PAN Card Fraud Prevention: સાવધાન! તમારા પાન કાર્ડનો ઉપયોગ કરી કોઈ લઈ શકે છે લોન, ફ્રોડથી બચવા માટે નોંધી લો જરૂરી વાતો

Arati Parmar
3 Min Read

PAN Card Fraud Prevention: ભારતમાં ડિજિટલ બેંકિંગ અને ઓનલાઇન લોનની સુવિધા ઝડપથી વધી રહી છે. પરંતુ તેની સાથે ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ઘણીવાર એવું બને છે કે કોઈ વ્યક્તિના PAN કાર્ડનો ખોટો ઉપયોગ કરીને તેના નામે લોન લઈ લેવામાં આવે છે અને તેને તેની જાણ પણ હોતી નથી. બાદમાં જ્યારે તે પોતે લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરે છે, ત્યારે તેને સમસ્યાનો સામનો કરવો પડે છે. હવે, તમારી સાથે આવું ન થાય તે માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચાલો જાણીએ આ વિશે-

PAN કેમ છે આટલું જરૂરી?

PAN (Permanent Account Number) તમારા તમામ મોટા નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલું હોય છે. પર્સનલ લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ, બધું જ તમારા PAN સાથે લિંક હોય છે. જો કોઈએ તમારા PAN નો ખોટો ઉપયોગ કરીને લોન લીધી હોય, તો તે તમારા ક્રેડિટ રિપોર્ટમાં દેખાશે. આનાથી તમારો સિબિલ (CIBIL) સ્કોર ખરાબ થઈ શકે છે અને ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.

- Advertisement -

કેવી રીતે ચેક કરવું કે તમારા નામે લોન છે કે નહીં?

સૌ પ્રથમ તમારો ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરો. તમે RBI દ્વારા અધિકૃત એજન્સીઓ જેવી કે TransUnion CIBIL, Experian, Equifax અને CRIF High Mark ની વેબસાઇટ પરથી વર્ષમાં એકવાર ફ્રી ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો.

રિપોર્ટમાં ‘Account Information’ અથવા ‘Loan Details’ સેક્શનને ધ્યાનથી જુઓ. જો કોઈ એવી લોન કે ક્રેડિટ કાર્ડ દેખાય જે તમે નથી લીધું, તો તરત જ સાવધ થઈ જાઓ. અજાણી બેંક કે NBFC નું નામ, અચાનક મોટી લોન રકમ અથવા જાણકારી વગર કરવામાં આવેલી ક્રેડિટ ઇન્ક્વાયરી ફ્રોડનો સંકેત હોઈ શકે છે.

- Advertisement -

ફિનટેક એપ્સ દ્વારા રાખો નજર

આજકાલ CRED, Paytm અને Google Pay જેવી એપ્સ તમારા PAN સાથે જોડાયેલ લોન અને ક્રેડિટ કાર્ડની માહિતી બતાવે છે. આના પર એલર્ટ ઓન રાખો, જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણકારી તરત મળી શકે.

બેંક સ્ટેટમેન્ટ પણ કરો ચેક

દર મહિને તમારા બેંક સ્ટેટમેન્ટને ધ્યાનથી જુઓ. જો જાણકારી વગર EMI કપાઈ રહી હોય અથવા કોઈ અજાણ્યો ટ્રાન્ઝેક્શન દેખાઈ રહ્યો હોય, તો તરત જ બેંકનો સંપર્ક કરો.

- Advertisement -

ફ્રોડ જણાય તો શું કરવું?

જો તમારા નામે નકલી લોન દેખાય, તો તરત જ સંબંધિત લેન્ડર (ધિરાણકર્તા) નો સંપર્ક કરો. સાથે જ ક્રેડિટ બ્યુરોની વેબસાઇટ પર જઈને ફરિયાદ નોંધાવો. તમે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ cybercrime.gov.in પર ફરિયાદ કરી શકો છો અથવા હેલ્પલાઇન 1930 પર કોલ કરી શકો છો.

સતર્ક રહો, તમારા ક્રેડિટ રિપોર્ટ નિયમિતપણે ચેક કરો અને તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. આ રીતે થોડી સાવચેતી તમને મોટા નુકસાનથી બચાવી શકે છે.

Share This Article