By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: EPFO Inoperative Account: EPFOના સભ્યો માટે મહત્વની માહિતી, ઇનએક્ટિવ PF અકાઉન્ટ ક્યારે થાય છે અને ક્યારે સુધી મળે છે વ્યાજ?
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Utility > EPFO Inoperative Account: EPFOના સભ્યો માટે મહત્વની માહિતી, ઇનએક્ટિવ PF અકાઉન્ટ ક્યારે થાય છે અને ક્યારે સુધી મળે છે વ્યાજ?
Utility

EPFO Inoperative Account: EPFOના સભ્યો માટે મહત્વની માહિતી, ઇનએક્ટિવ PF અકાઉન્ટ ક્યારે થાય છે અને ક્યારે સુધી મળે છે વ્યાજ?

Arati Parmar
Last updated: August 23, 2026 12:14 pm
By Arati Parmar
3 Min Read
Share
EPFO Inoperative Account
SHARE

EPFO Inoperative Account: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ફરી એકવાર પોતાના સભ્યોને EPFના ઇનએક્ટિવ અકાઉન્ટ વિશે માહિતી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા સંગઠને ઇનઓપરેટિવ અકાઉન્ટને સમજાવ્યું છે. જો તમે પણ EPFOના સભ્ય છો તો તમારે તેના વિશે જાણી લેવું જોઈએ.

Contents
  • ઇનઓપરેટિવ અકાઉન્ટ શું હોય છે?
  • 1. જો કોઈ 50 વર્ષની ઉંમરે રિટાયર થાય
  • 2. 55 વર્ષની ઉંમરે રિટાયર થવા પર
  • 3. 58 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ પર
  • 4. 70 વર્ષની ઉંમરે રિટાયર થવા પર
  • રિટાયરમેન્ટની ઉંમર અને ઇનએક્ટિવ અકાઉન્ટને લઈને રહે છે અસંમજસ

Let’s decode Inoperative EPF Accounts
Know when your EPF stops earning interest and plan your withdrawals wisely.

#EPFO #EPFOWithYou #HumHainNa #InoperativeEPFAccount pic.twitter.com/T1SP4chsoL

— EPFO (@officialepfo) August 20, 2026

- Advertisement -

ઇનઓપરેટિવ અકાઉન્ટ શું હોય છે?

જે PF અકાઉન્ટમાં વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે તેને ઇનઓપરેટિવ અકાઉન્ટ કહેવામાં આવે છે. EPFO તરફથી આવા 4 પ્રકાર જણાવવામાં આવ્યા છે. સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ સભ્ય 55 વર્ષની ઉંમરે અથવા ત્યારબાદ રિટાયર થાય છે તો તેનું PF અકાઉન્ટ રિટાયરમેન્ટની તારીખથી 3 વર્ષ બાદ ઇનઓપરેટિવ થઈ જાય છે. ત્યારબાદ તે અકાઉન્ટ પર વ્યાજ મળતું નથી.

1. જો કોઈ 50 વર્ષની ઉંમરે રિટાયર થાય

જો કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમરે રિટાયર થાય છે તો તેનું PF અકાઉન્ટ 58 વર્ષની ઉંમર સુધી એક્ટિવ રહે છે. તેમાં જમા રકમ પર વ્યાજ મળતું રહેશે. પરંતુ 58 વર્ષની ઉંમર થયા બાદ વ્યાજ મળવાનું બંધ થઈ જશે અને અકાઉન્ટ ઇનએક્ટિવ થઈ જશે.

- Advertisement -

2. 55 વર્ષની ઉંમરે રિટાયર થવા પર

જો કોઈ વ્યક્તિ 55 વર્ષની ઉંમરે રિટાયર થાય છે તો પણ તેનું PF અકાઉન્ટ 58 વર્ષની ઉંમર સુધી એક્ટિવ રહેશે. ત્યારબાદ વ્યાજ મળવાનું બંધ થઈ જશે.

3. 58 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ પર

જો કોઈ વ્યક્તિ 58 વર્ષની ઉંમરે રિટાયર થાય છે તો આવનારા 3 વર્ષ એટલે કે 61 વર્ષની ઉંમર સુધી તેને વ્યાજ મળતું રહેશે. ત્યારબાદ અકાઉન્ટ ઇનએક્ટિવ થશે.

- Advertisement -

4. 70 વર્ષની ઉંમરે રિટાયર થવા પર

જો કોઈ વ્યક્તિનું રિટાયરમેન્ટ 70 વર્ષની ઉંમરે થાય છે તો તેને રિટાયરમેન્ટના 3 વર્ષ સુધી PF અકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ મળતું રહેશે.

રિટાયરમેન્ટની ઉંમર અને ઇનએક્ટિવ અકાઉન્ટને લઈને રહે છે અસંમજસ

ઘણી વખત જે લોકો સમય પહેલાં રિટાયરમેન્ટ લઈ લે છે તેમને આ બાબતે અસંમજસ રહે છે કે ક્યાંક તેમનું PF અકાઉન્ટ બંધ ન કરી દેવામાં આવે. અગાઉ પણ સંગઠન તરફથી લોકોને જણાવવામાં આવ્યું હતું કે અકાઉન્ટ ઇનએક્ટિવ થયા બાદ PFની રકમ તરત ઉપાડી લેવી જોઈએ જેથી તમને વ્યાજનું નુકસાન ન થાય. જો 55 વર્ષની ઉંમર પહેલાં કોઈપણ ઉંમરે તમે રિટાયર થાઓ છો તો પણ EPFOનું અકાઉન્ટ 58 વર્ષની ઉંમર સુધી એક્ટિવ રહે છે અને તેમાં જમા રકમ પર તમને વ્યાજ મળતું રહેશે. જોકે, તેના માટે નોકરીની શરતોનું પાલન કરવું અનિવાર્ય છે.

Buying Second Hand Vehicle: સાવધાન: જો તમે પણ જૂની કાર ખરીદી રહ્યા છો? તો આ એક કામ ચોક્કસ કરો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો
Ayushman Card e-KYC Update: સાવધાન! આયુષ્માન કાર્ડમાં થયો મોટો ફેરફાર, e-KYC વગર મફત ઈલાજ થશે બંધ, જાણો નવા નિયમો અને વેરિફિકેશન પ્રોસેસ
Religion asked Report & penalty: હિન્દુ છો કે મુસ્લિમ? જો કોઈ તમારો ધર્મ પૂછે તો તમે કયાં કરી શકો ફરિયાદ, કેટલી સજા થાય છે?
Climate investment India 2030: 2030 સુધીમાં આબોહવા પરિવર્તન સામે લડવા માટે ભારતમાં $1.5 ટ્રિલિયનનું રોકાણ જરૂરી, 50 લાખ નવી નોકરીઓનું સર્જન શક્ય
Defamation Laws & Legal Process: સોશિયલ મીડિયા પર કોઈ તમને બદનામ કરે તો ગભરાશો નહીં, માનહાનિના કેસ માટે જાણો સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા
TAGGED:EPF AccountEPF InterestEPFOInoperative PF AccountPF account rulesProvident FundRetirement Benefits
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

Complaint Against Shopkeeper
Utility

Complaint Against Shopkeeper: જો દુકાનદાર ખરાબ માલ આપીને પાછો લેવાનો ઇનકાર કરે તો? તો તરત જ અહીં ફરિયાદ કરો

3 Min Read
e6z5gc0f
Utility

NPS Vatsalya New Guidelines: બાળકોના ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય: NPS વાત્સલ્ય યોજનાના નિયમો બદલાયા, જાણો ક્યારે ઉપાડી શકાશે પૈસા

3 Min Read
Nuclear Leak In Pakistan
Utility

Nuclear Leak In Pakistan: પરમાણુ લીક થવાના કિસ્સામાં શું જોખમ હોઈ શકે છે અને શું તમારી જાતને બચાવવાનો કોઈ રસ્તો છે? અહીં બધું જાણો

3 Min Read
president dhaba madhapur hyderabad home delivery restaurants 3t5kgjh
Utility

Dhaba Business License: પોતાનો ઢાબો શરૂ કરવા માંગો છો? તો નોંધી લો આ ૬ જરૂરી લાયસન્સ, સરકારી લફડા વગર બિઝનેસ વધારવા માટે આ રીતે કરો ઓનલાઈન અરજી

4 Min Read
New Aadhaar App Features
Utility

New Aadhaar App Features: હવે ફિઝિકલ આધાર કાર્ડની જરૂર નહીં! UIDAI એ લોન્ચ કરી નવી ‘આધાર એપ’: ફેસ સ્કેન કરીને વેરિફિકેશન અને ડેટા શેરિંગ થશે સરળ

3 Min Read
Bike Purchase Tips
Utility

Bike Purchase Tips: નવી બાઇક ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, તમને સારો સોદો મળશે

2 Min Read
fbcl5far
Utility

EPFO Single Pool Scheme: EPFO ની ‘સિંગલ પૂલ’ સ્કીમ શું છે? જાણો PF મેમ્બર્સ પર આની શું અસર થશે

3 Min Read
images 3
Utility

PF UPI Withdrawal: પીએફ ઉપાડવું થશે સાવ સરળ: હવે ફોર્મની ઝંઝટ છોડો અને UPI થી મંગાવો તમારા પૈસા, ૨૦૨૬માં EPFO લાવવા જઈ રહ્યું છે આ મોટી સુવિધા

4 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?