Aadhar Virtual ID VID Generation: બેંકમાં નવું એકાઉન્ટ ખોલાવવાથી લઈને નવું સિમ લેવા સુધી લગભગ દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડ આજના સમયમાં સૌથી વધુ જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. એવામાં લોકોને એવો પણ ડર રહે છે કે ક્યાંક તેમના આધાર નંબર કે ડિટેલ્સની મદદથી સ્કેમર્સ તેમની સાથે છેતરપિંડી કે ધોખાધડી ન કરી લે. આ જોખમથી બચવા માટે તમે VID નો ઉપયોગ કરી શકો છો. આ VID વર્ચ્યુઅલ આઈડી હોય છે જે ૧૬ નંબરની ઓળખ છે. તેને તમે આધાર નંબર શેર કરવાને બદલે આપી શકો છો. ચાલો VID વિશે વિગતવાર જાણીએ અને એ પણ જાણીશું કે તેને તમે કેવી રીતે જનરેટ કરી શકો છો…
શું હોય છે VID?
વર્ચ્યુઅલ આઈડીને વીઆઈડી કહેવામાં આવે છે. તે આધાર કાર્ડ નંબર માટે એક કવચની જેમ કામ કરે છે. આની મદદથી આધાર સાથે જોડાયેલા કાર્યો કરી શકાય છે, તે પણ અસલી આધાર નંબર શેર કર્યા વગર. ઉદાહરણ તરીકે જ્યારે તમે બેંક કે સિમ કાર્ડ સ્ટોર પર તમારી VID આપો છો ત્યારે આધાર વેરિફિકેશન તો થઈ જાય છે, પરંતુ સામેવાળા પાસે તમારો અસલી આધાર નંબર પહોંચતો નથી. આની મદદથી આધાર કાર્ડ સાથે જોડાયેલા સ્કેમ કે છેતરપિંડી થવાના ચાન્સ ખૂબ જ ઓછા થઈ જાય છે.
કેવી રીતે જનરેટ કરવી તમારા આધાર કાર્ડની VID?
આધાર કાર્ડની વીઆઈડી જનરેટ કરવી ખૂબ જ સરળ છે. આ માટે તમે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકો છો.
૧. વીઆઈડી જનરેટ કરવા માટે UIDAI ની સત્તાવાર વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
૨. વેબસાઈટ પર જઈને તમારા આધાર કાર્ડ નંબરની મદદથી લોગ ઇન કરો.
૩. ત્યારબાદ ડેશબોર્ડ પર Generate Virtual ID પર ક્લિક કરો.
૪. હવે તમારી સામે બે ઓપ્શન આવશે, તેમાં Generate ID પર ક્લિક કરો.
૫. પછી તમારી VID સ્ક્રીન પર દેખાશે અને રજિસ્ટર્ડ નંબર પર પણ મોકલી દેવામાં આવશે.
જરૂરી વાત
વર્ચ્યુઅલ આઈડીની ખાસ વાત એ છે કે તમે જેટલી ઈચ્છો તેટલી વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરી શકો છો. જેવી તમે નવી VID જનરેટ કરશો કે તરત જ જૂની VID રદ થઈ જશે.

