રાહુલે કહ્યું કે, ઇડી મારા પર દરોડા પાડશે

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 2 : વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડાની યોજના બનાવવામાં આવી રહી છે. રાહુલે ગુરુવારે મોડી રાત્રે 1-52 વાગ્યે એક્સ પર કરેલી પોસ્ટમાં આ દાવો કર્યો હતો. તેમણે લખ્યું કે, ટુ-ઈન-વનને સંસદમાં મારું ચક્રવ્યૂહ ભાષણ પસંદ ન આવ્યું. ઈડીનાં આંતરિક સૂત્રોએ મને કહ્યું કે, મારી વિરુદ્ધ દરોડા પાડવાની યોજના ઘડાઇ રહી છે. હું ખુલ્લા હાથે ઈડી અધિકારીઓની રાહ જોઈ રહ્યો છું. ચા અને બિસ્કિટ મારા તરફથી.

modi and rahul

- Advertisement -

રાહુલે 29 જુલાઈએ સંસદનાં સત્ર દરમિયાન બજેટ 2024-25 પર લોકસભામાં ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે બજેટની સરખામણી મહાભારતનાં ચક્રવ્યૂહ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, છ લોકોનું એક જૂથ આખા દેશને ચક્રવ્યૂહમાં ફસાવી રહ્યું છે. આ છ લોકોમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અદાણી અને અંબાણી છે. રાહુલે કહ્યું હતું કે, હજારો વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં અભિમન્યુને છ લોકોએ ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યૂહનું બીજું નામ પદ્મવ્યું છે, જે કમળનાં ફૂલના આકારમાં છે. તેની અંદર ભય અને હિંસા છે.

કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી 10 વર્ષથી ઇડી, સીબીઆઇ અને આવકવેરા તંત્રનો મોટાં પ્રમાણમાં દુરુપયોગ કરે છે. શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, લોકતંત્રને બચાવવા માટે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર સામે ષડયંત્ર રચાય છે. બીજી તરફ, કેન્દ્રિય પ્રધાન ગિરિરાજસિંહે પલટવાર કરતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે, તે આપણા દેશનું દુર્ભાગ્ય છે

- Advertisement -
Share This Article