Car Insurance Claim Rejection: ગાડીના ઇન્શ્યોરન્સમાં ન છુપાવો આ ૫ વાતો: ક્લેમ થશે રિજેક્ટ, ખર્ચ ભોગવવો પડશે ખિસ્સામાંથી!

Arati Parmar
4 Min Read

Car Insurance Claim Rejection: રસ્તા પર ચાલતી વખતે અકસ્માત કોઈની પણ સાથે ગમે ત્યારે થઈ શકે છે. ઘણીવાર નાની સરખી ટક્કર પણ કારને એટલું નુકસાન પહોંચાડે છે કે તેને સર્વિસ સેન્ટર લઈ જવી પડે છે. અને આ જ કારણે લોકો ઇન્શ્યોરન્સ લઈને ચાલે છે. આજકાલ ઇન્શ્યોરન્સ માત્ર સામાન્ય જીવનની જરૂરિયાત બની ગયું છે. ભલે ગાડીનો ઇન્શ્યોરન્સ હોય, હેલ્થ કવર હોય કે જીવન વીમા, દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે સુરક્ષા ઈચ્છે છે. આવા સમયમાં મોટાભાગના લોકોની આશા કાર ઇન્શ્યોરન્સ પર ટકી હોય છે. પરંતુ ઘણીવાર પોલિસી લેતી વખતે લોકો કેટલીક ભૂલો કરી બેસે છે જેમાં તેઓ કેટલીક વાતો છુપાવી લે છે. અથવા તો ખોટી માહિતી આપે છે તો ઇન્શ્યોરન્સ કંપની ક્લેમ નકારી શકે છે. જેનું પરિણામ એ આવે છે કે કાર સર્વિસ સેન્ટરમાં પડી રહે છે અને તમામ ખર્ચ ખિસ્સામાંથી ભોગવવો પડે છે ચાલો તમને જણાવીએ તે કઈ વાતો છે જે ઇન્શ્યોરન્સ કરાવતી વખતે ક્યારેય ન છુપાવવી જોઈએ.

પોલિસી ફોર્મમાં સાચી માહિતી

જ્યારે પણ તમે ઇન્શ્યોરન્સ ખરીદો છો તો પોલિસી ફોર્મ ભરતી વખતે સાચી માહિતી આપવી જરૂરી છે. ઘણા લોકો અકસ્માતનું સાચું કારણ છુપાવવાની કોશિશ કરે છે અથવા તો ઘટનાને અલગ રીતે રજૂ કરવા લાગે છે, પરંતુ આ ભૂલ ભારે પડી શકે છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ તપાસ દરમિયાન સરળતાથી સત્ય શોધી લે છે. જો માહિતી ખોટી જણાય તો ક્લેમ તરત જ નકારી શકાય છે.

- Advertisement -

વાહન ચલાવનારની સાચી માહિતી

ઘણીવાર કાર કોઈ મિત્ર, સંબંધી કે પરિવારના સભ્ય ચલાવી રહ્યા હોય છે, પરંતુ અકસ્માત પછી માલિક પોતે જ ડ્રાઈવર હોવાનું કહેવા લાગે છે. આ ભૂલ ખૂબ ભારે પડી શકે છે. ઇન્શ્યોરન્સ કંપની એ જાણવા ઈચ્છે છે કે અકસ્માત સમયે ગાડી કોણ ચલાવી રહ્યું હતું. જો તપાસમાં માહિતી ખોટી નીકળે તો ક્લેમ મળવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે.

કારમાં અગાઉનું નુકસાન

કેટલાક લોકો કારમાં અગાઉથી રહેલા ડેન્ટ, સ્ક્રેચ કે તૂટફૂટને પણ નવા અકસ્માતનો ભાગ બતાવવાની કોશિશ કરે છે. શરૂઆતમાં આ સરળ લાગી શકે છે, પરંતુ સર્વેયર કારની તપાસ દરમિયાન જૂના અને નવા નુકસાનમાં તફાવત સમજી લે છે. જો કંપનીને છેતરપિંડીની શંકા જાય તો આખો ક્લેમ જ રોકી દેવામાં આવે છે.

- Advertisement -

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને નશો

જો અકસ્માત સમયે ડ્રાઈવરે દારૂ પીધો હતો કે કોઈ મોટા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું હતું, તો આ વાત છુપાવવી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે પોલીસ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ દ્વારા સત્ય સામે આવી શકે છે. આવા કિસ્સાઓમાં ઇન્શ્યોરન્સ કંપની ક્લેમ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી શકે છે. તેથી સત્ય કહેવું જ બહેતર હોય છે.

દસ્તાવેજોની માન્યતા

ઘણીવાર લોકો એક્સપાયર ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ કે અન્ય જરૂરી દસ્તાવેજોની માહિતી છુપાવવાની કોશિશ કરે છે. પરંતુ ક્લેમ પ્રક્રિયા દરમિયાન કંપની તમામ દસ્તાવેજોની તપાસ કરે છે. જો કોઈ જરૂરી દસ્તાવેજ માન્ય ન મળે, તો ક્લેમ નકારી શકાય છે. તેથી હંમેશા તમારા કાગળો અપડેટ રાખો.

- Advertisement -

ઇન્શ્યોરન્સ લેતી વખતે સાવધાની

ઇન્શ્યોરન્સ લેતી વખતે તમારે કઈ છુપાવવું ન જોઈએ. નહીંતર આગળ ચાલીને મોટું નુકસાન થઈ શકે છે. પરંતુ માત્ર માહિતી છુપાવવી જ ભૂલ નથી. પોલિસી લેતી વખતે કેટલીક જરૂરી વાતો પર ધ્યાન ન આપવું પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. પોલિસી ખરીદતી વખતે લોકો ઘણીવાર માત્ર પ્રીમિયમ જોઈને નિર્ણય લઈ લે છે. પરંતુ આ રીત સાચી નથી. તમારે કેટલા કવરની જરૂર છે, તમારી પોલિસી કયા અકસ્માતોને કવર કરે છે અને તેમાં કઈ બાબતોને બાકાત રાખવામાં આવી છે. ક્લેમ સેટલમેન્ટનો રેશિયો શું છે. કેશલેસ સુવિધા છે કે નહીં આ બાબતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચો: EV Battery Degradation: ઈલેક્ટ્રિક કારની બેટરી માટે ગરમી કે ઠંડી? કઈ ઋતુ છે વધુ જોખમી? જાણો લેટેસ્ટ રિસર્ચનું સત્ય – Newz Cafe

Share This Article