1st April Rule Changes: Fastag ના વાર્ષિક પાસથી લઈને ATM થી ઉપાડ સુધી, 1 એપ્રિલથી થશે આ 3 મોટા ફેરફાર, અનેક નિયમો પણ બદલાશે

Arati Parmar
3 Min Read

1st April Rule Changes: એક એપ્રિલથી નવું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ શરૂ થવા જઈ રહ્યું છે. આ સાથે જ અનેક મોટા ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે. નિયમોમાં ફેરફારનો ઉદ્દેશ્ય સામાન્ય માણસના જીવનને સરળ બનાવવાનો છે, તો કેટલાક નાણાકીય ફેરફારોને કારણે સામાન્ય માણસ પર આર્થિક બોજ પણ વધી શકે છે. ૧ એપ્રિલ, ૨૦૨૬ થી ફાસ્ટટેગ (FASTag) વાર્ષિક પાસથી લઈને ATM થી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર થવાનો છે. કુલ મળીને કહેવામાં આવે તો એક એપ્રિલ દરેક વ્યક્તિ માટે નવી પડકાર અને નવો અનુભવ લઈને આવવાની છે. ચાલો તમને એવા કેટલાક ખાસ ફેરફારો જણાવીએ, જે ૧ એપ્રિલથી થવાના છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડવાની સાથે કેટલીક રાહત પણ આપશે.

FASTag વાર્ષિક પાસ થયો મોંઘો

- Advertisement -

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ૧ એપ્રિલ, ૨૦૨૬ થી વાર્ષિક ફાસ્ટટેગ પાસની કિંમત વધારી દીધી છે. હવે વાર્ષિક પાસ માટે ૩,૦૦૦ રૂપિયાને બદલે ૩,૦૭૫ રૂપિયા આપવા પડશે. આ પાસ ખાનગી વાહનો માટે છે, જે એક વર્ષ અથવા ૨૦૦ ટ્રિપ્સ (જે વહેલું હોય) સુધી માન્ય રહે છે. આની અસર ૫૦ લાખથી વધુ યુઝર્સ પર પડી શકે છે.

ATM થી કેશ ઉપાડવાના નિયમમાં ફેરફાર

- Advertisement -

ઘણી બેંકોએ ૧ એપ્રિલથી ATM થી કેશ ઉપાડવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. HDFC બેંકના જણાવ્યા અનુસાર, હવે UPI દ્વારા ATM થી કરવામાં આવેલો કેશ ઉપાડ પણ તમારી મંથલી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં ગણવામાં આવશે. ફ્રી લિમિટ પૂરી થવા પર ચાર્જ ચૂકવવો પડશે. જો તમે ૫ ટ્રાન્ઝેક્શનથી વધુ વખત પૈસા ઉપાડો છો, તો પ્રતિ ટ્રાન્ઝેક્શન ૨૩ રૂપિયા + ટેક્સ આપવો પડશે.

ભારતીય રેલવેએ ટિકિટ કેન્સલ રિફંડના નિયમ બદલ્યા

- Advertisement -

રેલ મંત્રાલયે કન્ફર્મ ટિકિટના કેન્સલેશન અને રિફંડના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. આ અંતર્ગત હવે આગામી સમયમાં જો નિર્ધારિત સમયની અંદર ટિકિટ રદ કરવામાં નહીં આવે, તો કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં. નવા નિયમ મુજબ હવે કેન્સલેશન સમય અનુસાર રિફંડ મળશે:

ટ્રેનથી ૭૨ કલાક પહેલા કેન્સલ કરવા પર ફક્ત લઘુત્તમ ચાર્જ કપાશે.

૭૨ કલાકથી ૨૪ કલાકની વચ્ચે કેન્સલ કરવા પર ૨૫% ભાડું કપાશે.

૨૪ કલાકથી ૮ કલાકની વચ્ચે કેન્સલ કરશો તો ૫૦% ભાડું કપાશે.

ટ્રેન છૂટવાના ૮ કલાકથી ઓછા સમય પહેલા ટિકિટ કેન્સલ કરી તો કોઈ રિફંડ મળશે નહીં.

આધાર વેરિફિકેશનથી બનશે પાન (PAN)

૧ એપ્રિલ ૨૦૨૬ થી પાન કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેના પછી ફક્ત આધાર નંબર દ્વારા પાન કાર્ડ બનાવવું મુશ્કેલ બનશે. અત્યાર સુધી આધાર OTP દ્વારા તત્કાલ ઈ-પાનની સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ નવા નિયમો હેઠળ હવે આધારની સાથે અન્ય દસ્તાવેજોની પણ જરૂર પડશે.

Share This Article