LIC Bima Kavach Plan: ઈન્સ્યોરન્સના ક્ષેત્રમાં લાંબા સમયથી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) દેશમાં ભરોસાપાત્ર નામ બની રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ લોકોની જરૂરિયાતો મુજબ પોલિસી તૈયાર કરવાનું છે. આ જ કડીમાં ઈન્સ્યોરન્સ દિગ્ગજે તાજેતરમાં એક નવી પોલિસી ‘વીમા કવચ’ પરથી પડદો ઉઠાવ્યો હતો, જે નોકરીયાત અને સામાન્ય લોકોની અલગ-અલગ જરૂરિયાતોને પૂરી કરે છે. આમાં બચતથી લઈને પ્યોર રિસ્ક પ્રોટેક્શન સુધીની બાબતો સામેલ છે.
શું છે વીમા કવચ પ્લાન?
વીમા કવચ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ પ્યોર રિસ્ક પ્લાન છે, જેને ફિક્સ્ડ અને ગેરંટીડ ડેથ બેનિફિટ આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. તે બે બેનિફિટ સ્ટ્રક્ચર પ્રદાન કરે છે. આમાં લેવલ સમ એશ્યોર્ડ અને ઈન્ક્રીઝિંગ સમ એશ્યોર્ડ સામેલ છે. આ સાથે આ પ્લાન સિંગલ, લિમિટેડ અને રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટ ઓપ્શન દ્વારા ફ્લેક્સિબિલિટી પણ ઓફર કરે છે. આ દરમિયાન બેનિફિટ્સ એકસામટી રકમને બદલે હપ્તાઓમાં પણ મેળવી શકાય છે.
આ પ્લાન રેગ્યુલર પ્રીમિયમની સાથે લેવલ સમ એશ્યોર્ડ ઓપ્શન હેઠળ લાઈફ-સ્ટેજ બેનિફિટ વધારવાની સુવિધા પણ આપે છે. આના દ્વારા પોલિસી હોલ્ડર લગ્ન અથવા બાળકના જન્મ પછી કવરેજ વધારી શકે છે.
પોલિસીના ફીચર્સ
વીમા કવચના મુખ્ય ફીચર્સમાં સામેલ છે –
ઉંમર
વીમા કવચ ખરીદતી વખતે લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ અને મહત્તમ ઉંમર ૬૫ વર્ષ છે. આ દરમિયાન ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોની એન્ટ્રી પર કેસ-ટુ-કેસ ધોરણે બોર્ડ તરફથી એપ્રુવ્ડ અન્ડરરાઈટિંગ પોલિસી અને રીઈન્સ્યોરન્સ એક્સેપ્ટન્સ સહિત અનેક ફેક્ટર્સના આધારે વિચાર કરવામાં આવશે. મેચ્યોરિટી સમયે લઘુત્તમ ઉંમર ૨૮ વર્ષ અને મહત્તમ ૧૦૦ વર્ષ હોવી જોઈએ.
સમ એશ્યોર્ડ
પ્લાનનું લઘુત્તમ બેઝિક સમ એશ્યોર્ડ ૨,૦૦,૦૦,૦૦૦ રૂપિયા છે, જ્યારે મહત્તમ બેઝિક સમ એશ્યોર્ડની કોઈ મર્યાદા નથી.
પેમેન્ટ ઓપ્શન્સ
પ્રીમિયમ પેમેન્ટના ઓપ્શન્સમાં સિંગલ પ્રીમિયમ, લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ (એટલે કે ૫, ૧૦ અને ૧૫ વર્ષ) અને રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટ સામેલ છે.
ડેથ બેનિફિટ્સ
આમાં બે ડેથ બેનિફિટ ઓપ્શન મળે છે –
ઓપ્શન i: લેવલ સમ એશ્યોર્ડ
ઓપ્શન ii: ઈન્ક્રીઝિંગ સમ એશ્યોર્ડ.
પોલિસીની ટર્મ ડિટેલ્સ
પોલિસીનો લઘુત્તમ સમયગાળો પ્રીમિયમ પેમેન્ટ માટે પસંદ કરવામાં આવેલા ઓપ્શન પર નિર્ભર કરે છે. સિંગલ પ્રીમિયમ માટે તે ૧૦ વર્ષ છે, લિમિટેડ પ્રીમિયમ માટે તે ૫, ૧૦ અને ૧૫ વર્ષ છે, જ્યારે રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટ માટે તે ૧૦ વર્ષ છે. પોલિસીનો મહત્તમ પિરિયડ ૮૨ વર્ષ છે, શરત એ કે મેચ્યોરિટી પર મહત્તમ ઉંમર (એટલે કે કવર ખતમ થવાની ઉંમર) ૧૦૦ વર્ષ હોય.

