ભારતીય ગુજરાતી મૂળની શિવાનીએ બ્રિટનમાં ગીતા પર શપથ લીધા

Reena Brahmbhatt
1 Min Read

લંડન, તા. 11 : ભારતીય મૂળની 29 વર્ષીય ગુજરાતી બિઝનેસ વૂમન શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતા પર શપથ લીધા છે. શિવાનીએ લિસેસ્ટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેમણે આ સીટ પર લેબર પાર્ટીના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે.

shivani geeta sapath uk

- Advertisement -

તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી. યુકેના સાંસદ તરીકે શપથ લીધા પછી તરત જ શિવાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, `લિસેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવા એ સન્માનની વાત છે. ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાના શપથ લેવા બદલ મને ખરેખર ગર્વ છે.’ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 એશિયાકપની મેચ બાદ લિસેસ્ટર શહેરમાં ભારતીય મૂળના હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી.

તેને ધ્યાનમાં લેતાં શિવાનીનો વિજય ઉલ્લેખનીય છે. શિવાની રાજાએ લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર અગ્રવાલને હરાવીને 14,526 મત મેળવ્યા હતા. લિસેસ્ટર ઇસ્ટ 1987થી લેબર પાર્ટી પાસે હતું. શિવાની રાજાનો જન્મ લિસ્ટરમાં થયો હતો, તેમની માતા રાજકોટથી યુકેમાં આવી હતી અને તેમના પિતા ગુજરાતી છે, જેઓ 1970માં કેન્યાથી સ્થળાંતર કરીને આવ્યા હતા. રાજાએ કહ્યું હતું કે, મતદારો ખૂબ જ નિરાશ હતા અને તેથી જ તેમને લોકોનું જબરદસ્ત સમર્થન મળ્યું.

- Advertisement -
Share This Article