Credit Card Limit: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ માત્ર એક પ્લાસ્ટિક કાર્ડ નથી, પરંતુ તમારી ફાઇનાન્શિયલ ફ્રીડમની ચાવી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા મિત્રની ક્રેડિટ લિમિટ લાખોમાં છે અને તમારી હજારોમાં જ કેમ સમેટાઈ ગઈ છે? આખરે બેંક કયા ત્રાજવે તોલીને ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરે છે? એવામાં જો તમે પણ તમારી ક્રેડિટ લિમિટ વધારવા માંગો છો, તો આ સમાચાર તમારા ખૂબ કામના છે. ચાલો સમજીએ ક્રેડિટ લિમિટનું આખું ગણિત.
કેવી રીતે નક્કી થાય છે ક્રેડિટ લિમિટ?
બેંક તમને ઉધાર આપતા પહેલા તમારી આખી કુંડળી તપાસે છે. લિમિટ નક્કી કરવા પાછળ આ ૩ મોટા પરિબળો (ફેક્ટર્સ) હોય છે, જેમાં સામેલ છે:
આવક (Income): સૌથી પહેલા બેંક જુએ છે કે તમે મહિનામાં કેટલું કમાઓ છો. જેટલો વધારે પગાર અથવા બિઝનેસ આવક, તેટલું જ બેંકને ઓછું જોખમ લાગે છે અને તેટલી જ વધારે મળે છે લિમિટ.
ક્રેડિટ સ્કોર (CIBIL Score): ક્રેડિટ સ્કોર તમારું રિપોર્ટ કાર્ડ છે. જો તમે જૂની લોન અથવા બિલ સમયસર ભર્યા છે, તો તમારો સ્કોર ૭૫૦+ હશે. હાઈ સ્કોર એટલે ગ્રીન સિગ્નલ અને વધારે લિમિટ.
જૂની લોનનો બોજ: જો તમારો અડધો પગાર જૂની લોનની EMI ભરવામાં જ જઈ રહ્યો છે, તો બેંક તમને નવી લિમિટ આપવામાં ખચકાશે.
લિમિટ વધારવાનો અર્થ એ નથી કે તમે આડેધડ ખર્ચ કરો. યાદ રાખો, આ બેંકના પૈસા છે જે વ્યાજ સહિત તમારે જ ચૂકવવાના છે.
લિમિટ વધારવી છે? અજમાવો આ ૪ સુપર રીતો
જો તમારી હાલની લિમિટ ઓછી છે અને તમે તેને વધારવા માંગો છો, તો આ રીતો તમારા કામ આવશે:
૧. સેલેરી સ્લિપ અપડેટ કરો: શું તમારો પગાર પહેલા કરતા વધી ગયો છે? જો હા, તો બેંકને તમારી નવી સેલેરી સ્લિપ અથવા આઈટી રિટર્ન મોકલો. જ્યારે બેંક જોશે કે તમારી આવક વધી ગઈ છે, ત્યારે તેઓ પોતે જ તમને લિમિટ વધારવાની ઓફર આપી દેશે.
૨. સમયસર બિલ ચૂકવો: આ સૌથી જૂની અને અસરકારક રીત છે. જો તમે સતત ૬ થી ૧૨ મહિના સુધી તમારા બિલ ડ્યુ ડેટ પહેલા ભરો છો, તો બેંક તમને એક ભરોસાપાત્ર ગ્રાહક માનવા લાગે છે.
૩. ક્રેડિટ યુટિલાઈઝેશનનું ધ્યાન રાખો: ધારો કે તમારી લિમિટ ૧ લાખ રૂપિયા છે, તો દર મહિને આખેઆખા ૧ લાખ ખર્ચ ન કરો. તમારી લિમિટના માત્ર ૩૦-૪૦% જ વાપરો. આનાથી બેંકને લાગે છે કે તમે ક્રેડિટના ભૂખ્યા નથી અને તમારું મેનેજમેન્ટ શાનદાર છે.
૪. બેંક સાથે પોતે વાત કરો: તમે બેંકના કસ્ટમર કેર પર કોલ કરીને અથવા એપ દ્વારા લિમિટ વધારવાની રિક્વેસ્ટ નાખી શકો છો. જો તમારો રેકોર્ડ સાફ છે, તો બેંક તેને તરત જ માની લે છે.

