myScheme: તમને ખબર પણ નહીં હોય કે સરકારની કઈ-કઈ યોજનાઓ માટે તમે પાત્ર છો! એક સરકારી વેબસાઇટ તમને જાતે શોધીને જણાવી શકે છે

Arati Parmar
2 Min Read

myScheme: તમને ખબર પણ નહીં હોય કે સરકારની કઈ-કઈ યોજનાઓ માટે તમે પાત્ર છો!
એક સરકારી વેબસાઇટ તમને જાતે શોધીને જણાવી શકે છે

ઘણી વખત સરકારની યોજના હોય છે, આપણે તેના માટે પાત્ર પણ હોઈએ છીએ… પરંતુ માહિતીના અભાવે લાભ લઈ શકતા નથી.

- Advertisement -

હવે દરેક વિભાગની અલગ-અલગ વેબસાઇટ શોધવાની જરૂર નથી.

ભારત સરકારનું myScheme નામનું એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે, જ્યાં કેન્દ્ર સરકાર તેમજ વિવિધ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની 4,700થી વધુ સરકારી યોજનાઓ વિશે માહિતી ઉપલબ્ધ છે.

- Advertisement -

તમારા માટે કઈ યોજના છે તે કેવી રીતે શોધશો?

myScheme પર “Find Schemes For You” પસંદ કરો અને તમારી કેટલીક સામાન્ય વિગતો આપો, જેમ કે—

- Advertisement -

• ઉંમર
• સ્ત્રી/પુરુષ
• રાજ્ય
• શહેરી કે ગ્રામ્ય વિસ્તાર
• આવક સંબંધિત વિગતો
• સામાજિક શ્રેણી
• વૈવાહિક સ્થિતિ
• રોજગારની સ્થિતિ વગેરે.

આ વિગતોના આધારે portal તમારા profileને અનુરૂપ સરકારી યોજનાઓ શોધવામાં મદદ કરે છે.

ખાસ વાત એ છે કે યોજના પસંદ કર્યા પછી તમે જાણી શકો છો—

✅ યોજનાનો લાભ શું છે?
✅ કોણ પાત્ર છે?
✅ કયા documents જોઈએ?
✅ અરજી કરવાની પ્રક્રિયા શું છે?
✅ અરજી ક્યાં કરવી?

ખેડૂત, વિદ્યાર્થી, મહિલા અને બાળક, રોજગાર-કૌશલ્ય, આરોગ્ય, આવાસ, સામાજિક કલ્યાણ, વ્યવસાય સહિત 15 અલગ-અલગ categoriesની યોજનાઓ અહીં શોધી શકાય છે.

લોગિન કર્યા વગર પણ યોજનાઓ browse અને search કરી શકાય છે.

તો એક વાર તમારા અને તમારા પરિવારના સભ્યો માટે પણ તપાસી જુઓ.

કદાચ કોઈ એવી સરકારી યોજના મળી જાય, જેના લાભ માટે તમે પાત્ર હો… પરંતુ અત્યાર સુધી તમને તેની ખબર જ ન હોય!

Official Government Portal: myScheme
Ministry of Electronics & IT, Government of India

આ માહિતી બીજાને પણ મોકલો કદાચ તમારા એક Share થી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તેની હકની યોજનાની માહિતી પહોંચી જાય.

Share This Article