Senior Citizen FD Rates: જુલાઈ ૨૦૨૬માં વરિષ્ઠ નાગરિકો માટે શ્રેષ્ઠ FD વિકલ્પો, કઈ બેંક આપી રહી છે સૌથી વધુ વ્યાજ?

Arati Parmar
3 Min Read

Senior Citizen FD Rates: પૈસાનું રોકાણ કરવા માટે આજે પણ લોકોની વચ્ચે બેંક FD ઘણી લોકપ્રિય છે. બેંક FDમાં રોકાણ કરેલા પૈસા સુરક્ષિત રહે છે. સાથે જ મળતું વળતર પણ પહેલાથી જ ફિક્સ હોય છે. આ જ કારણ છે કે FDમાં રોકાણ કરવું લોકોની પહેલી પસંદ બની ગયું છે. વળી વરિષ્ઠ નાગરિકોની વચ્ચે બેંક FD વધુ લોકપ્રિય છે કારણ કે FDમાં વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકોની સરખામણીએ વધુ વ્યાજ દરથી વળતર મળે છે. આજે અમે તમને દેશની અલગ અલગ બેંકોના જુલાઈ ૨૦૨૬ના વરિષ્ઠ નાગરિકો માટેના FD વ્યાજ દરો વિશે જણાવવાના છીએ. ચાલો જાણીએ વિગતો.

સ્મોલ ફાઈનાન્સ બેંકના FD વ્યાજ દરો

- Advertisement -

જુલાઈ ૨૦૨૬માં અલગ અલગ સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના વરિષ્ઠ નાગરિકોને અલગ અલગ વ્યાજ દરથી વળતર ઓફર કરી રહી છે. આ બેંકોના ટોચના વ્યાજ દરો કંઈક આ રીતે છે-

Equitas Small Finance Bank- ૮.૫૦ ટકા
Shivalik Small Finance Bank- ૮.૫૦ ટકા
Jana Small Finance Bank- ૮.૩૦ ટકા
Ujjivan Small Finance Bank- ૮.૩૦ ટકા
ESAF Small Finance Bank- ૮.૨૫ ટકા
Suryoday Small Finance Bank- ૮.૨૫ ટકા

- Advertisement -

પ્રાઈવેટ બેંકના FD વ્યાજ દરો

જુલાઈ ૨૦૨૬માં અલગ અલગ પ્રાઈવેટ બેંકોના વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દરો કંઈક આ રીતે છે. આ વ્યાજ દરો ટોચની અવધિ માટે છે-

- Advertisement -

DCB Bank- ૮.૦૦ ટકા
Bandhan Bank- ૭.૯૫ ટકા
Jammu & Kashmir Bank- ૭.૮૦ ટકા
SBM Bank India- ૭.૮૦ ટકા
IndusInd Bank- ૭.૭૫ ટકા
Yes Bank- ૭.૭૫ ટકા

સરકારી બેંકના FD વ્યાજ દરો

જુલાઈ ૨૦૨૬માં અલગ અલગ સરકારી બેંકોના વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દરો કંઈક આ રીતે છે. આ વ્યાજ દરો પણ ટોચની અવધિ માટે છે-

Bank of India- ૭.૪૫ ટકા
Punjab & Sind Bank- ૭.૩૫ ટકા
Indian Bank- ૭.૩૦ ટકા
Bank of Baroda- ૭.२૫ ટકા
Central Bank of India- ૭.૨૦ ટકા
Bank of Maharashtra- ૭.૧૫ ટકા
Union Bank of India- ૭.૧૫ ટકા

FDમાં રોકાણ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

નાણાકીય નિષ્ણાતો અનુસાર, માત્ર સૌથી વધારે વ્યાજ દર જોઈને FDમાં રોકાણ કરવું યોગ્ય રણનીતિ નથી. રોકાણકારોએ કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જે કંઈક આ રીતે છે-

તમારી FDને એક જ બેંકમાં રાખવાને બદલે અલગ-અલગ બેંકોમાં રાખો, જેથી DICGCની ૫ લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ ઈન્સ્યોરન્સ મર્યાદાનો લાભ મળી શકે.

વધારે વ્યાજ માટે સ્મોલ ફાઈનાન્સ બેંકોમાં તમે રોકાણ કરી શકો છો પરંતુ રોકાણ કરતા પહેલા બેંકની રેટિંગ જરૂર જોઈ લો.

FDની અવધિ હંમેશા તમારી ભવિષ્યની રોકડ જરૂરિયાત મુજબ પસંદ કરો, જેથી જરૂર પડવા પર સમય પહેલા FD તોડવાની નોબત ન આવે.

Share This Article