Rent Agreement : આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે જે અનેક કામકાજમાં સૌ પહેલા માંગવામાં આવે છે. આથી તેની દરેક ડિટેલ અપડેટેડ હોય તે જરુરી છે. જો તમે ભાડેથી રહેતા હોય અને મકાન બદલ્યું હોય ત્યારે રેન્ટ એગ્રીમેન્ટ દ્વારા આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરી શકાય કે નહીં તે સવાલનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું.
1. આધાર કાર્ડ
ભારતમાં રહેતા લોકો પાસે અનેક પ્રકારના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. આ ડોક્યુમેન્ટની લગભગ દરરોજ કોઈને કોઈ કામ માટે જરૂર પડે છે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આડી, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. જો આપણે આ બધા વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ડોક્યુમેન્ટ છે.
2. સરનામું
દેશની 90 ટકાથી વધુ વસ્તી પાસે આધાર કાર્ડ છે. જો આધાર કાર્ડમાં કોઈ માહિતી ખોટી દાખલ કરવામાં આવી હોય તો UIDAI દ્વારા તેમાં ફેરફાર કરવાનો મોકો આપવામાં આવે છે. જો તમે તમારા ઘરનું સરનામું બદલો છો અને ભાડા પર રહો છો તો આ સ્થિતિમાં શું કરંટ એગ્રીમેન્ટનો ઉપયોગ કરી સરનામું બદલીશકો છે? ચાલો જાણીએ કે આ વિશે નિયમો શું કહે છે?
3. રેન્ટ એગ્રીમેન્ટથી આધારમાં સરનામું બદલી શકાય?
એવા ઘણા લોકો છે જેમની પાસે પોતાના ઘર નથી. તેઓ ભાડાના મકાનોમાં રહે છે. અને જ્યારે ઘર બદલવું પડે છે ત્યારે આધાર કાર્ડમાં નોંધાયેલ જૂના ઘરનું સરનામું પણ બદલવું પડે છે. પરંતુ ઘણા લોકો પાસે નવા સરનામાં પર અન્ય કોઈ દસ્તાવેજો નથી હોતા જેનો ઉપયોગ કરીને આધાર કાર્ડમાં સરનામું બદલી શકાય. આ સ્થિતિમાં લોકોના મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે શું રેન્ટ એગ્રીમેન્ટ સબમિટ કરીને આધાર કાર્ડમાં સરનામું બદલી શકાય છે. તો જવાબ હા છે. નિયમો મુજબ તમે રેન્ટ એગ્રીમેન્ટ દ્વારા આધારમાં સરનામું બદલી શકો છો.
4. …પણ આ બાબત જરૂરી
તમે રેન્ટ એગ્રીમેન્ટથી આધાર કાર્ડમાં સરનામું બદલી શકો છો પરંતુ તેના માટે જરૂરી છે કે તમારો રેન્ટ એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કરાર હોય. મતલબ કે, એગ્રીમેન્ટ ફક્ત ત્યારે જ માન્ય રહેશે જો તે સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધાયેલ હોય. તમે નોન-રજિસ્ટર્ડ એગ્રીમેન્ટના આધારે સરનામું બદલી શકતા નથી.
5. પ્રોસેસ શું હશે?
આધાર કાર્ડમાં સરનામું ઉમેરવા માટે તમારે આધાર કાર્ડની વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in પર જવું પડશે. પછી તમારે લોગીન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો.બાદમાં તમારે અપડેટ એડ્રેસ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવાનુ રહેશે. પછી 50 રૂપિયા ચૂકવવાના રહેશે. ત્યાર બાદ તમારા આધાર કાર્ડમાં સરનામું અપડેટ થઈ જશે. તમે એક્નોલેજમેન્ટ સ્લિપમાં આપેલા ટ્રેકિંગ નંબર દ્વારા પ્રોગ્રેસને ટ્રેક કરી શકશો.

