Balen Shah New Cabinet: બાલેન શાહની કેબિનેટમાં ભારતની ‘છાપ’, ભારતમાં ભણ્યા છે નેપાળના એક-તૃતીયાંશ મંત્રી, PM પોતે બેંગલુરુથી એન્જિનિયર

Arati Parmar
3 Min Read

Balen Shah New Cabinet: નેપાળમાં આ મહિને બાલેન્દ્ર શાહના નેતૃત્વમાં નવી સરકાર બની છે. રેપર તરીકે પ્રખ્યાત થયેલા બાલેન માત્ર સૌથી નાની ઉંમરના (35 વર્ષ) નેપાળના પ્રધાનમંત્રી જ નથી, એટલું જ નહીં તે નેપાળના પીએમ બનનારા પ્રથમ મધેશી પણ છે. બાલેન શાહની આ વાતો સિવાય તેમની કેબિનેટે પણ ધ્યાન ખેંચ્યું છે. બાલેનના મંત્રીમંડળના મોટાભાગના સભ્યોનો અભ્યાસ ભારતમાં થયો છે. આમાં ખુદ પીએમ બાલેન શાહનું નામ પણ સામેલ છે.

નેપાળમાં બાલેન શાહની આગેવાની હેઠળની 15-સભ્યની કેબિનેટમાંથી લગભગ એક-તૃતીયાંશ (ચાર) સભ્યોએ ભારતમાં અભ્યાસ કર્યો છે. પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે મીનાક્ષી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ડિગ્રી લીધી છે. શાહ ઉપરાંત પરિવહન અને શહેરી વિકાસ મંત્રી સુનીલ લમસાલ, આરોગ્ય મંત્રી નિશા મહેતા અને સામાન્ય વહીવટ મંત્રી પ્રતિભા રાવલ એવા નામો છે, જેઓ ભારતમાં ભણ્યા છે.

- Advertisement -

પીએમ બાલેન્દ્ર શાહ

નેપાળના પીએમ બાલેન શાહ સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે. બાલેન શાહે 2018માં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ કોર્સમાં માસ્ટર ઓફ ટેકનોલોજીની ડિગ્રી મેળવી હતી. શાહે 2016 થી 2018 વચ્ચે બેંગલુરુમાં નિત્તે મીનાક્ષી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી અભ્યાસ કર્યો હતો. આ વર્ષે ચૂંટણીમાં જીત્યા પછી તેઓ સૌથી નાની ઉંમરની કેબિનેટમાંથી એકનું નેતૃત્વ કરી રહ્યા છે.

સુનીલ લમસાલ

35 વર્ષીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ણાત સુનીલ લમસાલ પણ ભારત સાથે જોડાણ ધરાવે છે. બાલેન સરકારમાં મંત્રી બનેલા લમસાલ પાસે નેપાળના શહેરી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ સહિત અનેક મંત્રાલયોની જવાબદારી છે. પોતાના પીએમની જેમ સુનીલ પણ નિત્તે મીનાક્ષી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમની પાસે એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી છે.

- Advertisement -

નિશા મહેતા

નેપાળની નવી આરોગ્ય મંત્રી નિશા મહેતાએ 2006 થી 2010 વચ્ચે નવી દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ની કોલેજ ઓફ નર્સિંગમાંથી અભ્યાસ કર્યો છે. નિશા મહેતા ગ્વાલિયર યુનિવર્સિટીની પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. બિરાટ ટીચિંગ હોસ્પિટલમાં કામ કર્યા પછી હવે તેઓ દેશના હેલ્થ મિનિસ્ટર છે.

પ્રતિભા રાવલ

બાલેન્દ્ર શાહે પ્રતિભા રાવલને નેપાળના સંઘીય બાબતો અને સામાન્ય વહીવટ, સહકાર અને ગરીબી નાબૂદી મંત્રી બનાવ્યા છે. પ્રતિભા રાવલ ચેન્નાઈની એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના 2014-15 બેચની વિદ્યાર્થીની રહી ચુકી છે. નિશા અને પ્રતિભા એ પાંચ મહિલા મંત્રીઓમાં છે, જેમને શાહની કેબિનેટમાં જગ્યા મળી છે.

- Advertisement -

નેપાળ-ભારત સંબંધો

નેપાળી યુવાનોમાં ભારત આવીને અભ્યાસ કરવાનો ટ્રેન્ડ રહ્યો છે. નેપાળી રાજકારણ અને બીજા ક્ષેત્રોમાં નામ કમાનારા ઘણા મોટા નામો ભારતમાં ભણ્યા છે. વર્તમાન પીએમ અને મંત્રીઓ પહેલાની વાત કરવામાં આવે તો નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી બાબુરામ ભટ્ટરાઈ 1970ના દાયકામાં ચંદીગઢ કોલેજ ઓફ આર્કિટેક્ચર અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચુક્યા છે.

નેપાળમાં વીતેલા વર્ષે યુવાનોના વિરોધ પ્રદર્શન પછી કેપી ઓલી શર્માની સરકાર પડ્યા બાદ સુશીલા કાર્કીને વચગાળાના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. નેપાળની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાનો રેકોર્ડ ધરાવતા સુશીલા કાર્કીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેમણે 1975માં BHU માંથી રાજનીતિ વિજ્ઞાનમાં ડિગ્રી લીધી હતી.

Share This Article