glasses: માર્ક ઝકરબર્ગ દ્વારા મેટા કનેક્ટ 2025 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મેટા રે-બેન ગ્લાસને લોન્ચ કરવામાં આવ્યાં હતાં. આ ગ્લાસમાં મેટા ન્યુરલ બેન્ડ રિસ્ટબેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ લોન્ચ દરમિયાન એક નહીં, પરંતુ ઘણીવાર એરર આવી હતી અને માર્ક ઝકરબર્ગનો ફિયાસ્કો થયો હતો. આ ગ્લાસની કિંમત અંદાજે 800 અમેરિકન ડોલર રાખવામાં આવી છે. એમાં નોટિફિકેશન, ટ્રાન્સલેશન, નેવિગેશન અને વોટ્સએપ વીડિયો કોલ જેવી ઘણી વસ્તુઓ કરી શકાશે. દુનિયાની દરેક વસ્તુને ડિજિટલ દુનિયા સાથે કનેક્ટ કરવાનો એમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે એ કેવી રીતે શક્ય છે એ દેખાડવામાં માર્ક ઝકરબર્ગને ઘણી તકલીફ પડી રહી હતી.

- Advertisement -
Share This Article