ચંદીગઢ એરપોર્ટ પર CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌર દ્વારા કંગના રનૌતને થપ્પડ મારવાનો મામલો જોર પકડી રહ્યો છે. કંગનાની થપ્પડની ઘટના હવે પાકિસ્તાનમાં પણ ચર્ચાઈ રહી છે. પાકિસ્તાની યુટ્યુબર સોહેબ ચૌધરીના સવાલોના જવાબ આપતા ભારતીય મુસ્લિમ યુવતીએ કુલવિંદર કૌરને ‘જેહાદી’ કહી છે.

ભારતીય મુસ્લિમ યુવતી અને વકીલ નાઝિયા ઈલાહી ખાને સોહેબને કહ્યું કે સીઆઈએસએફ કોન્સ્ટેબલે જે રીતે કંગનાને થપ્પડ મારી તે સ્પષ્ટ કરે છે કે તે જેહાદી માનસિકતા ધરાવે છે. નાઝિયાએ કહ્યું કે CISF એ ગુનાહિત માનસિકતા ધરાવતી છોકરી સામે કડક કાર્યવાહી કરી છે. આ ગુનો માફી લાયક નથી, જો આ મામલે માફ કરવામાં આવે તો આવી વધુ ઘટનાઓ પ્રકાશમાં આવી શકે છે.

