Aadhaar Lock/Unlock: આજના સમયમાં આધાર કાર્ડ લગભગ દરેક જરૂરી કામમાં વપરાય છે. બેંક, સિમ કાર્ડ, સરકારી યોજનાઓ અને અનેક ઓનલાઇન સેવાઓમાં તેની જરૂર પડે જ છે. એવામાં આધારની સુરક્ષા ખૂબ જ જરૂરી બની જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને UIDAI એ ‘Aadhaar Lock/Unlock’ ફીચર શરૂ કર્યું છે. આ ફીચરથી તમે પોતે નક્કી કરી શકો છો કે તમારો આધાર નંબર ક્યારે વપરાશે અને ક્યારે નહીં. આવો આ વિશે વિગતવાર જાણીએ-
Aadhaar Lock ફીચર શું છે?
જ્યારે તમે તમારો આધાર નંબર ‘લોક’ કરી દો છો, ત્યારે કોઈ પણ તમારા આધાર નંબર (UID) નો ઉપયોગ કરીને તમારી ઓળખ ચકાસી શકતું નથી. એટલે કે બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક કે OTP દ્વારા થતું ઓથેન્ટિકેશન કામચલાઉ રીતે બંધ થઈ જાય છે. જોકે, તમે ઈચ્છો તો તમારા ૧૬ અંકના વર્ચ્યુઅલ આઈડી (VID) નો ઉપયોગ કરી શકો છો. VID એક કામચલાઉ નંબર હોય છે જે આધાર સાથે જોડાયેલો હોય છે અને સુરક્ષિત રીતે ઓળખ ચકાસણીમાં મદદ કરે છે.
Aadhaar લોક કરવાની રીત
તમે બે રીતે આધાર લોક કરી શકો છો-
પહેલી રીત- UIDAI વેબસાઇટ દ્વારા
૧. સૌથી પહેલા myaadhaar.uidai.gov.in વેબસાઇટ પર જાઓ.
૨. અહીં ‘Aadhaar Lock & Unlock’ સેવા પસંદ કરો.
૩. ‘UID Lock’ પર ક્લિક કરો.
૪. તમારો આધાર નંબર, નામ અને પિન કોડ દાખલ કરો.
૫. OTP (SMS દ્વારા) અથવા mAadhaar એપ દ્વારા TOTP પસંદ કરો.
૬. OTP નાખીને સબમિટ કરો. સફળ થયા પછી તમને કન્ફર્મેશન મેસેજ મળશે.
બીજી રીત-
mAadhaar એપ દ્વારા
૧. Google Play Store અથવા Apple App Store પરથી mAadhaar એપ ડાઉનલોડ કરો.
૨. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગિન કરો.
૩. ‘Services’ માં જઈને ‘Aadhaar Lock/Unlock’ પસંદ કરો.
૪. ‘Lock Aadhaar’ પર ક્લિક કરો અને OTP થી વેરિફાય કરો.
Aadhaar અનલોક કેવી રીતે કરવું?
જો તમારે આધાર દ્વારા કોઈ કામ કરવું હોય, તો પહેલા તેને અનલોક કરવું પડશે. આ માટે-
૧. UIDAI ની વેબસાઇટ પર જાઓ.
૨. ‘Unlock’ ઓપ્શન પસંદ કરો.
૩. તમારો ૧૬ અંકનો લેટેસ્ટ VID દાખલ કરો.
૪. OTP અથવા TOTP નાખીને સબમિટ કરો.
જો તમને તમારો VID યાદ નથી, તો તમે SMS દ્વારા તેને ફરીથી મેળવી શકો છો.
આધાર લોક/અનલોક ફીચર તમારી ઓળખને સુરક્ષિત રાખવાની સરળ રીત છે. જો તમે વધારાની સુરક્ષા ઈચ્છો છો, તો આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

