Marriage Invitation Card Scam: આજના સમયમાં ડિજિટલ સુવિધાઓ આવવાથી આપણી લાઈફ ઘણી સરળ બની ગઈ છે. હવે ભલે પૈસા મોકલવાના હોય, કંઈક ખરીદવું હોય કે પછી કોઈને લગ્નનું કાર્ડ મોકલવું હોય, આ તમામ કામ આપણે ઘરે બેઠા કરી લઈએ છીએ. આજકાલ ઘણા લોકો પોતાના દૂરના સંબંધીઓ અને મિત્રોને ઓનલાઇન ડિજિટલ કાર્ડ મોકલે છે, પરંતુ હવે આ જ બાબતનો સાયબર ગુનેગારો ફાયદો ઉઠાવી રહ્યા છે. એવામાં એક ખોટી ક્લિક તમારી વર્ષોની જમાપૂંજી ખાલી કરાવી શકે છે. તેથી કેટલીક જરૂરી વાતોનું હંમેશા ધ્યાન રાખો.
સૌથી હેરાનીની વાત તો એ છે કે હવે માત્ર અજાણી લિંક્સ જ નહીં, પરંતુ પોતાના સ્વજનોના નામે મોકલવામાં આવી રહેલા ડિજિટલ લગ્ન કાર્ડ પણ સાયબર ઠગાઈની નવી રીત બની ગઈ છે. એક ખોટી ક્લિક તમારા મોબાઈલનું કંટ્રોલ હેકર્સના હાથમાં આપી શકે છે. આ જ બાબતે તાજેતરમાં રાજસ્થાન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે.
शादी की खुशियों में न लगने दें साइबर ठगों की सेंध!
व्हाट्सएप पर ‘Marriage Card’ के नाम से आने वाली संदिग्ध .apk फाइल्स और लिंक से सावधान रहें।
वेडिंग सीजन में साइबर अपराधी डिजिटल इनविटेशन के जरिए आपको ठगने का प्रयास कर रहे हैं। बिना जांचे कोई भी फाइल डाउनलोड न करें।
एक गलत… pic.twitter.com/KzeiQdjoCj
— Rajasthan Police (@PoliceRajasthan) April 28, 2026
જાણો કેવી રીતે થાય છે આ સ્કેમ?
રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારો WhatsApp પર Marriage Card અથવા તો લગ્નના આમંત્રણના નામે શંકાસ્પદ .apk ફાઇલ્સ અને અજાણી લિંક્સ મોકલી રહ્યા છે. કારણ કે આ ફાઇલ જોવામાં સામાન્ય ડિજિટલ લગ્ન કાર્ડ જેવી લાગે છે, પરંતુ અસલમાં તેમાં ખતરનાક સોફ્ટવેર છુપાયેલું હોય છે અને લોકોને લાગે છે કે આ કોઈ સામાન્ય ડિજિટલ કાર્ડ છે. જેવી કોઈ વ્યક્તિ આ ફાઇલને ડાઉનલોડ કે ઓપન કરે છે, હેકર્સ તેના ફોન સુધી પહોંચ બનાવી શકે છે.
ત્યારબાદ ઠગ મોબાઈલનું કંટ્રોલ મેળવી શકે છે. સાથે જ પર્સનલ જાણકારી ચોરી શકે છે. તેની સાથે જ બેન્કિંગ ડિટેલ્સ મેળવી શકે છે. તેઓ OTP અને મેસેજ વાંચી શકે છે.
કેવી રીતે રાખશો પોતાને સુરક્ષિત?
ડિજિટલ કાર્ડ ખોલતા પહેલા જરૂરી વાત ધ્યાન રાખો. કોઈ અજાણ્યા નંબર પરથી આવેલું કાર્ડ તરત ન ખોલો. સાથે જ શંકાસ્પદ .apk ફાઇલ્સ ડાઉનલોડ ન કરો. કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા તેને ધ્યાનથી જુઓ અને તપાસ કરો. કાર્ડ મોકલનારની ઓળખ પાકી કરો ત્યારે જ કાર્ડ ખોલો. ધ્યાન રાખો કે ફોનમાં ફક્ત ભરોસાપાત્ર એપ્સ જ ઇન્સ્ટોલ કરો.
જરૂરી વાત: અસલી લગ્નનું કાર્ડ અવારનવાર PDF, ઇમેજ અથવા સામાન્ય મેસેજ ફોર્મેટમાં આવે છે, .apk ફાઇલમાં નહીં.
સાયબર ઠગાઈ થઈ જાય તો શું કરવું?
જો તમે અથવા તમારા કોઈ ઓળખીતા આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બની જાવ તો તરત જ ફરિયાદ કરો. સાયબર હેલ્પલાઈન – 1930 સાયબર હેલ્પડેસ્ક – 9256001930 / 9257510100 ઓનલાઇન પોર્ટલ – cybercrime.gov.in નજીકનું પોલીસ સ્ટેશન અથવા સાયબર પોલીસ સ્ટેશન જેટલી જલ્દી ફરિયાદ કરશો, નુકસાન રોકવાની શક્યતા એટલી વધારે રહેશે.

