Women’s Financial Planning: આજના સમયમાં છોકરો હોય કે છોકરી દરેક માટે આર્થિક રીતે આત્મનિર્ભર હોવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ માટે તો આ અત્યંત જરૂરી બની ગયું છે. ખાસ કરીને સિંગલ છોકરીઓ અને મહિલાઓ માટે સાચું ફાઈનાન્શિયલ પ્લાનિંગ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. નોકરી, બિઝનેસ કે ફ્રીલાન્સિંગથી કમાણી કરનારી મહિલાઓએ નાની ઉંમરથી જ બચત અને રોકાણની આદત પાડવી જોઈએ. આ તેમના ભવિષ્ય માટે ખૂબ જ સારું હોય છે.
સિંગલ મહિલાઓ કરે ફાઈનાન્શિયલ પ્લાનિંગ
જો તમે સિંગલ છોકરી કે મહિલા છો તો તમારે ફાઈનાન્શિયલ પ્લાનિંગ જરૂર કરવું જોઈએ. આ તમારા ભવિષ્ય માટે સારું હોય છે અને તમને સક્ષમ બનાવવા માટે કામ આવે છે. આના માટે તમારે થોડીક સ્માર્ટ પ્લાનિંગ કરવાની જરૂર છે, જેના વિશે અમે તમને ટિપ્સ આપીશું.
સૌથી પહેલા તમારે દરેક મહિનાનું એક માસિક બજેટ બનાવવાની જરૂર છે, જેમાં તમે તમારા જરૂરી ખર્ચાઓ અલગ કરી લો.
ત્યારબાદ તમે તમારી પાસે એક ઈમરજન્સી ફંડ તૈયાર કરીને રાખો. જેમાં ઓછામાં ઓછા 6 થી 12 મહિનાના ખર્ચ જેટલી રકમ હોય.
પોતાનું હેલ્થ ઈન્શ્યોરન્સ જરૂર લો, વધતા મેડિકલ ખર્ચાઓને જોતા સારું હેલ્થ કવર હોવું અત્યંત જરૂરી છે.
જો તમારા પર કોઈ પણ રીતે પરિવારની જવાબદારી છે તો ટર્મ ઈન્શ્યોરન્સ લો.
જો તમે સ્માર્ટલી સેવિંગ્સ કરવા માંગો છો તો નાની ઉંમરથી જ SIP, મ્યુચ્યુઅલ ફંડ, PPF કે FD માં રોકાણ કરવાનું શરૂ કરી દો. આનાથી જલ્દી મોટું ફંડ બનાવવું સરળ થશે.
પોતાના રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરો, નોકરીના શરૂઆતના સમયથી જ રિટાયરમેન્ટ માટે બચત શરૂ કરી દો.
હંમેશા પોતાનો ક્રેડિટ સ્કોર સારો રાખો જેથી તમને આવનારા સમયમાં લોન લેવી સરળ રહે.
ટેક્સ બચાવવા પર ધ્યાન આપો, આના રોકાણ વિકલ્પોનો ઉપયોગ કરો, જેથી બચત પણ વધે અને ટેક્સ પણ ઓછો લાગે.
આ સિવાય તમે ફાલતુ ખર્ચાઓથી બચીને પણ પોતાના ભવિષ્ય માટે સારી એવી સેવિંગ્સ કરી શકો છો. તો વળી જે પણ ફાઈનાન્શિયલ ડિસીઝન લો તેને ભવિષ્ય વિશે વિચારીને જ લેવું સારું રહેશે. ખાસ કરીને યોગ્ય સમયે શરૂ કરવામાં આવેલી નાની-નાની બચત અને રોકાણ ભવિષ્યમાં આર્થિક મજબૂતી અને આત્મવિશ્વાસ બંને આપે છે.

