YouTube Non-Skippable Ads TV: ટીવીમાં YouTube જોતી વખતે 30 સેકન્ડ લાંબી જાહેરાતો જે નહીં થાય Skip, કેમ થઈ રહ્યું છે આવું?

Arati Parmar
3 Min Read

YouTube Non-Skippable Ads TV: સ્માર્ટ ટીવીમાં યૂટ્યુબ (YouTube) જોનારાઓની સંખ્યા સતત વધી રહી છે. લોકોની આ રુચિને યૂટ્યુબે કમાણીના સાધનમાં બદલવાનું શરૂ કરી દીધું છે. આ મહિનાની શરૂઆતમાં ગૂગલે જણાવ્યું હતું કે જે લોકો પોતાના સ્માર્ટ ટીવીમાં યૂટ્યુબ એપનો ઉપયોગ કરે છે, તેમને હવે 30 સેકન્ડની લાંબી જાહેરાતો જોવી પડશે. આ જાહેરાતોને સ્કીપ (Skip) કરી શકાશે નહીં. ‘એન્ડ્રોઇડ હેડલાઇન્સ’ના રિપોર્ટ અનુસાર, આ ફેરફાર અત્યારે માત્ર ટીવી યૂઝર્સ માટે છે, જ્યારે મોબાઈલ અને લેપટોપમાં હજુ આટલી લાંબી જાહેરાતો ફરજિયાત કરવામાં આવી નથી.

5 સેકન્ડ પછી આવતું હતું Skip બટન

અત્યાર સુધી યૂટ્યુબ વિડિયો જોતી વખતે 5 સેકન્ડ પછી ‘Skip Ad’ બટન આવી જતું હતું. લોકો જાહેરાત સ્કીપ કરીને વિડિયો જોવાનું શરૂ કરી દેતા હતા. ટીવી માટે આ સુવિધા હવે ખતમ કરવામાં આવી રહી છે, જેને યૂટ્યુબે ‘સિનેમેટિક એક્સપિરિયન્સ’ નામ આપ્યું છે.

- Advertisement -

ટીવી માટે જ કેમ આવો નિર્ણય?

રિપોર્ટ મુજબ, આંકડા દર્શાવે છે કે ટીવી પર યૂટ્યુબ જોવું હવે લોકોની આદત બની રહી છે. મોબાઈલ અને લેપટોપની સરખામણીએ ટીવી પર વિડિયો વધુ સમય સુધી જોવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે યૂટ્યુબ લોકોની આ આદતનો ફાયદો ઉઠાવી રહ્યું છે, જે કંપનીની આવક (Revenue) વધારવામાં મદદ કરશે.

AI નક્કી કરશે ક્યારે આવશે જાહેરાત

યૂટ્યુબ યૂઝર્સને જાહેરાત ક્યારે બતાવવી તે માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પર નિર્ભર છે. તે ત્રણ રીતે કામ કરે છે:

- Advertisement -
  1. બમ્પર એડ્સ: 6 સેકન્ડની નાની જાહેરાતો.

  2. સ્ટાન્ડર્ડ એડ્સ: 15 સેકન્ડની સામાન્ય જાહેરાતો.

  3. 30 સેકન્ડની એડ્સ: જે માત્ર ટીવી યૂઝર્સને બતાવવામાં આવશે. AI કોઈપણ યૂઝર સામે ત્યારે જ જાહેરાત રજૂ કરશે જ્યારે તે શાંતિથી વિડિયો જોઈ રહ્યો હશે, જેથી યૂઝર તે જાહેરાત પૂરી જુએ.

એડ-બ્લોકર્સ પર લગામ

યૂટ્યુબ માત્ર પોતાની આવક જ નથી વધારી રહ્યું, પરંતુ તે લોકો પર પણ કડકાઈ કરી રહ્યું છે જેઓ એડ-બ્લોકર્સ (Add-blockers) સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. કંપની ઈચ્છે છે કે લોકો કાં તો જાહેરાત જુએ અથવા યૂટ્યુબનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ખરીદે. એવું કહેવાય છે કે કંપની કેટલાક દેશોમાં ‘યૂટ્યુબ પ્રીમિયમ લાઈટ’ પ્લાનનું પરીક્ષણ કરી રહી છે, જેની કિંમત આશરે 70 થી 80 રૂપિયા પ્રતિ માસ હોઈ શકે છે. આ પ્લાનમાં જાહેરાતો સાવ બંધ નહીં થાય પણ તેની સંખ્યા ઘણી ઘટી જશે.

વિરોધ પણ શરૂ

યૂટ્યુબની આ એડ પોલિસીનો વિરોધ પણ શરૂ થયો છે. તાજેતરમાં વિયેતનામે આ અંગે કડક વલણ અપનાવ્યું છે અને વિડિયો શરૂ થતા પહેલા આવતી જાહેરાતોને માત્ર 5 સેકન્ડ સુધી મર્યાદિત કરી દીધી છે.

- Advertisement -
Share This Article