PhonePe Biometric Payment: PhonePe એ UPI પેમેન્ટ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચર લોન્ચ કરી દીધું છે. હવે તમે તમારા ફોનના ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ID લોકથી ટ્રાન્ઝેક્શન આસાનીથી કરી શકો છો. આનાથી એ ફાયદો થશે કે તમારે દરેક વખતે UPI PIN ટાઈપ કરવાની જરૂર નહીં પડે અને પેમેન્ટ કરવું વધુ ઝડપી અને સિક્યોર રીતે થઈ શકશે. ચાલો જાણીએ આ ફીચર વિશે અન્ય જરૂરી વિગત…
૫,૦૦૦ રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શન માટે ઉપલબ્ધ
PhonePe નું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચર હાલમાં માત્ર ૫,૦૦૦ રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શન માટે ઉપલબ્ધ છે. જો ક્યારેક ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટિકેશન ખરાબ લાઈટ અથવા સેન્સરની સમસ્યાને કારણે કામ નથી કરતું, તો યુઝર હંમેશા જૂની રીત એટલે કે UPI PIN નાખીને પેમેન્ટ કરી શકે છે. કંપનીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે આ નવું ફીચર ડિજિટલ પેમેન્ટ્સને વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી યુઝરની પેમેન્ટ કરતી વખતે થતી પરેશાનીઓને ઓછી કરી શકાય.
We’ve just rolled out Biometric Authentication, making UPI payments up to ₹5,000 as natural as unlocking your phone. By leveraging device-level hardware security, we’re delivering a “one-touch” experience that protects users in public spaces and eliminates PIN-entry failures.…
— Rahul Chari (@rahulchari9) February 19, 2026
શું થશે ફાયદો?
યુઝર્સ હવે રોજિંદી ઘણી જરૂરિયાતોમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનો ઉપયોગ કરી શકે છે. આની મદદથી કોઈને પૈસા મોકલવા, દુકાન પર QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું, ઓનલાઇન પેમેન્ટ કરવું અને ત્યાં સુધી કે પોતાનું બેંક બેલેન્સ ચેક કરવું પણ ઘણું વધારે આસાન થઈ જશે. જોકે, આ ફીચર હાલમાં ફક્ત Android યુઝર્સ માટે ઉપલબ્ધ છે, જેમાં ફિંગરપ્રિન્ટ અને ફેસ રિકગ્નિશન બંને મળે છે. iOS (iPhone) માટે આ ફીચર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
કેવી રીતે સેટઅપ કરવું નવું ફીચર?
૧. PhonePe એપ ખોલો.
૨. Profile માં જાઓ.
૩. Manage Payments પર ટેપ કરો.
૪. Biometric Pay આઇકોન પસંદ કરો.
૫. સંબંધિત બેંક ખાતા માટે Biometric Authentication ઓન કરો.
૬. એકવાર UPI PIN અને બાયોમેટ્રિકથી કન્ફર્મ કરો.

