Loan Guarantor Risks India: બીજાની લોનમાં સહી કરતા પહેલા જાણી લો ગેરંટરના અધિકારો અને જોખમો, એક ભૂલ તમને કરી શકે છે કંગાળ

Arati Parmar
4 Min Read

Loan Guarantor Risks India: બેંકમાંથી લોન તમે ક્યારેક લીધી હશે તો તમે જાણતા હશો કે કેટલીક લોન ત્યારે જ પાસ થાય છે જ્યારે તમે કોઈ ગેરંટર શોધીને રાખો છો. ગેરંટર તમારી લોનની અરજી પર હસ્તાક્ષર કરી ગેરંટી આપે છે અને લોન પાસ થઈ ગઈ. અહીં સવાલ ઊઠે છે કે લોન લેનાર વ્યક્તિ જો ઉધાર સમયસર નથી ચૂકવતો તો ગેરંટરની શું જવાબદારી બને છે? સુપ્રીમ કોર્ટ (Supreme Court of India) ના એડવોકેટ ઓન રેકોર્ડ (AOR) રાજેશ કુમાર ચૌરસિયા જણાવી રહ્યા છે ગેરંટર બનવાના જોખમો વિશે…

ગેરંટર બનવું એક જવાબદારી

બેંક અથવા કોઈ નાણાકીય સંસ્થા પાસેથી લોન લેવી અને કોઈના માટે ગેરંટર બનવું એ એક નાણાકીય જવાબદારી છે. અવારનવાર લોકો વિચાર્યા વગર પોતાના મિત્રો અથવા સંબંધીઓની લોન માટે ગેરંટર બની જાય છે. પરંતુ જ્યારે ઉધાર લેનાર સમયસર લોનનું રિપેમેન્ટ કરવામાં અસમર્થ હોય છે, ત્યારે બેંક તેને ડિફોલ્ટર જાહેર કરી દે છે.

- Advertisement -

ગેરંટર બનવાના કેટલાક રિસ્ક

જ્યારે લોન લેનાર ત્રણ ઈએમઆઈ (EMI) નું ચૂકવણું સમયસર નથી કરતો ત્યારે બેંક તેને ડિફોલ્ટર જાહેર કરી શકે છે. આવી સ્થિતિમાં, ઉધાર લેનારની સાથે-સાથે ગેરંટરને પણ નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવું એટલા માટે કારણ કે તેણે લોન ચૂકવવાની જવાબદારી કાગળો પર લીધી છે. તેથી ગેરંટર બનતા પહેલા સાવધાનીપૂર્વક વિચાર-વિમર્શ કરવો આવશ્યક છે. તેના સંભવિત જોખમોને સમજવા મહત્વપૂર્ણ છે.

સિબિલ સ્કોર થશે ખરાબ

બેંકનું કોઈ લોન એકાઉન્ટ જ્યારે ડિફોલ્ટ કરે છે ત્યારે સૌથી પહેલા બેંક સિબિલ (CIBIL) ને જાણકારી આપે છે. તે જે જાણકારી આપશે, તેમાં ઉધાર લેનારના પાન (PAN) નંબરની સાથે ગેરંટરનો પાન નંબર પણ રહે છે. મતલબ કે કોઈ લોન એકાઉન્ટ ડિફોલ્ટ થાય છે તો ગેરંટરનો પણ ક્રેડિટ સ્કોર પ્રભાવિત થાય છે. આ પછી ગેરંટરને પણ તે બેંક શું, કોઈ પણ બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન નહીં મળે.

- Advertisement -

તમારી પાસેથી પણ થઈ શકે છે વસૂલાત

બેંકનું લોન એકાઉન્ટ ડિફોલ્ટ થાય છે તો પહેલા તે મૂળ ઉધારકર્તાની મિલકત જપ્ત કરી પૈસા વસૂલ કરવાનો પ્રયાસ કરે છે. જો એવું નથી થઈ શકતું તો બેંક પાસે અધિકાર છે કે તે ગેરંટરની મિલકતને જપ્ત કરે અથવા તેની પાસેથી રકમ અને વ્યાજની વસૂલાત કરે. કાગળ પર તો ગેરંટરને પહેલા જ ડિફોલ્ટ જાહેર કરી દેવામાં આવે છે.

બેંક કાનૂની રીતે છે હકદાર

જ્યારે કોઈ વ્યક્તિ કોઈ લોન એકાઉન્ટમાં ગેરંટર બને છે તો તે લોનની અરજી પર પણ હસ્તાક્ષર કરે છે. તે જ સમયે બેંક અને ગેરંટર વચ્ચે એક સમજૂતી થાય છે. જેમાં સ્પષ્ટ રીતે લખેલું હોય છે કે જો લોન લેનાર વ્યક્તિ સમયસર બાકી રકમનું ચૂકવણું નથી કરતો, તો ગેરંટરે બાકી રકમ વ્યાજ સહિત ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં, બેંક કાનૂની રીતે ગેરંટર પાસેથી લોન વસૂલ કરવા માટે હકદાર હોય છે.

- Advertisement -

ગેરંટર ત્યારે જ બનો

કોઈપણ લોન એકાઉન્ટના ગેરંટર બનતા પહેલા તમે કેટલીક મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખો. સૌથી પહેલા તો એ સુનિશ્ચિત કરો કે તમે જેના ગેરંટર બની રહ્યા છો, તે વ્યક્તિને સારી રીતે જાણો છો. હસ્તાક્ષર કરતા પહેલા તમે તેની નાણાકીય સ્થિતિ વિશે વધુ સારી જાણકારી મેળવો. એ પણ જરૂરી છે કે તે વ્યક્તિએ પહેલા કોઈ લોન પર ડિફોલ્ટ ન કર્યું હોય. યોગ્ય તપાસ બાદ જ તમે ગેરંટી આપવાનો નિર્ણય લો.

Share This Article